જાસુદ વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, ઉંદરી મટાડનાર, કફ તેમજ વાયુનો નાશકરનાર તથા હૃદય માટે હીતકર છે

0

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવા માં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો . હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા . અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિ તીનો છે

(૧૩૯) જાસુદજાસુદને સંસ્કૃતમાં જપા કહે છે . જપાકુસુમ એટલે જાસુદનું ફુલ જાસુદ મળને રોકનાર, વાળ માટે હીતકર, રક્તપ્રદરનો નાશ કરનાર, ઉંદરી મટાડનાર, કફ તેમજ . વાયુનો નાશકરનાર તથા હૃદય માટે હીતકર છે..જાસુદના ફુલ . કાળી ગાયના મુત્રમાં લસોટી જ્યાં ઉંદરીથી વાળ ખરી ગયા હોય ત્યાં સવાર-સાંજ લગાવવાથી ઉંદરી મટે છે અને વાળ ફરીથી ઉગે છે. મોમાં ચાંદાપડ્યા હોય, લાળ ખુબ જ ટપકતી હોય તો જા સુદની ચાર-પાંચ કળી દુધમાં લસોટી પીવાથી લાભ થાય છે.

ગુલકંદની જેમ જપાકંદ બનાવી શકાય છે જેનાથી મગજની તથા યાદશક્તિની નબળાઈ, અપસ્માર, ઉન્માદ, હતાશા, ભય વગેરે મટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here