10.8 C
New York
Saturday, December 14, 2024

વર્લ્ડ ફેમસ કોફી બનાવવાની એકદમ સરળ રીત

ડાલગોના કોફી અત્યાર ના સમય માં ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે આ। ડાલગોના કોફી.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે.

ડાલગોના કોફી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૨ ચમચી કોફી
  • ૧ કપ એકદમ ઠંડુ દૂધ
  • ૨ ચમચી ખાંડ
  • ૨ ચમચી ગરમ પાણી

સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ ફીણી લેવું, મિશ્રણ એકદમ ઘટ્ટ થશે, ત્યાર બાદ એક ગ્લાસ માં ઠંડુ દૂધ લઇ ,તેમાં તૈયાર કરેલ કોફી નું મિશ્રણ ઉપર ઉમેરી સર્વ કરો

નોંધ: વેનીલા આઈસ્ક્રીમ પણ ઉમેરી શકાય.તમારા સ્વાદપરમાણે મિશ્રણ ખૂબ ફિણવું જરૂરી છે.

કોલ્ડ કોફી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • દૂધ ૫૦૦મીલી,
  • કોફી ૧ટેબલસ્પૂન,
  • ૧ ટેબલ સ્પૂન પાણી,
  • ૨ ટીસ્પૂન ખાંડ,
  • મિલ્ક પાઉડર ૨ ટેબલસ્પૂન,
  • આઈસ્ક્રીમ ૪ સ્કૂપ
  • ચોકલેટ,
  • સીરપ ગાર્નિશ માટે

કોલ્ડ કોફી બનાવવા માટે ની રીત: સૌપ્રથમ એક બાઉલમાં કોફી લઈ તેમાં નવસેકુ પાણી ઉમેરી ને બરાબર હલાવી લો. હવે એક જાર માં ઠંડુ દૂધ લો. તેમા મીલ્ક પાઉડર, ખાંડ, આઈસ્ક્રીમ અને કોફી નુ મિશ્રણ ઉમેરો. હવે આ મિશ્રણને બ્લેન્ડર ની મદદથી બ્લેન્ડ કરી લો. કોફી એકદમ ફીણ થાય અને થીક થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. કોફી ને ગ્લાસ મા કાઢી ને ઉપર આઈસ્ક્રીમ નો સ્કૂપ મૂકી ને ચોકલેટ સીરપ થી ગાર્નિશ કરીને સર્વ કરો.

કેપેચીનો કોફી બનાવવા માટેની રીત કેપેચીનો કોફી લોકો ખૂબ પસંદ કરે છે અને આ પ્રકારની કૉફી પીવા કેફેમાં જવાનો આગ્રહ રાખે છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં બહાર જવાનું ટાળવા અને ઘરે બેઠા કેપેચીનો કોફીનો આનંદ માણવા

કેપેચીનો કોફી બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૨ ચમચી કોફી પાઉડર
  • ૨ ચમચી દળેલી ખાંડ
  • ૨ ચમચી પાણી
  • ૧ કપ ગરમ દૂધ

કેપેચીનો કોફી બનાવવા માટેની રીત: સૌપ્રથમ એક બાઉલમાં કોફી, ખાંડ અને પાણી ઉમેરી બિટરની મદદથી ૩૦ મિનિટ સુધી આ મિશ્રણને બરાબર ફેટી લો. એનો ક્રીમ કલર થઈ જાય, એમાં બબલ આવવા માંડે અને ચમચીથી જલ્દી પડે નહીં તો સમજવું કે મિશ્રણ તૈયાર છે. હવે એક કપ લઈ એમાં ૨ ચમચી તૈયાર કરેલ કોફીનું મિશ્રણ ઉમેરો તેની ઉપર ગરમ દૂધ રેડો, પોણા કપ સુધી જ દૂધ ભરવું ઉપરથી કોફીનું મિશ્રણ ઉમેરો, જેથી ઉપર ફીણ દેખાય. હવે ઉપર થોડો કોફી પાઉડર છાંટી ટૂથપીકની મદદથી ડિઝાઈન કરી સર્વ કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles