આંખોની ફૂસી માંથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે. દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો. મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે. અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ જાય છે. તેની પટ્ટીના દૂધ કે તેની રાબને મધ સાથે આંખોમાં લગાવવાથી પણ નેત્ર રોગ ઠીક થાય છે.
કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ, રતાંધળાપણું વગેરે રોગ દુર થાય છે. ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે. ગુલાબજળનો આંખોમાં છંટકાવ કરો. જો જમણી આંખમાં દુ:ખાવો થાય તો ડાબા પગના નખ અને ડાબી આંખમાં દુ:ખાવો થાય તો જમના પગના નખ આંકડાના દૂધમાં પલાળો.
આંખોની ગરમી દુર કરવા શું કરવું જોઈએ?
આંકડાના દૂધને ક્યારે પણ આંખમાં ન નાખો. તેનાથી આંખોની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહે છે. જીરું અને મહેંદીને વાટીને ગુલાબજળમાં પલાળીને સવારે તેને ગાળી લો. થોડી એવી ફટકડી ભેળવો. તેનાથી આંખો ધોવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.
આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી
આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી તો દૂધના ત્રણ ટીપા નાખો. વાસાના ત્રણ ચાર ફૂલને ગરમ કરી આંખો ઉપર રાખવાથી ગોલકના સોજામાં રાહત મળે છે. શીશમના પાંદડાના રસને મધ સાથે આંખમાં નાખવાથી દુ:ખાવો ઠીક થાય છે. જે આંખમાં દુ:ખાવો હોય તેની ઉલટી તરફના કાનમાં લીમડાના પાંદડાનો રસ નાખવાથી આરામ મળે છે. લીમડાના પાંદડાનો રસ આંખમાં પણ લગાવી શકાય છે.
તલના ફૂલ ઉપર પડેલી ઓસ(ઝાકળ) આંખમાં નાખવાથી તમામ પ્રકારના રોગ દુર થાય છે. દાડમના પાદંડાનો રસ આંખમાં લગાવવાથી ખંજવાળ, આંખો માંથી પાણી વહેવું, પાપણમાં તકલીફ, વગેરે રોગ દુર થાય છે. પાંદડાની પેસ્ટ આંખ ઉપર રાખી શકાય છે. શિરીષના પાંદડાનો રસ આંખમાં લગાવવાથી રતાંધળાપણું, આંખોમાં દુ:ખાવામાં દ્રષ્ટિ વધારવામાં લાભ થાય છે. તેજપત્તાને વાટીને આંખમાં લગાવવાથી આંખોના જાળા અને ઝાંખપ મટી જાય છે. બોરના ઠળિયાને ઘસીને આંખમાં લગાવવાથી આંખોનું પાણી વહેવું બંધ થઇ જાય છે.
તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય :
પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.
બીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે.
ત્રીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.
પાંપણનો સોજો (BLEPHARITIS) આવે ત્યાએ શું કરવું અને તેને મટાડવાના ઉપાયો
આ રોગમાં પાંપણ સોજીને લાલ થઈ જવી, પાંપણ ચોંટી જવી, તેમાંથી રસી નીકળવી, આંખોમાં બળતરા થવી, પ્રકાશ સહન ન થવો, ધૂંધળું દેખાવું, પાણી પડવું તથા પાંપણ વળી કે ખરી જવા જેવાં લક્ષણો જોવા મળે છે. આ રોગ મોટેભાગે બંને આંખમાં એક સાથે થાય છે. ઘરગથ્થુ ઉપચારમાં આંખને ગરમ પાણીથી સાફ કરવી, ગરમ પાણીવાળા કપડાથી શેક કરો, ચહેરો તથા વાળને એન્ટી-ડેન્ડરફ શેમ્પૂથી ધોવા, સૂતા પહેલાં મેકઅપને અવશ્ય સાફ કરવો તથા એલર્જી હોય તેવા પદાર્થોથી દૂર રહેવું. ડાયાબિટીસ, ખીલ કે સોરાયસીસ જેવી બીમારી હોય તો યોગ્ય સારવારથી તેમને કાબૂમાં રાખવા. જો દુઃખાવો કે સોજો વધતો જાય. પાંપણમાં ચાંદા કે ફોલ્લાં થઈ જાય. દૃષ્ટિ ઝાંખી થવા લાગે તથા ઘરગથ્થુ ઉપચારથી ફાયદો થતો ન લાગે તો તાત્કાલિક આંખના રોગના નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આંખની જાળવણી કરવા અને આંખને સ્વસ્થ રાખવા માટે ખાસ આ નિયમોનું પાલન કરો
આંખોને તંદુરસ્ત રાખવા માટે ખાસ પૈષ્ટીક ખોરાક ખાવો જોઈએ, નિયમિત કસરત કરવ જોઈએ તેમજ ખાસ કરીને પૂરતી ઊંઘ કરવી જોઈએ , નીયમીતની આંખોની યોગ્ય સફાઈ કરવી જોઈએ, ધૂળ ધુમાડા અને તડકામાં જતા પહેલા સનગ્લાસીસ દ્વારા આંખનું રક્ષણ કરો, આંખમા કોઈ પણ તકલીફ ન હોય તો પણ વર્ષ મા એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ અવશ્ય કરાવવી.
આંખમાં તકલીફ ન હોય તો પણ વર્ષમાં એકવાર આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવવી જોઈએ