આજે ઘરે બનાવો ચટાકેદાર રગડા પેટીસ રેસીપી વાંચવા અહીં ક્લિક કરો

સામગ્રી
રગડા માટે, 250 ગ્રામ સફેદ વટાણા, 100 ગ્રામ શિંગદાણા, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણાજીરું, 4 લીલાં મરચાં, 2 કટકા આદું, 4 ટેબલસ્પૂન ગોળ-આંબલીનો જાડો રસ, 100 ગ્રામ બટાકા
100 ગ્રામ ટામેટાં, 1 ઝૂડી લીલા ધાણા, 100 ગ્રામ ડુંગળી, 50 ગ્રામ કોપરાનું ખમણ, મીઠું, મરચું, હળદર, તેલ, રાઈ, હિંગ – પ્રમાણસર

વાનગીની એક ચોક્કસ રીત હોય છે તે તેવી રીતે બનાવીએ તો વધારે ટેસ્ટી લાગે. એમાં પછી આપણે પોતાના ટ્વિસ્ટ આપતાં હોઈએ છીએ. આપણે પણ ટેસ્ટી ‘રગડા પેટીસ’ બનાવવી હોય તો આ રીતે બનાવી શકાય.

પેટીસ માટે: 1 કિલો બટાકા, 2 લીલાં મરચાં, કટકો આદું, 50 ગ્રામ આરારૂટ, મીઠું પ્રમાણસર

પેટીસ બનાવવા માટેની રીત : બટાકાને બાફી, છોલી, તેનો માવો બનાવવો. તેમાં મીઠું વાટેલાં આદુ-મરચાં અને આરારૂટ નાંખી, બરાબર મિક્સ કરી, બટાકાની કણકમાંથી પાન આકારની પેટીસ બનાવી, તવા ઉપર તેલથી બદામી રંગની તળી લેવી.

એક ડિશમાં બે પેટીસ મૂકી, ઉપર ગરમ રગડો નાંખી, ડુંગળીનું બારીક કચુંબર અને કોપરાનું ખમણ નાંખવું. ઉપર બે ચમચી લીલી ચટણી નાંખવી.

રગડો બનાવવા માટે રીત: સફેદ વટાણાને નવશેકા પાણીમાં રાત્રે પલાળી રાખવા. સવારે થોડો સોડા નાંખી, કૂકરમાં બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, તેમાં રાઈ-હિંગ નાંખી, બાફેલા મટર વઘારવા. તેમાં મીઠું, મરચું, હળદર, શિંગદાણાનો મશીનથી કરેલો બારીક ભૂકો, તલ, ગરમ મસાલો, ધાણાજીરૂં, વાટેલાં આદુ-મરચાં અને ગોળ-આંબલીનો જાડો રસ નાંખવો. 1 કપ પાણી નાંખી ઉકાળવું. જાડું રસાદાર થાય એટલે ઉતારી, બટાકાને બાફી, છોલી બારીક કટકા, ટામેટાના બારીક કટકા અને લીલા ધાણાને સમારી, ધોઈ, નિતારી નાંખવા.

Leave a Comment