ચીકનગુનિયામાં થતો અસહ્ય સાંધાનો દુખાવો મટાડવા આયુર્વેદિક દવા

0

ચીકનગુનિયાનાં કેસ દિવસેને દિવસે વધતા જાય છે આ રોગ થાય એટલે ખુબ દુખાવો થાય છે  ચીકનગુનિયામાં અસહ્ય સાંધાનો દુખાવો થાય છે , ચિકનગુનિયા મટી ગયા પછી પણ  દુખાવો ઘણીવાર છ મહિના કે 1 વર્ષ સુધી મટતો નથી ….

ઘણી વખત ચીકનગુનિયામાં થતો સાંધાનો દુખાવો સંધિવામાં ફેરવાઇ જતો હોય છે  : ચીકનગુનિયા એક પ્રકારનો  વાયરસ છે , જે મચ્છર કરડવાથી થાય છે  મચ્છર થવા પાછળનું મુખ્ય કારણ તમારા ઘરમાં પાણીનો ભરાવો રહેતો હોય તો મચ્છર મચ્છર થાય છે અને મચ્છર કરડવાથી  ચીકનગુનિયા થવાની શક્યતાઓ વધી જાય છે જો તમને ચિકનગુનિયાના લક્ષણ દેખાય તો  PCR ટેસ્ટનું નિદાન  કરવામાં આવે છે

મોટા ભાગે ચોમાસું પૂરું થાય  ત્યારે ચીકનગુનિયાની સિઝન શરૂ થઈ રહી છે, ચિકનગુનિયાના લક્ષણ મોટા ભાગે ડેન્ગ્યું જેવા જ હોય છે  ચિકનગુનિયા માં સૌ પ્રથમ તાવ આવે છે . મચ્છર કરડવાથી ચીકનગુનિયા પણ થાય છે ચિકનગુનિયા થાય એટલે સાંધા દુખાવા થાય છે અને શરીર પર ખંજવાળ આવવાનું ચાલુ થાય છે  દર્દીઓને ચીકનગુનિયા રિકવર બાદ પણ સાંધાનો દુખાવો રહેતો  હોય છે . આ દુખાવો દૂર થતાં મહિનાથી લઇને એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે . ક્યારેક આ દુખાવો સંધિવામાં પણ પરિવર્તિત થઇ શકે છે .

ઘરમાં મચ્છર ના થાય એનું ખાસ  ધ્યાન રાખો ચીકનગુનિયા ન થાય એ માટે સૌથી પહેલા તો ઘરમાં કે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ના થાય એનું ધ્યાન રાખો . જો તમારા ઘરમાં કે ઓફિસમાં મચ્છરનું પ્રમાણ વધારે હોય તો માર્કેટમાં મળતા જુદા જુદા મીસ્કીટો કીમનો ઉપયોગ કરો .

ઉપર જણાવેલ લક્ષણો પરથીનિદાન થાય , PCR ટેસ્ટ કરવામાં આવે WITH ચીકનગુનિયાનું નિદાન સામાન્ય રીતે એનાં લક્ષણો પરથી જ કરવામાં આવે છે . આ સિવાય પી.સી.આર નામનો ટેસ્ટ પણ કરાવવામાં આવે છે . તાવ અને દુખાવા માટે અલગ – અલગ પ્રકારની દવા આપવામાં આવે છે .ચીકનગુનિયા કે ડેન્ગ્યુંમાં  ડોક્ટરને પૂછ્યા વિના દવા લેવી જોઈએ નહીં આવું કરવાથી આડઅસર થઇ શકે છે .

આયુર્વેદિય ઉપચાર: આયુર્વેદમાં વિષમજવર માટે સૂચવાયેલા ઉપચાર યોગ્ય વૈદકીય નિરીક્ષણમાં કરવાથી ચિકનગુનિયાની અસહ્યતા અને લાંબાગાળાની અસરને દૂર કરી સાંધાના સોજા-દુ:ખાવામાં ફાયદો થાય છે.

