ઉપવાસ કરવો એ સ્વાસ્થય માટે ફાયદાકારક છે કે નહીં તે જાણવા વાચો

આસ્થા સાથે કરવામાં આવતા ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન ગણાય છે ચોમાસા ની સિઝન અને શ્રાવણ મહિના .ના આગમન પહેલાં થી જ અનેક વ્રત-ઉપવાસ ની શરૂઆત થઈ જાય છે.વ્રત દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે. આમ તો, વ્રત અને ઉપવાસનો સંબંધ આસ્થા સાથે જોડાયેલો છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તે ઉપરાંત

ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્ત્વ રહેલું છે. સ્વાસ્થ્ય માટે તેને સૌથી સારી ઔષધિ પણ માનવા માં આવે છે. આયુર્વેદ માં શરીરમાં થી ઝેરી તત્ત્વો કાઢવા ની (ડિટોક્સિફિકેશનની) વાત કરવામાં આવી છે. ધાર્મિક માન્ય તાથી કરવામાં આવતા ઉપવાસ શરીરને સ્વસ્થ રાખે છે.

  • શરીર સ્વસ્થ રહે છે

વ્રત કે ઉપવાસમાં એક ટાઈમ ભોજન કરવામાં આવતું હોવા થી શરીરને ઘણા ફાયદા થાય છે. જો આપણે એક દિવસનો ઉપવાસ રાખીએ અને માત્રપાણી જ પીએતો આપણું આયુષ્ય બીજા ની સરખામણી કરતાં 5% ટકા વધી જાય છે. જે લોકો દરરોજ ભોજન કરતા હોય છે અને ઉપવાસ નથી કરતા તેમનું આયુષ્ય ઉપવાસ કરનારાઓની સરખામણીમાં ઓછું રહે છે. જે લોકો ઉપવાસ કરતા હોય છે તેમનું શરીર સૌથી વધારે સ્ફૂ ર્તિલું રહે છે. ઉપવાસથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધે છે. ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે.

પેટની બીમારી માટે ઉપવાસનું વિશેષ મહત્ત્વ હોય છે. ઉપવાસ કરવાથી પેટ સંબંધી બીમારીમાંથી જલ્દી છૂટકારો મળે છે.દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહ માં એક વખત ઉપવાસ કરવો જોઈએ .સાત્વિક ખોરાકથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. ઉપવાસ થી તમે કેન્સર જેવી બીમારીને પણ દૂર રાખી શકો છો. ઉપવાસ કરવાથી કેન્સર ટ્યુમરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેટલા ઉપવાસ કરીએએટલી શરીરમાં એનર્જી વધેછે ઉપવાસ નાદિવસે સાત્વિક ભોજન કરતીવખતે લસણડુંગળીઅને માંસા હારથી દૂર રહેવું અને બને ત્યાં સુધી ફ્રૂટનું સેવન કરવું ઉપવાસ કરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે અને ડાયાબિટિસ – કેન્સર જેવી બીમારીનું જોખમ ઘટી જાય છે.

ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખવાની મહત્વની ટિપ્સ:

પૂરતા પ્રમાણમાં  પાણી પીઓ. તમારી નિયમિત  કસરત બંધ ન કરો. જો તમને તમારું એનર્જી લેવલ થોડું ઓછું લાગે તો તમે કસરતનો સમય થોડો ઘટાડી શકો છો. પણ સાવ બંધ ના કરવી જોઈએ ખૂબ ફળો ન ખાવા જોઈએ , કારણ કે ફળોમાં કુદરતી ખાંડ પણ હોય છે જે તમારું વજન વધારી શકે છે.

  • વજન ઓછું થાય છે

વ્રત રાખવાથી શરીરમાંથી એવા હોર્મોન્સ નીકળતા હોય છે જે ફેટી ટિશ્યૂને તોડવામાં મદદ કરે છે, જેથી તમારું વજન ઘટે છે. થોડાક સમય માટે ઉપવાસ રાખવા થી શરીરનું મેટાબોલિઝમ ઝડપથી વધે છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે તેમજ પાચનતંત્ર પણ સુધરે છેતે ઉપરાંતરોગ પ્રતિકારક શક્તિ વધે છે પોસ્ટ વાાચીનેશેર જરૂર કરજો

ઉપવાસ બાદ કેટલીક ટીપ્સને અનુસરવાની જરૂર છે:

દૈનિક ધોરણે ધીમે ધીમે ખાવાની વાનગીઓ ઉમેરવાનું શરૂ કરો.. તાત્કાલિક બહારનું ખાવાનું શરૂ ન કરવું. 2 થી 3 દિવસ સુધી રાહ જોવી અને એ પછી ખાવું અને તે પણ ખૂબ ઓછી માત્રામાં ખાવું લંચ અથવા ડિનર, એ કોઈ પણ મીલમાં મીઠાનું પ્રમાણ ઓછું લેવું. એક અઠવાડિયા પછી ભોજનની જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી શકો છો. બે ભોજન વચ્ચે ફળ અથવા સૂપ લેવાનું પસંદ કરો. જો તમે કોઈ કારણસર કસરત બંધ કરી હોય તો તરત જ ધીરે ધીરે શરૂ કરો

Leave a Comment