નાના મોટા સૌને ભાવે એવા લસણીયા સેવ મમરા બનાવવા માટેની પરફેક્ટ રીત વાંચો

નાના મોટા સૌને ભાવે એવા લસણીયા સેવ મમરા બનાવવા માટેની પરફેક્ટ રીત લઈને આજે તમારી સાથે આવિયા છીએ સેવ મમરા એક એવી વસ્તુ છે કે નાના મોટા દરેક લોકોને ભાવે છે અને બાળકો તેમજ મોટા તેને હોસે હોસે ખાય છે સદા સેવ મમરા તો બધા બનાવટ અહોય છે પરંતુ આજે તમે સેવ મામરાને  નવીન રીતે ટ્રાય કરો આ લસણીયા મમરા ખાવાની ખુબ મજા આવે છે

લસણીયા સેવ મમરા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 250 ગ્રામ મમરા
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી હિંગ
  • 2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

લસણીયા મમરા બનાવવા માટેની રીત: લસણીયા સેવ મમરા બનાવવા માટે સૌ પ્રથમ 2 ચમચી તેલ લોયા મા ગરમ કરવા મૂકો ત્યરબાદ તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવો લસણ નું પાણી બળી જાય ત્યાં સુધી હલાવવું એક વાતનું ખાસ ધ્યાન રાખવું ગેસનું ફ્લેમ સાવ ધીમી રાખવાની છે જો ગેસની ફ્લેમ વધારે હશે તો લસણની પેસ્ટ દાજી જશે અને મમરા કાળા’ પડી જશે  હવે તેમા હિંગ હળદર લાલ મરચું પાઉડર નાખી ને મમરા નાખો.  મમરા નાંખી મિક્સ કરો મીઠું સ્વાદ મુજબ નાંખો બરાબર હલાવો મમરા કડક થાય એટલે તેમાં ઝીણી સેવ નાંખો મિક્સ કરો આમ સેવ મમરા બનાવવાની રીત સાવ સહેલી છે હવે તમે સેવ મમરા ખાવા માટે સર્વ કરી શકો છો

Leave a Comment