પેટના દુ:ખાવાથી લઈને કેન્સર સુધી આંબીલાના કંચુકા ખાવાના ઘરેલું ઉપાયો

0

આમલી બચપણથી આપણી સાથીદાર હોય છે. નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા કોકની વાળીએ જઇને ખાવાની મજા કંઇક અલગ જ હતી …..કોને કોને આવી રીતે કાતરા ખાધા છે . થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી ખાધી ,આમલી ખાવાથી પેટમાં દુખાવો,  ઝાડા અને  મરડો,  તેમજ કેટલાક  બેક્ટેરીયલ ચેપ અને પેટના  કૃમિ જેવી  તકલીફો,  ઘા રૂઝાવવા,  કબજિયાત અને શરીરના વિવિધ ભાગોમાં થતી  બળતરાના ઈલાજ માટે આમલીનો ઉપયોગ  કરવામાં આવે છે.  તે અનેક રોગની સારવારમાં સફળ પરિણામ આપે છે. કુપોષણથી પીડાતા દર્દીઓ માટે તે એક ઉમદા પોષણ છે. તે સસ્તી છે અને તેનો ઉપયોગ ખુબ સરળ છે. આમલી એક બારમાસી વૃક્ષ છે તે બધી સિઝનમાં મળી રહે છે .

કાચી આમલી ખાવાથી કેટલા પોષક મૂલ્યો મળે છે તેની માહિતી અહી આપવામાં આવી છે..આમલીના 100 ગ્રામ દીઠ પોષક મૂલ્ય બતાવવા આવ્યા છે :સિદ્ધાંત ન્યુટ્રિઅન્ વેલ્યુ ટકાવારી આરડીએ, પ્રોટીન 2.80 ગ્રામ 5%, કુલ tat 0.60 ગ્રામ 3%, કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%, ડાયેટરી ફાઇબર 5.10 ગ્રામ 13%, એનર્જી 239.00 કેકેલ 12%, કાર્બોહાઇડ્રેટ્સ 62.50 ગ્રામ 40%,

વિટામિન્સ:, ફોલેટ્સ 14.000 3.5g 3.5%, નિયાસીન 1.938 મિલિગ્રામ 12.0%, પેન્ટોથેનિક એસિડ 0.143 મિલિગ્રામ 3.0%, પાયરિડોક્સિન 0.066 મિલિગ્રામ 5.0%, થાઇમિન 0.428 મિલિગ્રામ 36.0% વિટામિન એ 30.000 આઇયુ 1.0%, વિટામિન સી 3.500 મિલિગ્રામ 6.0%, વિટામિન ઇ 0.100 મિલિગ્રામ <1.0%, વિટામિન કે 2.800 2.0g 2.0%, ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ 28 મિલિગ્રામ 2%, પોટેશિયમ 628 મિલિગ્રામ 13%, ખનીજ:કેલ્શિયમ 74.00 મિલિગ્રામ 7.0%, કોપર 0.86 મિલિગ્રામ 9.5%, આયર્ન 2.80 મિલિગ્રામ 35.0%, મેગ્નેશિયમ 92.00 મિલિગ્રામ 23.0%, ફોસ્ફરસ 113.00 મિલિગ્રામ 16.0%, સેલેનિયમ 1.30 2.0g 2.0%, જસત 0.10  મિલિગ્રામ 1.0%, ફાયટો પોષક તત્વો:  કેરોટિન- μ 18 –g -,  ક્રિપ્ટો-ઝેન્થિન-β 0 μg -,  લ્યુટિન- ઝીઆક્ષાંથીન 0 .g,

આમલીના વૃક્ષનો દરેક ભાગ અંગ  (મૂળ,થડ ફળ, પાંદડા)  સમૃદ્ધ પોષક તત્વો ધરાવે છે સાથે સાથે ચિકિત્સામાં પણ ઉપયોગમાં લેવાય છે બલ્કે ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે  આમલી તેની ખુલતી સીઝન માં એટલે કે કાતરા થાય એ પહેલા તેમાં આવતો કોલ સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે.. આમલી તમામ આવશ્યક એમિનો એસિડનો આદર્શ સ્રોત છે. તેના બીમાં પણ એ જ ગુણધર્મો ધરાવે છે..

કેટલાક દેશી ઉપચારક સિવાય આપણે ત્યાં હવે આમલીનો ઉપયોગ સારવાર માટે ખાસ કોઈ કરતું નથી..હા, આમલીની ચટણી આજે પણ આપણે ત્યાં હોટ ફેવરિટ છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં તે એક લોકપ્રિય પીણું પણ છે દેશી દવાઓમાં ત્યાં તેનો ઉપયોગ ઘાના ઉપચાર, પેટના દુખાવા, ઝાડા, મરડો, તાવ, મેલેરિયા અને શ્વાસની સમસ્યાઓમાં થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં તેના ઉપયોગ તેના રેચક અને જાતીય વૃત્તિ ઉત્તેજક દ્રવ્ય તરીકે થાય છે.. પેટ અને આંતરડાંના લગભગ તમામ  રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી કરવામાં આવે છે .તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રા મળી આવતી હોવાથી  તેનો ઉપયોગ પેટના દુખાવા,  અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવાર માટે  થાય છે… આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા ધરાવે  છે. તે એન્ટી માઇક્રોબાયલ પણ છે. તે ક્રૂમી વિરોધી પણ  છે. તે એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ પણ છે. તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો પણ  નાશ કરે છે.. તે મેલેરિયા સામે પણ રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવવામાં મદદ કરે છે ..તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની પણ  ક્ષમતા આપે છે. આથી આમલીની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય પણ તેના અનેકગણા ફાયદા છે

વજનને કંટ્રોલમાં રાખવા માટે પણ મદદ કરે છે :- આમલીમાં  ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.

ઘાવ રૂઝાવા માટે મદદ કરે છે  :- દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા  માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.

હાર્ટ પ્રોબ્લેમ માટે (હ્રદયરોગ માટે ) ઉપયોગી છે :- સામાન્ય  રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓગાડી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિત ની સમસ્યાને પણ દૂર કરે છે.

અલ્સરમાંથી મુક્તિ અપાવવા માટે :- અલ્સરના  ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના  બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.

ગળાના પ્રોબ્લેમ માટે:- આમલીના પાંદડા થી ઉધરસની  સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય  છે. છોલાયેલા ગળા અને ઉધરસ મા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાં દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

કેન્સરમાંથી પણ રાહત અપાવે છે:- આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે  જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર  કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી  પણ છુટકારો મેળવી શકીએ  છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here