તેમાં સાંધાના સોજા અને દુઃખાવાને ઘટાડવાની સાથે તાવ-ટેમ્પરેચરને નોર્મલ કરવાની પણ જરૂર રહે છે. આ માટે નોનસ્ટીરોઈડલ એન્ટીઈન્ફલેમેટરી દવાઓ પણ આપવામાં આવે છે, પરંતુ આવી દવાઓનો ખૂબ પ્રયોગ કરવાથી અશક્તિ, પાચનમાં ગરબડ થતી હોય છે પરંતુ હાઈગ્રેડ ફિવર સામાન્ય કરવો જરૂરી હોય છે. એટલે આયર્વેદિક ઔષધો કરિયાતું, ગળો, મહાસુદર્શન ચૂર્ણ, પટોલાદિચૂર્ણ વગેરેની મદદથી તાવ સામાન્ય થઈ શકે છે. ચિકનગુનિયાની બીમારીમાં તે સૌથી કારગર સાબિત થાય છે.

તાવ ઉતારવા સાથે વાયરસની આડઅસર દૂર કરે તેવા ઉપચાર કરવા યોગ્ય છે,

જે આ મુજબ છેઃ તુલસી – ૧ કપ પાણીમાં ૧૦-૧૨ તુલસીનાં પાન ઉકાળી, ઢાંકી રાખેલું નવશેકું પાણી દિવસમાં ૩ થી ૪ વખત પીવાથી તાવ, માથાનો દુ:ખાવો, ઉલટીમાં ફાયદો થાય છે.

આદુ – આદુનાં રસમાં મધ અથવા ગોળ ભેળવી દિવસમાં બે વખત આપવાથી આદુની એન્ટીઈન્ફ્લેમેટરી અસરથી સાંધાનાં સોજા-દુઃખાવામાં ફાયદો થાય છે.

હળદર – ૩ ગ્રામ હળદરનો પાવડર ૧ ચપટી મરી સાથે દુધમાં ભેળવી પીવાથી કુરક્યુમીનની એન્ટીઓક્સિડન્ટ, એન્ટીઈન્ફ્લેમેટરી અસરનો લાભ મળશે.

માલિશ-શેક-પંચગુણતેલ, મહાનારાયણ તેલ જેવા સંધિવાત મટાડતા તેલ દુ:ખતા સાંધા પર લગાવવું, શેક કરવો

ચિકનગુનિયા થાય ત્યારે ખાવ આ ખોરાક: તાવ હોય ત્યારે બાફેલા મગનાં ૧ વાટકી પાણીમાં સિંધવ – ત્રિકટુચૂર્ણ નાખીને પીવું. પપૈયું, નાસપતિ, કેળાં જેવાં ફળો, પરવળ, ટીંડોળા, દુધી, મેથી-પાલક વગેરે સાથે રોટલી-ખીચડી જેવો સુપાચ્ય ખોરાક ખાવો. સરગવાની શિંગ-પાનનો સૂપ, સપ્તપર્ણીનાં ૪-૫ નંગ પાનનો જ્યુસ નિયમિત લેવો. લીલા શાક-પાનમાં રહેલાં વિટામીન્સ અને સપ્તપર્ણીમાં રહેલાં આલ્કલોઇડ્સ ચિકનગુનિયાથી સાંધામાં થતી આડઅસર ઘટાડવામાં મદદ કરે છે.

આ રોગ માટે ખુબ કારગર ઔષધો: મહાસુદર્શન ચૂર્ણ ૩ ગ્રામ, યોગરાજ ગુગળ ૨ ગોળી તથા રાસ્નાદિ ક્વાથ ૧ ચમચી જમ્યા પછી દિવસમાં બે વખત વૈદ્યના નિરીક્ષણમાં લેવાથી તાવ, અશક્તિ સાથે સાંધાના દુ:ખાવામાં રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here