ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ

ઉનાળાની સિઝનમાં બનાવો કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • ૫૦૦ મી.લી દૂધ
 • ૧ કપ દૂધની મલાઈ
 • ૧૦૦ ગ્રામ કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર
 • ૧ કપ ખાંડ
 • ૧ ચમચી ઇલાયચી પાઉડર

 કેસર પીસ્તા આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત: સૌપ્રથમ દૂધ લો તેમાં કેસર પિસ્તા આઇસક્રીમ પાઉડર નાખી મિશ્ર કરો. ત્યારબાદ મિશ્ર કરેલ કેસર પિસ્તા પાઉડર દૂધને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકળવા મૂકો અને દૂધને ઘટ થવા દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થયા પછી તેને ફ્રિઝમાં ૨ કલાક માટે શેટ થવા માટે મૂકો.અધકચડું જામી જાય પછી તેમાં મલાયને ખાંડ ઉમેરી બ્લેન્ડર વડે ગ્રાઇન્ડ કરી લો. ત્યારબાદ તેને ફ્રીઝમા અધકચડું જામી જવા દો એવી જ રીતે ૨ ૩ વાર બ્લેન્ડર વડે ગ્રાઇન્ડ કરીને આઇસક્રીમ ને ફ્રીઝમાં જમાવા રાખી દો આઇસક્રીમ જામી જાય પછી તેને બાઉલમાં સર્વ કરો તો તૈયાર છે કેસર પિસ્તા આઇસક્રીમ.

સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવા માટે જરૂરી સામગ્રી:

 • ૨ કપ સમારેલી સ્ટ્રોબેરી
 • ૪ ચમચી કસ્ટર્ડ પાવડર
 • ટીપાં લાલ ફૂડ કલર
 • ૧ લિટર દૂધ
 • ૪ ચમચી મિલ્ક પાવડર
 • ટીપાં સ્ટ્રોબેરી એસેન્સ

સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક નોનસ્ટિકપેનમાં ૧ લિટર દૂધ અને ૪ ચમચી મિલ્ક પાવડરને બરાબર મિક્સ કરી લો. હવે, ગેસની ફ્લેમ ચાલુ કરી તેમાં એક ઉભરો આવે ત્યાંસુધી સતત હલાવતા રહો. ત્યારબાદ, એક બાઉલમાં ૪ ચમચી કસ્ટર્ડ પાવડર લઈ તેમાં ૨ ચમચી પાણી ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણને ઉકળતા દૂધમાં થોડું થોડું ઉમેરતાં રહીને હલાવી લો. ૫ મિનીટ બાદ તેમાં ૧/૨ કપ ખાંડ ઉમેરીને મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડું થવા દો.હવે, મિક્સરજારમાં સમારેલી ૧ કપ સ્ટ્રોબેરી ઉમેરીને ક્રશ કરી લો. અને તૈયાર કરેલ ઠંડા મિશ્રણમાં સ્ટ્રોબેરીનો પલ્પ, ૨ ટીપાં લાલ ફૂડકલર અને એક ચમચી સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરી લો. પછી, એક પ્લાસ્ટિકનાં ડબ્બામાં આ મિશ્રણ ભરીને તેની પર ૧/૨ કપ સ્ટ્રોબેરીના ટુકડા ઉમેરી તેને ફોઈલ પેપર વડે કવર કરીને ફ્રીઝરમાં ૮ થી ૧૦ કલાક માટે સેટ કરવા મુકો. ૧૦ કલાક બાદ સ્કૂપરની મદદથી સર્વિંગ બાઉલમાં કાઢી સ્ટ્રોબેરીનાં ટુકડાથી ગાર્નીશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ.

Leave a Comment