નારિયેળની કચોરી ઘરેબેઠા  બનવો  બજાર જેવી વાનગી જલસા પડી જશે

0

સામગ્રી – 2 ઇલાયચી, 2 તજ, દોઢ કપ નારિયેળ, 5-6 કપ મેંદો, 5-6 ચમચી ઘી, 2-3 ચમચી ખાંડ, 2 કપ વેજિટેબલ ઓઇલ.

તજ અને ઇલાયચીને એક મિક્સરમાં નાંખી પીસી લો અને એક બાજુએ મૂકી દો. હવે એક મોટા વાસણમાં મેંદો લો અને તેમાં ઘી, સાવ થોડી ખાંડ અને થોડું મીઠું નાંખો.ત્યારબાદ તેમાં પાણી નાંખો અને મુલાયમ રહે એ રીતે લોટ બાંધી લો.

હવે નારિયેળ પાવડર લો અને તેમાં તજ તેમજ ઇલાયચીનો પાવડર અને પ્રમાણસર ખાંડ મિક્સ કરો.હવે ગુંથેલા લોટને લઇને તેમાં એક નાનું છેદ બનાવો. તેની અંદર નારિયેળ પાવડર નાંખો અને પછી તેને કિનારેથી ઢાંકી દો.

આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરો.હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો અને પછી તેને ડીપ બ્રાઉન રંગ થાય તે રીતે તળી લો. તૈયાર છે તમારી નારિયેળની કચોરી તમે આ કચોરી ગરમા-ગરમ અને ઠંડી થાય ત્યારે પણ ખાઇ શકો છો.
નોંધ – આ કચોરીમાં તમે ઇચ્છો તે ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here