જાયફળ આપણી ત્વચા અને વાળની સમસ્યાઓને દૂર કરીને ખૂબસૂરતી બક્ષે છે

0

જાયફળ આપણી ત્વચા અને વાળની સમસ્યાઓને દૂર કરીને ખૂબસૂરતી બક્ષે છે આપણાં રસોડાના બધી જ વસ્તુઓ સુગંધીદાર છે . જેમાં ‘ જાયફળનો પણ સમાવેશ થાય છે . જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ . ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળનો વર્ષોથી ઉપયોગ થાય છે .

આ સાથે જાયફળ આપણી ત્વચા અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરીને ખૂબસૂરતી બક્ષે છે . તો આજે આપણે જોઇએ જાયફળની કેટલીક બ્યુટિ ટિપ્સ . જાયફળનો ઉપયોગ સારું પરિણામ આપશે . તમારી જાણકારી માટે જણાવી દઇએ કે , જાયફળના પાવડરનો નિયમિત ઉપયોગ કરવાથી લાંબા અને ચમકદાર વાળ અને ડાઘ રહિત ત્વચા મળરો . જાયફળના એન્ટીમાકોબાયલ તત્વ ખીલથી લડવામાં અને ત્વચાની ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે . તેના એન્ટી – ઇન્ફલેમેટરી તત્વથી પણ ખીલના ડાઘ દૂર થાય છે . જાયફળ અને દૂધ – જાયફળ પાવડરમાં થોડુંક હું દૂધ મિક્સ કરી લો . તેને ચહેરા પર લગાવો અને એક કલાક માટે રાખી મૂકો . હવે નવશેકા પાણીથી મને બરાબર ધોઇ લો .

તે બાદ મોઇશ્ચરાઇઝર લગાવી મધ પણ મિકસ કરી શકો છો . તજ અને જાયફળ – જાયફળ પાવડર , તજનો પાવડર અને મધને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો . તેને રોજ સવારે ૧૦-૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો . તેનાથી ચહેરા પરના ખીલ અને સાથે જ ડાઘ તેમજ ખીલના હઠીલા નિશાન પણ દૂર થાય છે . જાયફળ સ્ક્રબ – મસૂરની દાળનો પાવડર અને જાયફળ પાવડરને મિક્સ કરી લો . હવે તેમાં થોડુંક ગુલાબ જળ મિકસ કરીને પેસ્ટ બનાવી લો . હવે સ્ક્રબનું નિયમિત રીતે ઉપયોગ કરવાથી બ્લેકહેડ્ય અને બંધ પોર્સને ખોલવામાં મદદ કરે છે . ચર્મકદાર વાળ – જાયફળનો પાવડર અને તેલ , બન્નેનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે . જાયફળના પાવડરને ફેસમાસ્કમાં ઉમેરીને લગાવી શકાય છે . જ્યારે તેલને ચહેરા પર અને વાળ પર લગાવી શકાય છે . તેલને નારિયેળ તેલની સાથે મિક્સ કરીને વાળ પર લગાવો . તેનાથી વાળ ભરાવદાર થાય છે અને ખોડો અને અન્ય ઇન્ટેકશન પણ દૂર થાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here