અલગ અલગ પ્રકારની સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવાની રીત

આપને ગુજરાતીઓને દરેક વસ્તુ બનાવતી વખતે સાથે છતની બનાવવી ખુબ પસંદ કરતા હોય છે આજે અમે તમારી સાથે અલગ અલગ પ્રકારની સુકી ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ જે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે ‘ ઘણા લોકો અલગ અલગ પ્રકારની ચટણી ખાવાના ખુબ શોખીન છે

અલગ અલગ પ્રકારની સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવાની રીત

    સૂકાં લાલ મરચાં ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી:

    • ૧૨ નંગ આખાં લાલ મરચાં
    • ૧૨ કળી લસણ
    • ૧ ટી સ્પૂન ખાંડ
    • ૧ ટી સ્પૂન વરીયાળી
    • ૧/૨ ટી સ્પૂન હીંગ
    • ૨ ટી સ્પૂન ચાટ મસાલો
    • ૧ ટી સ્પૂન મેથીયા નો મસાલો
    • ૧ ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર
    • ૧/૨ ટી સ્પૂન લીંબુ નો રસ
    • મીઠું સ્વાદ પ્રમાણે
    • ૧ ટેબલ સ્પૂન તેલ

    સૂકાં લાલ મરચાં ની ચટણી બનાવવા માટેની રીત: લાલ મરચાં ને 1/2 કલાક માટે થોડા હુંફાળા પાણી માં પલાળી રાખવા. 1/2 કલાક પછી પાણી કાઢી ને લાલ મરચાં, તેલ અને લીંબુ ના રસ સિવાય ની બધી જ સામગ્રી મીક્સર માં નાંખી ક્રશ કરો. ૧ નાના તાંસળા મા તેલ ગરમ કરો અને એમા વાટેલી પેસ્ટ નાંખો… પાણી બળી જાય અને તેલ છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.

    તલ શીંગદાણા ની ડ્રાય ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:

    • 1 કપ તલ
    • 1 કપ શીંગદાણા
    • 1 ગઠો લસણ
    • 2-3 ચમચી મરચું પાઉડર
    • 2 ચમચી તેલ
    • મીઠું સ્વાદ અનુસાર

    તલ અને શીંગદાણા ને સેકી લેવા.શીંગદાણા ના ફોતરા ઉતારી લેવા.લસણ ફોલી ને તૈયાર કરી લેવું. હવે મિક્સર જારમાં માં બધું મિક્સ કરી ને ક્રશ કરી લેવું.સાવ પાઉડર જેવું નથી કરવાનું..નહિ તો ગાઠા થઈ જશે.એક બાઉલ માં કાઢી ને તેલ ઉમેરી ને મિક્સ કરી લેવુંહવે મિક્સર જારમાં માં બધું મિક્સ કરી ને ક્રશ કરી લેવું.સાવ પાઉડર જેવું નથી કરવાનું..નહિ તો ગાઠા થઈ જશે.એક બાઉલ માં કાઢી ને તેલ ઉમેરી ને મિક્સ કરી લેવું

    વડા પાવ સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવા માટે જરૂરી સામગ્રી:

    અલગ અલગ પ્રકારની સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવાની રીત

    • 1 ચમચી જેટલું તેલ
    • ૭થી ૮ કળી લસણ
    • 1/2 કપ જેટલું સૂકા કોપરાનું છીણ
    • 2 ચમચી જેટલા શીંગદાણા
    • 1 ચમચી જેટલા તલ
    • 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું
    • મીઠું સ્વાદ અનુસાર

    વડા પાવ સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવા માટે ની રીત: એક પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં ૭ થી ૮ કળી લસણની સાંતળી લો હવે લસણ સંતળાઈ જાય એટલે તેમાં બે ચમચી જેટલા શીંગદાણા અને એક ચમચી જેટલા તલ એડ કરી સાંતળી લો. હવે બધું સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમને થોડું ઠંડુ થવા દઈએ ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું સૂકા કોપરાનું છીણ એડ કરીએ .ત્યારબાદ તેમાં ૧ મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાઉડર મિક્સ કરી દઈએ અને મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરીએ. હવે આ મિશ્રણ અને ધીમે ધીમે ચાલુ બંધ કરી ક્રશ કરી લઈએ કારણકે એક સાથે ક્રશ કરવાથી તેમાં રહેલા ટોપરાનું તેલ છુટું પડી શકે છે. તો તૈયાર છે ચટપટી વડાપાઉ સાથે સર્વ કરવામાં આવતી ડ્રાય ગાર્લિક ચટણી

    Related Articles

    2 COMMENTS

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest Articles