ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી ગયું બરા બર ને… … ખાલી ખાલી નામ જ નથી લેવાનું . આજે તો આપણે ગુલાબજાંબુ બનાવીને ખાવાના છે .

  • સામગ્રી :
  • ૧.૨ લીટર દૂધ
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચી એલચી પાઉડર
  • ૩ ચમચી તપકીર
  • ૫ નંગ પીસ્તાની કતરી
  • તળવા માટે ઘી અથવા તેલ
  • બનાવવાની રીત :

પહેલા માવો બનાવવા માટે પહોળા વાસણમાં દૂધ નાખી ઉકળવા મુકો.દુધને હલાવતા રહો .એકાદ કલાકમાં દૂધમાંથી સરસ માવો તૈયાર થઇ જશે .માવો તૈયાર થઇ ગયો એટલેએક પ્લેટમાં તેને કાઢી લો.એક પહોળા વાસણમાં ખાંડ નાંખી તેમાં ૧.૫ કપ્ પાણી નાંખી ચાસણી કરવા મુકો.ચાસણી એક તાર થી ઓછી હોય ત્યાં જ ગેસ બંધ કરી દો હવે માવામાં તપકીર અને એલચી પાઉડર નાંખી માવાને મસળો.તેમાં જરૂર જણાય તેટલું દૂધ નાંખી નાના ગોળા વાળો. IMG_8061લોયામાં તેલ મૂકીગરમ કરવા મુકો.ગરમ તેલમાં ગોળા નાંખી ધીમા તાપેતળો
તળાયેલા ગોળાને ચાસણીમાં નાંખી દો એક કલાક ચાસણીમાં રહેવા દો .પીરસતી વખતે ગુલાબજાંબુ ઉપર પીસ્તાની કતરી છાંટીને પીરસો IMG_8071માવો ઘરે બનાવી શુદ્ધ માવાના ગુલાબજાંબુ બનાવી ફરાળમાં પણ ઉપયોગમાં લઇશકાયમાવો બહારથી ખરીદીને પણ સરસ ગુલાબજાંબુ બનાવી શકાયમાવો બહારથી લાવ્યા હોય ત્યારે એને ખુબ સારીરીતે મસળવો પડે.
ગુલાબજાંબુનો સ્વાદ વધારવા માટે માવામાં થોડુ પનીર મિક્સ કરી દો પછી ગુલાબજાંબુ બનાવો તેનો સ્વાદ પણ વધશે અને દેખાવમાં પણ આકર્ષક લાગશે.ટિપ્સ 2  ઘરે ગુલાબજાંબુ બના વતી વખતે તળવા માટે ઘીમાં બે ચમચી તેલ પણ મિક્સ કરીદો આથી ઘી ગુલાબજાંબુ પર જામશે નહી તમારા ગુલાબ જાંબુ ઘીમાં તળતી વખતે તૂટીરહ્યા હોય તો થોડો માવોમિક્સ કરી દો

Leave a Comment