ગરમાગરમ ચાની ચૂસકી લેવાની ટેવ હોય તો છોડી દો, અન્નનળીનું કેન્સર થઈ શકે છે

Health tips સૌથી વધુ ચા પીનારા લોકોની સંખ્યા ભારત માં સૌથી વધુ છે. કેટલાક લોકોને તો દર કલાકે-કલાકે ચા પીવા ની લત લાગેલી હોય છે. તો કેટલાક લોકો હજી ટેબલ પર ચા મૂકાય કે તરત જ ગરમાગરમ ચાની ચૂસકી લઈ લે છે. જો તમ ને પણ આવી ગરમાગરમ ચા પીવાની ટેવ હોય તો છોડી દો તા જેતરમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમ ચા પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે. અને કેન્સર થઈ શકે છે. આ અભ્યાસ અમેરિકન કેન્સર સોસાયટી દ્વારા કરવામાં આવ્યો છે.

ચાના શોખીનો ચેતી જાય એ માટે તાજેતરમાં જ એક અભ્યા સ બાદ નીકળે લા તારણ પરથી દાવો કરવા માં આવ્યો છે કે ગરમ ચા પીવાથી ઈસોફિગસ (અન્નનળી)નું કેન્સર થવાનું જો ખમ વધી જાય છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર, જે લોકો રોજિંદા 75 ડિગ્રી સેલ્સિયસ પર ચા પીવે છે તેમના માં . આ કેન્સર થવા નું જોખમ બમણું થઈ જાય છે. તેમજ સંશોધકો ચા પીવાની રીત જણાવતા કહે છે કે, ઉકળતી ચા આવી હોય એ ક્યારેય ન પીવી. જો ચા કપમાં નાખ્યા બાદ 4 મિનિટ સુધી ન પીવામાં આવે તો કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે.

અમેરિકન કેન્સર સોસાયટીના લીડ ઓથર ફરહાદ ઈસ્લામીના જણાવ્યા અનુસાર, ઘણા લોકો ચા, કોફી અથવા બીજા હોટ ડ્રિંક ગરમાગરમ પીવે છે. જેના કારણે અન્નનળીનું કેન્સર થઈ શકે છે આ અભ્યાસ માં 50,045 લોકો સામેલ . કરવા માં આવ્યા હતા. જેમ ની ઉંમર 40થી 75 વર્ષ હતી. આ . તમામ લોકો ને તેઓ ક્યારે ચા પીવે છે અને કેટલી ડિગ્રી . સેલ્સિયસ પર પીવે છે એ વિશે યાદ રાખવાનું કહેવા માં આવ્યું હતું. આ રિસર્ચ વર્ષ 2004થી 2017 દરમિયાન કરવા માં આવ્યું હતું. જેમાં 317 લોકોમાં અન્નનળીનું કેન્સર જોવા મળ્યું આ અભ્યા સનું તારણ એ નીકળ્યું કે દરરોજ 60 ડિગ્રી સેલ્સિયસ અથવા તેના કરતા વધુ ગરમ ચા પીવામાં આવે તો ગ્રાસનળી એટલે કે અન્નનળીનું કેન્સર થવાનું જોખમ 90% સુધી વધી જાય છે.

ગુપ મા જોડાઈ ને તમારા બધા મિત્રો એડ કરો નીચે આપેલી લિંકખોલોhttps://www.facebook.com/gujaratirecipeandhelth/

Leave a Comment