બટાકા બાફતી વખતે બટાકા વધુ બફાઈ જવાથી ફાટી જતા હોય છે તો આ ટિપ્સ અપનાવશો તો બટાકા બાફતી વખતે ફાટશે નહીં બટાકા બાફતી વખતે તેમાં વિનેગપર અને મીઠું નાખવાથી બટાકા વધુ બફાઇ તેમજ ફાટી જતા નથી.
સોસ બનાવતી વખતે સોસમાં સ્વાદ વધારવા માટે સોસમાં ગળપણ વધારવા માટે સાકર ઉમેરવાની બદલે ગાજરનો ઉપયોગ કરો સોસમાં ગળપણ લાવવા માટે સાકર ઉમેરવાની બદલે ગાજર નાખવા.
ઢોસા બનાવતી વખતે ઢોસા કરકરા કરતી વખતે ઢોસા ની તવી બળી જશે નહીં ઢોસાને કરકરા બનાવવા માટે ઢોસાના ખીરામાં અડધું લીંબુ નિચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં.
દેશી ટામેટાની છાલ સરળતાથી ઉતારવા માટે આટલું કરો ટામેટાની છાલ સરળતાથી કાઢવા માટે ટામેટાને એક મિનીટ ગરમ ઉકળતા પાણીમાં નાખી બહાર કાઢીને ઠંડા પાણીમાં નાખવા.
કેક ને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કેક તેમજ બિસ્કિટ સાથે બ્રેડનો ટુકડો મુકવાથી લાંબા સમય સુધી તાજા રહે છે.
પગમાં કપાસી થવાથી કપાસી થયેલ ભાગ ખૂબ કઠણ થઈ જતો હોય છે જો કોઈને પગમાં કપાસી થઈ હોય અને કપાસીવાળો ભાગ કૂણો કરવા માટે પગમાંની કપાસીને કુણી કરવા હુંફાળા પાણીમાં રોજ પગ બોળવા.
રસાવાળા શાકમાં મીઠું નું પ્રમાણ વધી ગયું હોય તો મીઠાનું પ્રમાણ ઓછું કરવા માટે રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની બે-ત્રણ સ્લાઇસ નાખી દેવી. તે વધારાનું મીઠું ચૂસી લેશે
ચોખાની સોડમ વધારવા માટે ચોખા રંધાઇ જવા આટલે તેમાં ઘી ભેળવવાથી ભાતની સોડમ વધે છે.
સાબુદાણાના વડા સહુ કોઇ બનાવતા હોય છે. પરંતુ તેની ટિકી વધુ સ્વાદિષ્ટ લાગે છે. સાબુદાણાના વડાનું મિશ્રણ બનાવી તેને ચપટા વાળી લોઢી પર પેટિસની માફક સેકવાથી વધુ સ્વાદિષ્ટ તથસ્ક્રિસ્પી થાય છે.આ મિશ્રણમાં આરાલોટ નાખવાથી ક્રિસ્પી બનશે.
કાકડીનો રસ કાઢી તેમાં થોડુ ંગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડી ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ચહેરા પરના કાળા ધાબા અને આંખની આસપાસના કાળા કુંડાળા દૂર થાય છ.ે
શિયાળા ફાટી ગયેલ હોઠ ને મુલાયમ કરવા માટે કોથમીરના રસથી હોઠ પર મસાજ કરવાથી ત્વચા મુલાયમ થાય છે.
મોંમાંથી દુર્ગંધ આવતી દૂર કરવા માટે સવારના નયણાકોઠે ઓછામાં ઓછા પાંચ ગ્લાસ પાણી ગટગટાવી જવું. જીસનસ્ટ્રોક થયો હોય તો આમળાનો રસ પીવાથી રાહત થાય છે. આમળામાં રહેલુ ંવિટાનિ સી રક્તને શુદ્ધ કરે છે.
હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે મૂળાનો તાજોરસ સવાર-સાંજ પીવાથી હરસમાં રાહત આપે છે.૬૦-૯૦ મિ.લી. પ્રમાણ લેવું.
અથાણાને લાંબા સમય સુધી તાજું રાખવા માટે અથાણું બનાવતી વખતે સંભારમાં ૧૦-૧૨ લવિંગ ઉમેરવાથી અથાણામાં ફંગસ થતી નથી.
ચણાના લોટની બરફી વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ચણાનો લોટની બરફી અથવા તો લાડુ બનાવતી ચણાના લોટમાં થોડો રવો ભેળવવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.
ચણાનો લોટના પકોડા બનાવતી વખતે તેમાં અથાણાનો સંભાર નાખવાથી વધુ સ્વાદ આવે છે. થેપલાના લોટમાં પણ અથાણાનો સંભાર ઉમેરવાથી રંગ તેમજ સ્વાદ બન્ને વધે છે.
ઇડાની આમલેટ બનાવતી વખતે તેમાં લીંબુનો રસ ઉમેરવાથી ગંધ નહીં આવે તેમજ સ્વાદ પણ વધુ સારો આવશે
શેમ્પુમાં ચપટી બેકિંગ સોડા ઉમેરીને વાળ ધોવાથી વધુ ચળકતા અને મુલાયમ થાય છે.
જીવજંતુના ડંખ પર વિનેગારમાં ભીંજવેલું કપડુ લાગેલા ડંખ પર મુકવાથી રાહત થાય છે. જેલીફિશના ડંખ પર પણ આ નુસખો અસર કરે છે.
તમે માથામાં મહેંદી કરતા હોય તો આ વસ્તુ સાથે મહેંદી લગાવવાથી વાળમાં મહેંદીનો કલર સરસ આવે છે મહેંદીમાં બીટનો રસ ઉમેરી વાળમાં લગાડવાથી કલર વધુ સારો આવે છે
મોઢા પર થયેલા ખીલથી કાયમી છુટકારો મેળવવા માટે રાતના સૂતા પહેલા ચહેરા પર ફૂદીનાની પેસ્ટ લગાડવાથી ખીલમાં રાહત થાય છે તેમજ ત્વચાની રૂક્ષતા દૂર થઇને મુલાયમ થાય છે.
તમારી કિડની ને સાફ રાખવા તેમજ તંદુરસ્ત રાખવા માટે બીટ, કાકડી અને ગાજરનો રસ ભેળવીને પીવાથી કિડની અને ગોલ્ડબ્લેડર સાફ થાય છે.તેમજ કિડની અને ગોલ્ડબ્લેડરને લગતી તકલીફમાં રાહત આપે છે.
સંતરામાં વિટામિન સી સારી માત્રા માં સમાયેલું હોય છે. તેથી તેની ચીરીઓ અથવા તો જ્યુસ પીવાથી દાંત અને હાડકાં મજબૂત થાય છે.
પેઢાના સોજા તેમજ દુખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ પીવાથી રાહત થાય છે. લીંબુનો રસ કાઢી તેમાં સંચળ ભેળવી પીવાથી રાહત થાય છે. તેમજ લીંબુની છાલ ફેંકી દેતા પહેલા પેઢા પર ઘસવાથી રાહત થાય છે.
એનિમિયાના દરદીને નિયમિત કેળુ આપવાથી રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. કેળામાં પ્રચુર માત્રામાં આર્યન સમાયેલુ ંહોવાથી એનિમિયામાં ફાયદાકારક નીવડે છે.
શિયાળા ફાટી ગયેલ હોઠ ને મુલાયમ કરવા માટે | તમારી કિડની ને સાફ રાખવા તેમજ તંદુરસ્ત રાખવા માટે | મોઢા પર થયેલા ખીલથી કાયમી છુટકારો મેળવવા માટે | માથામાં મહેંદીનો કલર સરસ ઉઘડે એ માટે | હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે | લોહીના ટકા વધારવા માટે