લસણનું સ્વાદિષ્ટ અથાણું

0

300 ગ્રામ કળીઓ વિનાનું પહાડી લસણ,
1 કપ સરકો,
1 ચમચી વાટેલી વરિયાળી,
1 ચમચી વાટેલી મેથી,
1 ચમચી વાટેલું જીરું,
1 ચમચી મરચું,
100 ગ્રામ ગોળ, 20 ગ્રામ વાટેલું આદુ,
50 ગ્રામ રાઈ, 10 ગ્રામ કિશમિશ,
250 ગ્રામ તેલ, 30 ગ્રામ તલ,
1 મોટો ચમચો હળદર,
1 મોટો ચમચો મરીનો પાઉડર,
1-1/2 ચમચી મીઠું.

રીત :
 
સૌપ્રથમલસણને છોલી તેમાં ચીરો કરી વાટેલી વરિયાળી અને મેથી ભરી દો. હવે બે મોટાચમચા તેલ લઈ તેમાં આદુ સાંતળો. આદુ લાલ રંગનું થાય એટલે એ જ તેલમાં મીઠું,હળદર, મરચું, મરીનો પાઉડર અને જીરું ભેળવો. તલ અને કિશમિશ પણ તેમાં નાંખીદો. આ આદુવાળા મિશ્રણમાં ભરેલું લસણ નાંખી ધીમી આંચ પરથી ઉતારી લો. તેમાંરાઈ ભેળવો. સરકામાં ગોળ નાંખી ગરમ કરો. તેના 1-2 ઊભરા આવવા દો. સાફબરણીમાં પહેલાં લસણનું મિશ્રણ ભરો. તે ઠંડુ થાય એટલે તેના પર ગોળવાળો સરકોરેડો. ચાર કલાક પછી ગરમ કરીને બાકીનું તેલ પણ રેડી દો. આ અથાણું હૃદયરોગતથા ડાયાબિટીસના દર્દી પણ ખાઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here