ઉપયોગમાં આવે તેવી ૧૧+ કિચન ટીપ્સ

0

તમારા ચહેરાને ચમકીલો બનાવવા માટે હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.

વારંવાર પેશાબ લાગે છે તો અપનાવો આ દેશી ઈલાજ  વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની ક્યારેક  જરૂર પડે તો, આ છાલને સાચવી રાખવા માટે  માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી. અથવા તો તડકે મુકીને પણ સુકવી શકો છો

તમારે કોઈ શાકનો વઘાર કરવા માટે ડુંગળીની જરૂર પડે છે ઘણી વખત એવું બને કે ઘરમાં સાવ ડુંગળી ન હોય તો જો ઘરમાં કાંદા ન હોય અને કાંડાની અવેજીમાં ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી. ગ્રેવી સ્વાદિષ્ટ બનશે આમ તમારા ડુંગળીની જરૂરિયાત પૂરી કરશે

ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે. તેમજ ચન્નાનો લોટ ફેસ વોસ કરવામાં પણ ઉપયોગી બને છે

ફ્લાવરને ખરીદતી વખતે તેમાં સાવ નાની નાની જીવત હોય છે જે આપણે દેખાતી નથી હોતી આમ ફ્લાવર માંથી જીવત દુર કરવા માટે ફ્લાવર  છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. આ ફ્લાવરને એકાદ કલાક પછી ધોવું આમ કરવાથી તેમાં રહેલ ઝીણી જીવાત નીકળી જશે.

લીલા મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે  લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. આલુ-મટર-પનીર તેમજ પનીર ટીક્કા મસાલા જેવા શાક સ્વાદિષ્ટ બનાવવા માટે થોડી કસૂરી મેથી નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.

વધારે  સમય પછી  જૂના બુટ પહેરવા કાઢો છો તો  ઘણા સમય પછી પહેરવા કાઢ્યા હોય તો તેનો ડંખ પડવાની શક્યતા વધી જાય છે. આમ ન થાય તે માટે જોડામાં અંદરના ભાગમાં કોપરેલ લગાડી રાખવું.

આખા વર્ષનું મરચું પાવડર સ્ટોર કરવા માટે મરચાંની ભૂક્કીને મીઠું તેમજ તેલવાળો હાથ ચોપડી બરણીમાં ભરવું. અરૂચિથી છૂટકારો પામવા એક ચમચી ફૂદીનાનો તાજો રસ,એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત ત્રણ દિવસ પીવું.

વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને  તેનું  પાણી નીતારી  અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.

ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here