ચોમાસાની સિઝનમાં દાળવડા બનાવવાની રેસીપી વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

દાળવડા બનાવવા જરૂરી સામગ્રી :-

ચણાની દાળ – 1 કપ

ડુંગળી – 2 નંગ

લીલા મરચા – 3 થી 4 નંગ

આદુ – નાનો ટુકડો

લીમડાના પાન – 8 થી 10 નંગ

કોથમીર – 1/2 ઝુળી

મીઠું – સ્વાદાનુસાર

તેલ – તળવા માટે

રીત :-         સૌ પહેલા ચણાની દાળને 2 થી 3 કલાક પાણીમાં પલાળી ત્યારબાદ તેનું પાણી દુર કરવું, લીલા મરચા, અને આદુ મોટા ટુકડામાં કાપવું, , લીમડાના પાન અને કોથમીર સમારી લેવા, ડુંગળીને ઝીણી સમારવી, હવે ડુંગળી સિવાયની બધી વસ્તુને એકસાથે મિક્સરમાં મિક્સ કરી તેની કરકરી પેસ્ટ તૈયાર કરવી, આ પેસ્ટમાં મીઠું અને સમારેલ ડુંગળી ઉમેરી દેવી, હવે તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ પેસ્ટમાંથી થોડો લુવો લઇ તેને બન્ને હાથના આંગળા વડે થેપલી બનાવવી અને તળવા માટે ધીમે થી વાસણમાં નાખવી, આ પ્રમાણે બધા વડાને આકાર આપી તૈયાર કરવા અને તે ધીમા તાપે બ્રાઉન રંગના થાય તેમ તળી લેવા, તેને કોકોનટ ચટણી કે સોસ અથવા સાંભાર સાથે પીરસવા।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here