દરેક ગૃહિણીને કામમાં આવે તેવી મહત્વની ટીપ્સ

0

ગંદુ થયેલ કુકરને સાફ કરવા માટે મહત્વની ટીપ્સ: ડુંગળીનો રસ અને વિનેગર સરખા પ્રમાણમાં લઈ મિક્સ કરો અને પ્રેશર કૂકરને સારી રીતે વાયરથી ઘસો, આ ઉપાય  કુકરને સંપૂર્ણપણે સાફ કરશે. પ્રેશર કૂકર ધોયા બાદ તેને બહાર તડકામાં રાખવું, જેથી તેમાં પાણીનો ડાઘ નહી  રહે. ખૂબ સૂકાય ગયેલ  પ્રેશર કૂકરની સપાટી પર વધુ પ્રમાણમાં બેકિંગ સોડા નાખો. બેકિંગ સોડાને પ્રેશર કૂકરની આસપાસ સૂકા કપડા અથવા સ્પોન્જથી ઘસો. અને તમે સાથે બેકિંગ સોડામાં થોડું પાણી ઉમેરી શકો છો અને તેને પેસ્ટની જેમ ઘટ્ટ બનાવી શકો છો. તમે બાર કીપર્સ ફ્રેન્ડનો પણ ઉપયોગ કરી શકો છો. પછી કુકરને  સારી રીતે ધોઈ લો.

પ્રેશર કૂકર એકદમ નવા જેવો દેખાશે. રસોઈ કર્યા પછી, ગંદા પ્રેશર કૂકરમાં થોડું વિનેગર અથવા લીંબુ નિચોડી નાંખો અને તેને ગરમ પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી પ્રેશર કૂકર પણ સારી રીતે સાફ થઇ જશે. પ્રેશર કૂકરમાં પડેલા ડાઘને સાફ કરવા માટે પાણી, એક ચમચી વોશિંગ પાવડર અને તેમાં લીંબુ નાખી ઉકાળો, પછી તેને સ્ક્રબથી હળવા હાથે સાફ કરીને સાફ કરો. પ્રેશર કૂકર ઝગમગવા લાગશે.

ખરાબ થયેલ ચાની ગરણીને સાફ કરવા માટે ટીપ્સ: જો તમે ચાની ગરણીની મદદથી તેલ ફિલ્ટર કર્યું હોય તો પણ તે ચોખ્ખી થાય છે . ખરાબ થયેલ ચાની ગરણીને સાફ કરવા માટે સરળ ઉપાય. ચાની ગરણીને સાફ કરવા માટે ઘણા લોકો સરકો, લીંબુ, બેકિંગ સોડા વગેરેનો ઉપયોગ કેરા હોય  છે. સ્ટીલની ગરણી ખૂબ જ સરળતાથી સાફ થઇ શકે  છે. જો તમારી ગરણી જૂની નથી, તો તમે તેને દર 8-10 દિવસમાં ગેસ પર રાખીને બાળી લો. આ કરવાથી, તેની અંદરના કણો બળી જશે અને તેને ફટકારતાં તે કણો બહાર આવી જશે.

તમે સ્ટીલની ગરણીને સીધા ગેસના બર્નર પર મૂકી શકો છો. આ એક વાસણોને સાફ કરવાની એક સરળ રીત છે. જો તમારી ગરણી જૂની છે અને ખૂબ ગંદી છે તો અપનાવો આ ટીપ્સ. સૌથી પહેલા ગરણીને ગેસ પર મૂકીને ગરમ કરો. પછી, મોટા પાત્રમાં ગરમ ​​પાણી લો અને તરત જ તેમાં ઇનો નાખીને ગરણી મૂકી દો. અહીંયા તમને એક કેમિકલ રિયેક્સન જોવા મળશે અને 1 મિનિટમાં ગરણી પર અસર જોવા મળશે. હવે તમે ટૂથબ્રશની મદદથી બધી બાજુથી સાફ કરી શકો છો, હવે ખૂબ સરળતાથી સાફ થઈ જશે. જો તમે ઇચ્છતા હોવ તો થોડો ડિટરજન્ટ પણ લઇ શકો છો. આ ટિપ્સ સ્ટીલની ગરણીને સાફ કરવાની હતી, પણ તમે પ્લાસ્ટિકની ગરણીને ગેસ પર સીધી ના મૂકી શકો. પણ તમે આ રીતે જ તેને પણ સાફ કરી શકો છો.

પ્લાસ્ટિક ગરણીને સાફ કરવા માટે ટીપ્સ : પ્લાસ્ટીકની ગરણીને સાફ કરવા માટે આ મહત્વની  ટીપ્સનું પાલન કરવું પડશે જેથી તમારી ખરાબ થયેલ ચાની ગરની એકદમ નવા જેવી લાગશે . સૌ પ્રથમ તમે  ગરમ પાણીમાં ENO નાખીને તરત જ ગરણીને નાંખો. આ ગરણીને આ રીતે પણ  સાફ કરી શકાય છે. તરત જ ગરણી સાફ થવાનું શરૂ થઇ જશે અને પછી તમે તેને બ્રશની મદદથી અથવા તો વાયરથી  સ્ક્રબ કરી શકો છો.

હવે ગરણી માં રહેલા ચાના ડાઘ પણ સરળતાથી સાફ થઈ જશે. જો તમારી પાસે ઇનો ન હોય તો , તમે અડધી ચમચી બેકિંગ સોડા અને બે ચમચી લીંબુનો રસ(lemon juice) મિક્સ કરી તે પણ લય શકો છો આ રીતે પણ તમે ચાની ગરણી સાફ કરી શકો છો. પરંતુ આમ કર્યા પછી, ગરણીને સાદા પાણી અને ડીટરજન્ટથી સારી રીતે સાફ કરવી પડશે . આ એક બહુ સરળ રીત છે અને તમે આજે જ અજમાવી શકો છો. અને તમારી મોટામાં મોટી સમસ્યા દુર થઈ જશે દરેલ ગૃહિણી ઓ આ આર્ટીકલ જરૂર શેર કરજો

કાળા પડી ગયેલ ગેસના બર્નર ને સાફ કરવા માટે આ મહત્વની ટીપ્સ અપનાવો: આ કાળા પડી ગયેલા બર્નર()gas burner)ને નવા જેવા ચમકાવવા માટે એક મોટી કટોરીમાં અડધો કપ વિનેગર ઉમેરો વિનેગરમાં એક કપ પાણી મિક્સ કરો. ત્યારબાદ આ મિક્સરમાં ગેસના બર્નર ડુબાડી દો. આ બંને બર્નરને આખી રાત ડુબાડીને રાખો. ત્યારબાદ સવારે તેને લોખંડનાં તાર થી અથવા બ્રશથી સાફ કરી લો. ત્યારબાદ તેને કપડાંથી સાફ (clener)કરો. હવે તમારા બર્નર(burner) બિલકુલ નવા જેવા ચમકી જશે. માર્કેટમાં તમને આ વિનેગર 500ml લગભગ 35rs રૂપિયાની કિંમતમાં મળી જશે. જે તમને કોઈપણ જનરલ સ્ટોરમાં સરળતાથી મળી શકે છે. અવારનવાર લોકો તેનો ઉપયોગ ચાઈનીઝ વસ્તુ બનાવવામાં કરે છે.

વળી વિનેગરમાં રહેલ કેમિકલ બર્નરને સાફ કરવામાં સહાયક હોય છે. આ ઉપાય સિવાય બે કપ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરીને તેમાં બંને થોડી કલાક માટે છોડી દો. ગેસનું બર્નર થોડા સમયમાં જ બિલકુલ ચોખ્ખું થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here