ઉપયોગમાં આવે તેવી 13+ ઘરગથ્થુ હેલ્થટીપ્સ

1). વધુ પડતી મીઠાઈ ખાવાથી શરદી થઈ ગઈ હોય તો ગોળ , ઘી અને સુંઠની લાડુડી બનાવીને તેને સવાર – સાંજ ખાવાથી રાહત થાય છે . 2). છાશમાં હળદર અને જુનો ગોળ મેળવીને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે અને બહાર નીકળી જાય છે . ૩) માખણ , મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો હોય તો તે મટી જાય છે . 4). લકવાના રોગીને ગોદંતી ભસ્મ અને ચોપચીની ચૂર્ણ 10 ગ્રામ લઈ તેમાં ઝેરકચોલાનું ચૂર્ણ મેળવી સારી રીતે ઘૂંટી મિશ્ર કરી સવાર સાંજ 3 ગ્રામ મધ કે પાણી સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે .

5). કોઈ પણ ગૂમડું પાકીને ફૂટી ગયું હોય તો તેના ઉપર લીમડાના પાન વાટીને : લુગદી બનાવીને ચોપડવાથી ધા ઝડપથી રૂઝાઈ જાય છે 6). રાત્રે સુતી વખતે તુલસીના પાન માથા નીચે તકીયાની ઉપર મૂકી રાખીને સૂવામાં આવે તો માથામાંની જૂ નાશ પામે છે . 7). ખટમીઠાં દાડમના 100 ગ્રામ રસમાં 20 ગ્રામ સાકર મેળવીને રોજ બપોરે ( ઉનાળામાં ખાસ ) પીવાથી નસકોરી ફુટતી બંધ થઈ જાય છે . 8) દહીંની છાશ બનાવતી વખતે તેમાં સંપુર્ણ પાણી નાખવાને બદલે થોડું પાણી અને થોડું દૂધ નાંખવાથી છાસ વધુ સ્વાદીષ્ટ અને ક્રીમી બને છે . 9) ગાયના ઘી માં જામફળ અને સૂંઠ ઘસી ચટાડવાથી શરદીમાં થતી તકલીફમાં રાહત થાય છે . 10). કાપેલું બીટ લાંબો સમય સુધી તાજું રાખવા માટે મીઠું અને બે ટીપાં લીંબુનો રસ નાખી રાખો બીટનો રંગ પણ જળવાઈ છે .

11) ગેસને લીધે સોજા ચડ્યા હોય તો તુલસીનો રસ ધી અને કાળા મરીનો ભૂકો કરી દિવસમાં બે વખત પી જવાથી અચૂક ફાયદો થાય છે , 12). કેટલાક લોકોને વિનેગરની એલર્જી હોય છે . આવા લોકો વિનેગરના સ્થાને લીંબુના રસનો ઉપયોગ કરી શકે છે . 13) વરસાદમાં પલળીને આવ્યા પછી તુલસીનો કે આદુનો ઉકાળો પીવાથી શરદી લાગશે નહિ .14) થોરના દૂધનો પેટ ઉપર લેપ કરવાથી પેટનો દુખાવો ચોક્કસ મટી જાય છે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment