આ પ્રકારનાં ફૂડ કલર કુદરતી સ્ત્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે અનનાટો કેરમલ કેરોટીન અને સેફ્રોન. આવા કુુદરતી રીતે મળી રહેતા પીગમેન્ટ (કલર) ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.
કલોરોફીલઃ કલોરોફીલ પ્રોસેસ પ્રોડકસનને લીલો રંગ બક્ષવા સક્ષમ હોય છે. આ કલોરોફીલ પીગમેન્ટ ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીમાં રહેલાં હોય છે,જેમાંથી એકસ્ટ્રેકટ કરી આવા કલર તૈયાર કરવામાં આવે છે. કોબી અને લેટયુસ જેવા શાકભાજીમાંથી તે સારી રીતે મળી રહે છે.
કેરોટોનોઈડઃ કેરોટોનોઈડ નારંગી પીળો રંગ ફૂડ પ્રોડકટને આપે છે. આ પ્રકારનાં પીગમેન્ટ ગાજર કેરી સંતરા અને કોળા વિગેરેમાંથી મળી રહે છે.
એન્થોસાયોનીનઃ :એન્થોસાયોનીન સામાન્ય રીતે પરપલ, વાદળી અને લાલ રંગ ફૂડ પ્રોડકટને આપે છે. એન્થોસાયોનીન જુદા – જુદા ફળ અને શાકભાજી જેવા કે ચેરી, દ્રાક્ષ, સફરજન અને લાલ પ્રકારની કોબીજ વગેરેમાંથી એકસ્ટ્રેકટ કરવામાં આવે છે.
એન્થોક્ષાનથીનઃ : આ પ્રકારનો કુદરતી કલર બટાટા અને ફલાવર જેવા શાકભાજીમાંથી મેળવવામાં આવે છે. એન્થોક્ષાનથીન ક્રીમીથેલો અને ક્રીમીવાઈટ જેવો કલર બક્ષે છે
બેટાલેઈનઃ :બેટાલેઈન લાલ અને પીળો રંગ આપવા સક્ષમ હોય છે. બેટાલેઈન બીટરૂટ, કેકટસફૂટ અને ચોકકસ પ્રકારનાં ફૂલમાંથી મેળવવામાં આવે છે.
કુત્રિમ ફૂડ કલરઃ
આ પ્રકારનાં ફૂડ કલર કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં કલરને એઝોડાઈ અથવા સીનથેટીક ડાઈ પણ કહેવામાં આવે છે. આવા કૃત્રિમ કલરનો વપરાશ ઘણા બધા દેશોમાં વર્જીત છે. આપણાં દેશમાં ફૂડ પ્રોડકટસ ઓર્ડર (એફપીએ) મુજબ કેટલાંક કલરના વપરાશની પરવાનગી આપેલ છે. જેમાં લાલ, પીળો, લીલો અને વાદળી કલરનો તેના પરમીટેડ કલર ઈન્ડેક્ષ મુજબ સમાવેશ કરવામાં આવેલ છે. સામાન્ય રીતે કૃત્રિમ રીતે તૈયાર થયેલ કલર ફૂડ પ્રોડકટને એકધારો કલર આપવા સક્ષમ હોય છે. આવા કલર સામાન્ય રીતે પાવડર અથવા રેડી–ટુ–યુઝ સોલ્યુશનનાં સ્વરૂપમાં મળતા હોય છે.