હરસ મસા, ભગંદર ઓપરેશન વગર થશે દૂર ઘરે કરો આ સરળ ઈલાજ

સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામંથી પડતું લોહી બંધ થઈ જાય છે.

. . રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે . . . કબજિયાત પાઈલ્સ થવાનું એક મોટું કારણ હોવાથી તેને કંટ્રોલમાં રાખવા રોજ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું . જેથી પેટ સાફ થઈ જાય . • રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ – મસામાં ફાયદો થાય છે . . . દરરોજ બે – ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે . દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે . ચણા બરાબર દેશી કપૂર કેળા સાથે મિક્સ કરીને ખાઓ . આનાથી પાઈલ્સ બેસી જાય છે અને દુખતા નથી . નવશેકા પાણીમાં અડધી ચમચી હરડેનો પાઉડર મિક્સ કરીને લેવો . આનાથી પેટ સાફ રહે છે અને પાઈલ્સની સમસ્યા પણ દૂર થાય છે . પાઈલ્સની પ્રોબ્લેમમાં થોડાં દિવસ રોજ રાતે 1 કપ ગરમ દૂધમાં 1 ચમચી દીવેલ મિક્સ કરીને પીવો . આનાથી ઘણો આરામ મળે છે . પાઈલ્સ પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર – પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે . મસા મટી જાય છે .

– સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસા મટે છે.કળથીના લોટની પાતળીરાખ પીવાથી હરસ-મસા મટે છે.

ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને પાણી પીવાથી અથવા કોથમરીનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે.

એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે. ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.

કોથમરીને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે. જીરાને વાટી તેની લુગડી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલ અને ખુબ દુઃખતા મસા અંદર જાય છે.

ચોખી હળદરનું વસ્ત્રાગણ ચુર્ણ કરી પાણી સાથે રાત્રે સુતી વખતે લેવાથી મસા મટે છે. કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.

જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંઘવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.- સુંઠ જીરૂં સિંઘવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે. ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.- કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.

હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ તરત જ ચસકા બંધ થાય છે.

Leave a Comment