વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો લસણ અને ડુંગળીનો કરો આ ઉપાય

0

લસણ અને ડુંગળીનો આ ઉપાય કરશો તો  ખરતા વાળની પરેશાનીથી કાયમી છૂટકારો મળશે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યાથી દરેક વ્યક્તિને ખુબ  પરેશાન કરે  છે. રાસાયણિક ભરેલા ઉત્પાદનો તેમજ કેમિકલ યુક્ત તેલ અને શેમ્પુ  તેમજ અનિયમિત ખાનપાનની આદતોના કારણે વાળ ખરવાની ની સમસ્યાઓ થવી સામાન્ય છે. વાળ ખરવાની સામાન્ય સમસ્યા બરાબર છે, પરંતુ જો તે વધુ પડતા ખરે તો તે માનસિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની ચીજોનો ઉપયોગ કર્વાનું શરુ દે છે . ઘણી વાર આ બાબતો સારૂ પરિણામ આપે છે , ઘણી વખત તેનું જોઈતું પરિણામ નથી મળતું હોતું. જો તમને પણ વાળ ખરવા કે  તૂટવાની સમસ્યા પરેશાન કરી રહી છે તો  તમારાં માટે આ ઘરગથ્થુ ટિપ્સ ઘણી જ કામની છે. આ માટે આપે બજારમાંથી કંઇજ લાવવાની જરૂર નથી. બધી જ વસ્તુઓ તમારા ઘરમાં ઉપલબ્ધ હશે જ.

તો નોંઘી લો કેવી રીતે બનવાવવું ખરતા વાળ રોકવા માટેનું તેલ. તેલ બનાવવા માટે જરૂરી  સામગ્રી : ૧ પીસ કાપેલી ડુંગળી , લસણ ૭-૮ કળી, આમળા ૨-૩ પીસ કાપેલા તાજા , એરંડાનું તેલ એટલે કે કસ્ટર ઓઇલ ૧ ચમચી , નાળિયેર તેલ ૨ ટીસ્પૂન . આ તેલનો અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરવાથી વાળ ખરતાં કાયમી બંઘ થશે અને નવા વાળ પણ ઉગશે .

તેલ બનાવવાની રીત : આ તેલ બનાવવા માટે એક બાઉલમાં નાળિયેર અને એરંડાનું તેલ નાખી બરાબર મિક્ષ કરો  આ પછી આ તેલમાં લસણ , ડુંગળી અને આમળા નાખીને ઉમેરો . , હવે આ મિશ્રણને ઘીમા તાપ  પર ૫ થી ૭ મિનિટ સુધી ગરમ કરો . , તેલ ઠંડુ થાય એટલે તેને ચાળણી ની મદદથી ચાળવું અને લસણ ડુંગળી અને આમળા ને અલગ કરો . ,આ  તેલ વાળ પર લગાવવા માટે તૈયાર છે. આ તેલની માલીસ તમારા વાળમાં કરો  કેવી રીતે તેલનો ઉપયોગ કરવો ?

જો શક્ય હોય તો આ તેલનો દરરોજ ઉપયોગ કરો . જો તમે ઇચ્છો , તો તમે આ તેલનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો . આ તેલના ઉપયોગથી વાળ ખરવામાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે. વળી , આ તેલ એવા લોકોની મદદ કરશે કે જેમણે માથામાંથી વાળ ગુમાવી દીધા છે. આ તેલથી વાળ ખરવાનું તો બંધ થશે જ પરંતુ નવા વાળ પણ ઉગશે. તો હવે તમારે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન થવાની જરૂર નથી આ તેલ નિયમિત તમારા વાળમાં માલીસ કરવાથી જરૂર ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here