ટામેટા અને ડુંગળીની ચટણી

આ ચટણીમાં જે સ્વાદ છે એ કદાચ જ તમને કોઈ ચટણીમાં મળી શકે. આ ચટણી તમારા રસોડામાં રહેલ શાકભાજીમાંથી જ બનશે. જાણો શુ શુ જોઈએ તે બનાવવા માટે..
જરૂરી સામગ્રી – 2 ટામેટા, 2 ડુંગળી, એક નાનો ટુકડો આદુ, 2-3 લીલા મરચા, એક વાડકી ધાણા, અડધી ચમચી જીરુ, એક ચપટી હિંગ, 4 લસણની કળીઓ છોલેલી.

બનાવવાની રીત – સૌ પહેલા ટામેટાને ધોઈને ટુકડામાં કાપી લો.
– ડુંગળીને પણ છોલીને નાના ટુકડામાં કાપી લો.
– મિક્સર જારમાં લીલા મરચા, લસણ, આદુ, લીલાધાણા, જીરુ અને હિંગ નાખીને ઝીનુ વાટી લો.
– પછી તેમા ટામેટા અને ડુંગળી નાખીને 1-2 મિનિટ સુધી વાટી લો.
– ટામેટા-ડુંગળીની ચટણી તૈયાર છે.
– રોટલી પરાઠા અને ડોસા સાથે આ ચટણીનો સ્વાદ માણો.
ટામેટા અને ડુંગળીની ચટણી (tometo onion chatni)બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો

તમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું #facebook પેઝ #like અને #share કરો

Leave a Comment