દરરોજ દૂધમાં ખજૂર પલાળીને ખાવાથી થાય છે ગજબના ફાયદા જે દરેક લોકો નહિ જાણતા હોય
ખજૂર એક એવું ડ્રાય ફ્રુટ છે કે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ તેમજ એન્ટીઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં રહેલા છે આ સાથે ખજુરમાં લોહતત્વ, પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, VITAMIN -B, FIBRE, PROTEIN તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. બીજી તરફ દૂધમાં કેલ્શિયમ, લોહ, VITAMIN B-12, ZINK, ફોસફરસ, પોટેશિયમ, વિટામીન એ, મેગ્નેશિયમ અને વિટામીન ડીથી ભરપૂર છે. એક અભ્યાસ મુજબ દૂધમાં ૪૪ પોષક તત્વો મળે છે જેમાં ૧૮ એમિનો એસિડ્સ, ૯ ખનિજ, ૧૦ વિટામીન, સ્વાસ્થ્ય વર્ધક ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સામેલ છે. આથી દૂધ અને ખજૂર સાથે લેવાથી બંનેમાં રહેલા ભરપુર માત્રામાં ગુણ મળે છે લાભ મળે છે.
સૌ પ્રથમ તો દૂધ અને ખજુર ખાવાથી હેમોગ્લોબીનમાં વધારો થાય છે :ખજૂરમાં મળતુ લોહ એક મહત્વનું ઘટક છે જે લોહીના લાલ રક્તકણોમાં હાજર રહેલા પ્રોટીન, હેમોગ્લોબીનના ઉત્પાદન માટે લોહ મહત્વનું છે. ખજૂરને દૂધમાં પલાળીને અને તેને ઉકાળીને ૧૮ વર્ષથી વધુ અને ૫૫થી ઓછી વયના સ્વસ્થ લોકોને ખાલી પેટે આપવામાં આવતા માત્ર ૧૦ દિવસમાં જ તેમના હેમોગ્લોબીન સ્તરમાં વધારો નોંધાયો હતો. આ સંયોજન એનેમિયા જેવી સમસ્યા માટે કારગત સાબિત થઈ શકે છે.
સગર્ભાવસ્થા મહિલાઓ માટે પણ ફાયદાકારક છે: રાત્રે ૫થી ૬ ખજૂર દૂધમાં પલાળી દેવા ગાયના દૂધમાં જો ખજુર પલાળેલી સગર્ભા મહિલાઓ નિયમિત સેવન કરે તો ખુબ ફાયદા કરે છે બીજા દિવસે સવારે આ મિશ્રણ પીસી નાખવું અને તેમાં ચપટીભર એલચી પાવડર અને એક ચમચી મધ નાખવું. તેમજ તેમના ગર્ભને અનેક પ્રકારે લાભદાયક સાબિત થાય છે. સગર્ભા દરમિયાન ખજૂર અને દૂધના મિશ્રણનું નિયમિત સેવન કરવાથી ગર્ભમાં હાડકા અને લોહી બને છે. સ્તનપાન કરાવતી મહિલાઓ પણ જો દૂધ સાથે ખજૂરનું સેવન કરે તો વધુ દૂધ આવતું હોવાનું માનવામાં આવે છે.
શરીરનો સ્ટેમિના વધે છે: ૧૦૦ ગ્રામ ખજૂર દિવસની કુલ જરૂરીયાતની ૧૫ ટકા ઊર્જા પૂરી પાડે છે જ્યારે દૂધ લગભગ ૯.૧ ટકા ઊર્જા પૂરી પાડે છે. ખજૂર અને દૂધનું સંયોજન ઉમદા પોષણયુક્ત આહાર છે અને વ્યક્તિમાં શક્તિનો સંચાર કરીને સ્ટેમિના વધારે છે. જો કે એક અભ્યાસમાં જણાવાયું છે કે જેમને પિત્તની તકલીફ ન હોય તેમણે જ દૂધ સાથે ખજૂરનું સેવન કરવું નહિ તો વિપરીત અસર થઈ શકે છે.
મોં પર પડેલી કરચલી દુર થાય છે : ખજૂર અને દૂધમાં કરચલી જેવી વય સંબંધિત નિશાની દૂર કરવામાં સહાયરૂપ થતા એન્ટીઓક્સીડન્ટ ઘટકો પ્રચૂર માત્રામાં છે. ખાસ કરીને ખજૂરમાં વૃદ્ધત્વ વિરોધી, શાતાદાયક અને પુનર્જીવિત ગુણધર્મો છે જે ત્વચા માટે ઉત્તમ છે. અભ્યાસ મુજબ વૃદ્ધત્વ માટે વાયુ પ્રકોપ મુખ્ય કારણ છે. દૂધમાં પલાળેલા ખજૂરના સેવનથી વાયુ પ્રકોપ શાંત થતો હોવાથી શરીરમાં વાયુનું સંતુલન જળવાઈ રહે છે જે વૃદ્ધત્વની નિશાનીઓને દૂર રાખે છે. જો કે સુકા ખજૂર ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એનાથી વિપરીત અસર થાય છે. થોડા ખજૂર દૂધમાં પલાળી રાખવા જોઈએ. સવારે તેનો પેસ્ટ બનાવી તેમાં મધ ઉમેરીને આ પેસ્ટ ચહેરા પર ૧૫થી ૨૦ મિનિટ માટે લગાવવું. ત્યાર બાદ ચહેરો ધોઈ અને સુકો કરી નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં એકવાર કરી શકાય.
લાંબા સમયથી કફની સમસ્યા હોય તેેમણે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરવું. એનાથી અનિદ્રાના રોગમાં પણ લાભ થાય છે. દૂધમાં લગભગ ૩૦ મિનિટ સુધી ખજૂર પલાળી રાખવા. જમ્યા પહેલા તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં લાભ થતો હોવાની માન્યતા છે. દૂધ અને ખજૂરના સેવનથી હાડકા મજબૂત બને છે અને હાડકા સંબંધિત સમસ્યા નિવારી શકાતી હોવાની માન્યતા છે.
ખજુર અને દૂધ સેવનની રીત: દરરોજ ચારથી પાંચ નંગ ખજૂર સાફ કરીને નવશેકા દૂધમાં રાત્રે પલાળી રાખવા બીજા દિવસે સવારે ખજૂરના બીજ કાઢી લેવા અને ખજુર દુધના મિશ્રણને પીસી નાખવું, તેમાં સ્વાદ મુજબ કાજુ બદામ ઉમેરી શકો છો દરરોજ સવારે અન્ય કોઈપણ ખોરાક ખાવા અગાઉ તેનું સેવન કરવું.