ગુંદાનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત

મિત્રો, ઉનાળાની આ ઋતુમાં ગુજરાતમાં અથાણાં બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ! સૌથી પહેલા ગૂંદા, એ પછી મુરબ્બો અને પછી અથાણાં બનાવવાની આ મોસમમાં ગૂંદા અગ્રસ્થાને રહે છે. તો ચાલો આજે જોઈએ ગુંદાનું અથાણું બનાવવાની સરળ બે રીતો.

ગુંદા નું અથાણું બનાવવા માટે જરૂરી સમગ્રી :

  • 1 કિલો ગૂંદા-મોટાં
  • 2 કિલો મેથીનો સંભાર (કેરીના અથાણા પ્રમાણેનો)
  • 2.5 કિલો કેરી.
  • 200 ગ્રામ મીઠું
  • 1.25 કિલો તલનું તેલ

ગુંદા નું અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ ગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી ને મીઠાનો હાથ લઈ બિયાં કાઢવાં. વાંસની સળીથી પણ બિયાં કાઢી શકાય છે. તેમાં દાબીને મેથીનો સંભાર ભરવો. હવે, કેરીને ધોઈ કટકા કરી, મીઠામાં રગદોળી, એક દિવસ અગાઉ આથી રાખવા. બીજે દિવસે કપડા ઉપર પાથરી બરાબર કોરા કરવા. એક કથરોટમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખી, મસાલો નાંખવો. બરણીમાં એક થર કેરીનો અને એક થર ગૂંદાનો એમ ભરવું. ઉપર કેરીનો થર રાખવો. તેના ઉપર મેથીનો સંભાર પાથરવો અને થોડું તેલ નાખવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાખવું.

ગુંદાનું શાક બનાવવાની રેસીપ વાંચવા અહી ક્લિક કરો

રાઈ અને મેથીના મસાલાથી બનાવો એકદમ ટેસ્ટી ગુંદાનો સંભારો બનાવવાની રીત વાંચવા અહી ક્લિક કરો | gunda no sambharo | testy gunda | masala gunda

ભરેલા ગુંદા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી :

  • 1 કિલો ગૂંદા-મોટાં
  • 1 કિલો મેથીનો સંભાર, (કેરીના અથાણા પ્રમાણેનો)
  • 1 કિલો કેરીરાજાપૂરી અથવા રેષા વગરની
  • મીઠું
  • હળદર પ્રમાણસર
  • 1 કિલો તેલ

ભરેલા ગુંદા નું અથાણું બનાવવાની રીત :

સૌ પ્રથમ કેરી છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી રહેવા દેવું. પછી નિચોવી, પાણી કાઢી, તેમાં મેથીનો સંભાર ભેળવી દેવો. ગૂંદાને ધોઈ, કોરાં કરવા. પછી ભાંગી, બિયાં કાઢી, તેમાં કેરીનું છીણ મેળવેલો મેથીનો સંભાર દાબીને ભરવો. થોડા તેલમાં રગદોળી ગૂંદા બરણીમાં ભરી લેવાં. ઉપર વધેલો સંભાર પાથરી દેવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાખવું.

Leave a Comment