Sunday, March 26, 2023
Homeહેલ્થ ટીપ્સજન્મથી મૃત્યુ સુધી ઉપયોગ કરો આ ઔષધી પાનનો ચામડીના રોગ નહી થાય

જન્મથી મૃત્યુ સુધી ઉપયોગ કરો આ ઔષધી પાનનો ચામડીના રોગ નહી થાય

આદિવાસી સમાજમાં જન્મથી મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે

ખાખરો ઔષધીય ગુણો ધરાવવા સાથે રોજગારી પણ પુરી પાડે છે

ખા ખરાના પાનનો ઉપયોગ પ્રાચીન સમયથી અનેક જગ્યાએ થતો આવ્યો છે પણ આદિવાસી સમાજમાં તેનું આગવું મહત્ત્વ છે. આ સમાજમાં જન્મથી લઇ મૃત્યુ સુધી ખાખરાનો ઉપયોગ થાય છે. દેડિયાપાડા તેમજ સાગબારા પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસુડાના વૃક્ષો જોવા મળી રહ્યા છે. ખાખરાના વૃક્ષ પર ખીલેલા કેસુડાના ફૂલો દરેકને આકર્ષે છે. શિયાળાની વિદાય સાથે પાનખર બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે. ફાગણ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફુલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફુલો પછી ખાખરા ઉપર બીજ આવે છે. જેનો ઉપયોગ ત્વચા ની કોઈપણ બીમારી માં કરી શકાય છે, ખાખરાના મૂળનો અર્ક પણ ઔષધી તરીકે બહુ ઉપયોગી છે.

દેડિયાપાડા વિસ્તારના આદિવાસીઓ ધુળેટીમાં કેસુડાના રંગથી ધૂળેટી રમે છે. કેસૂડાના રંગો પ્રાકૃતિક રંગો હોવાના કારણે કોઇપણ પ્રકારની આડઅસર કે નુકસાન કરતા નથી. કેસુડાના ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતા તાપમાં પણ જળવાઈ રહે તેવા ઔષધિય ગુણો તેમાં રહેલા છે. ઉનાળામાં લાગતી લૂ સામે રક્ષણ લૂ અને ઉનાળામાં થતાં ચામડીના રોગો પણ તેના પરિણામે દૂર રહે છે.

ખાખરાના પાંદડા માથી બનાવેલ પતરાળા કે જેને આદિવાસી બોલીમાં બાજ કહીયે છીએ. આદિવાસી સમાજના લોકો જંગલમાંથી કે ખેતરના પાળ પર ઉગેલા ખાખરાના ઝાડ પરથી પાંદડા ભેગા કરી તેના પતરાળા બનાવે છે. અને મશીનની મદદથી પડીયા પણ બનાવાય છે.

ખાખરાના બીજને લીંબુ ના રસમાં પીસીને ચામડીના રોગ પર લેપ કરવો અને ખાસ કરીને ખંજવાળ વધારે આવતી હોય ત્યારે તે ખૂબ સારું પરિણામ આપે છે. #કેસૂડાં ને ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ રાહત મળે છે.

#પિત્તને કારણે આંખો આવી હોય ત્યારે કેસૂડાનો રસ મધ સાથે આંજવો અને તેના રસને ઉકાળીને પેસ્ટ જેવું થઇ જાય પછી આંખના પોપચાનાં ભાગ પર તેનો લેપ કરવો.

#આંખોમાં ચીપડા વધારે થતાં હોય ત્યારે અને તેને કારણે આંખ ચોંટી જતી હોય ત્યારે કાંસાના વાસણમાં થોડું દહીં લૈને તેમાં ખાખરાનાં પાનનું ડીંટું ઘસીને અંજન કરવું.

#ફુલું – કરંજના બીજને કેસૂંડાના રસની ભાવના આપી તેની વાટ બનાવીને અંજન કરવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments