વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે જરૂર જાણો તેના વિશે વધુમાં

વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે. શું તે ખરેખર મોટી બીમારી નોતરે છે? વગેરે સવાલો લોકોના મનમાં રહેલા છે

વાતાવરણમાં અચાનક ફેરબદલ અથવા વાયરસના સંક્રમણના લીધે આવતા તાવને વાયરલ ફીવર અથવા વાયરલ તાવ કહેવામાં આવે છે. વાયરલ તાવ મોટાભાગે છોકરાઓમાં અને વૃદ્ઘોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય તેવામાં વધારે જોવા મળે છે. વાયરલ તાવ, વાયરલ ઇન્ફેક્શનના લીધે પણ હોઇ શકે છે. વાયરલ ઇન્ફેક્શન આપણા શરીરના કોઇ ભાગમાં જેમકે આંતરડા, ફેફસાં, ગળુ વગેરેમાં થઇ શકે છે. જેના લીધે ૧૦૨-૧૦૪ સેલ્સિયસ જેવો વધારે તાવ આવી શકે છે. વધારે તાવ આવવો એ આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વાયરસ સાથે લડી રહી છે તેનું ચિન્હ છે.ઘણી વખત લોકો જાતે મેડિકલ પરથી ઉટપટાંગ દવાઓ લઇ લેતા હોય છે. જે ખરેખર હિતવાહ હોતું નથી. વગર કારણની એન્ટીબાયોટિક્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી કર દે છે અને વળ એન્ટીબાયોટિક્સથી બેક્ટેરિયા મરે છે. વાયરસ નહીં. ઘણી વખત સારા બેક્ટેરિયા પણ કે જે શરીર માટે મહત્વના હોય તે પણ એન્ટીબાયોટિક્સની આડઅસરથી મરી જતા હોય છે. તેથી ડોક્ટરની સલાહ વગર એનટીબાયોટિક્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. શરીરમાં તાવ બે-ત્રણ દિવસથી વધારે અને શરીરનું તાપમાન ૧૦૧થી ૧૦૪ સેલ્સિયસ સુધીનું રહે તો જલદીથી ડોક્ટરને બતાવી યોગ્ય સારવાર લેવી જોઇએ. લક્ષણો વાયરલ તાવ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને થઇ શકે છે. વાયરલ તાવ ચેપી હોઇ શકે છે. જે વ્યક્તિ બીમાર હોય, જ્યારે તે છીંકે અથવા થૂંકે તો તેમની છીંક અથવા થૂંકમાં રહેલા વાયરસના સંક્રમણો બીજી વ્યક્તિને ચેપ લગાડે છે અને એ વ્યક્તિની જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે વ્યક્તિ જલદી બીમાર પડે છે. આવી રીતે વાયરલ તાવ હવાથી, પાણીથી પણ ફેલાય છે. વાયરલ તાવના લક્ષણો આ મુજબ છે…- આંખ લાલ થઇ જવી – શરીરનું તાપમાન ૧૦૧થી ૧૦૪ સેલ્સિયસ અથવા તેથી પણ વધુ થઇ જવું – શરદી, ઉધરસ – સાંધામાં દુખાવો અને શરીરનું તૂટવુ – થાક લાગવો – ભૂખ ન લાગવી – માથુ ભારે રહેવું અને દુ:ખવું – સૂઇ ગયા પછી ઊઠવું થોડુ મુશ્કેલ લાગવુ – કમજોરી, ચક્કર – ચામડી પર લાલ ચામઠા પાડવા – ગળામાં દુ:ખાવો – ઝાડા-ઉલટી થવા તપાસ વાયરલ તાવ ઘણા બધા અથવા થોડા લક્ષણો લઇને આવે છે. તેથી તપાસ શું કરવી એ થોડું મુશ્કેલ રહે છે. લોહીની તપાસની ખૂબ જ અગત્યતા રહેલી છે. વાયરલ તાવને મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુથી જુદા પાડવા માટે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત પેશાબની તપાસ પણ કરવામાં આવે છે. સારવાર જો વાયરલ તાવની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. વાયરલ તાવ ૮થી ૧૦ દિવસમાં મટી જતો હોય છે, પરંતુ તેમ છતાં ડોક્ટર પાસે જઇને યોગ્ય સારવાર કરાવવી જરૂરી છે. વાયરલ તાવ હોય તો પાણી વધારે પીવું. યોગ્ય સારવાર ન મળતા થતી તકલીફો – શરીરમાં પાણી ખૂબ જ ઓછુ થઇ જવું (ડિહાઇડ્રેશન) – વધારે પ્રમાણમાં તાવના લીધે ભ્રમ થવા લાગે છે – પેરાલિસિસ, કિડની ફેલ્યિર, શ્વસનતંત્ર ફેલ્યિર, લિવર ફેલ્યિર વગેરે – વાયરલ ફિવરની યોગ્ય સારવાર કરાવવી જોઇએ – ડોક્ટરે આપેલી દવાનો પૂરો કોર્સ કરવો જોઇએ – અધૂરી દવાનો કોર્સ આપણા શરીરને નુકસાન કરે છે

આઇરusesસ એ આનુવંશિક પદાર્થોના નાના કણો (ક્યાં તો ડીએનએ અથવા આરએનએ) હોય છે જે પ્રોટીન કોટથી ઘેરાયેલા હોય છે. કેટલાક વાયરસ પણ ફેટી “પરબિડીયું” આવરી લે છે. તેઓ પોતાના પર પુનrodઉત્પાદન કરવામાં અસમર્થ છે. વાયરસ તેમના જીવંત જીવંત જીવંત જીવંત જીવન પર તેમના જીવનનિર્વાહ માટે આધાર રાખે છે. વાયરસને ખરાબ ર rapપ મળે છે, પરંતુ તે મનુષ્ય, છોડ, પ્રાણીઓ અને પર્યાવરણ માટે પણ ઘણાં મહત્વપૂર્ણ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે, કેટલાક વાયરસ હોસ્ટને અન્ય ચેપ સામે રક્ષણ આપે છે. વાયરસ જુદી જુદી જાતિઓમાં જીન સ્થાનાંતરિત કરીને ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં પણ ભાગ લે છે. બાયોમેડિકલ રિસર્ચમાં, વૈજ્ .ાનિકો કોષોમાં નવા જનીનો દાખલ કરવા માટે વાયરસનો ઉપયોગ કરે છે.

જ્યારે મોટાભાગના લોકો “વાયરસ” શબ્દ સાંભળે છે, ત્યારે તેઓ સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા, ચિકનપોક્સ, હ્યુમન ઇમ્યુનોડિફિશિયન વાયરસ (એચ.આય. વી), સાર્સ-કોવી -2 અને અન્ય જેવા રોગ પેદા કરતા (રોગકારક) વાયરસ વિશે વિચારે છે. વાયરસ શરીરના ઘણા ભાગોને અસર કરી શકે છે, જેમાં પ્રજનન, શ્વસન અને જઠરાંત્રિય પ્રણાલીનો સમાવેશ થાય છે. તેઓ યકૃત, મગજ અને ત્વચાને પણ અસર કરી શકે છે. સંશોધન દર્શાવે છે કે વાયરસ ઘણા કેન્સરમાં પણ સંકળાયેલા છે.

Leave a Comment