સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે જરૂરી સામગ્રી
- સેઝવાન ચટણી બનાવવા માટે:
- 1 બ્લાંચ કરેલું ટામેટા
- પા ચમચી મરી પાવડર
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- 7/8 સૂકા લાલ કાશ્મીરી મરચાં
- 2 ચમચા તેલ
- અડધી ચમચી વિનેગર
- 1 ચમચી સોયા સોસ
- 1 ચમચી ટોમેટો કેચપ
- અડધી ચમચી સૂંઠ
- ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર ની દાંડી ફુદીનાના પાન અને તુલસીના પાન
- 1 ચમચી ખાંડ
- અડધી ચમચી મીઠુ
- 1 ચમચો ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ
- સેઝવાન ફ્રાઇડ રાઈસ બનાવવા માટે:
- 2 કપ બાસમતી આખા ચોખા
- એકથી દોઢ કપ સેજવાન સોસ
- 1 કપ ઝીણા સમારેલા ત્રણ કલર ના બેલપેપર
- અડધો કપ ઝીણી સમારેલી ફણસી
- 1 લીલુ મરચું ઝીણું સમારેલુ
- 2 ચમચી સોયા સોસ
- 1 ચમચી ચાઈનીઝ મસાલો
- ઠ1 ચમચી ઝીણી સમારેલી કોથમીર ની દાંડી અને તુલસીના પાન
- અડધી ચમચી અધકચરા વાટેલા મરી
- અડધી ચમચી સૂંઠ
- એકથી દોઢ ચમચો તેલ
- મીઠું સ્વાદાનુસાર
સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટેની રેસીપી નોંધી લો
સેઝવાન ચટણી/સોસ બનાવવા માટે:
કાશ્મીરી મરચાં ને હૂંફાળા પાણીમાં બે કલાક માટે પલાળી રાખો અને ટામેટા ને પાંચ મિનિટ માટે બ્રાન્ચ કરી તેની છાલ કાઢી લો પછી મિક્સર જારમાં તે બંને ને ક્રશ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર ની દાંડી, ફુદીના પાન અને તુલસીના પાન, તેની સાથે અધ્કચરા મરી અને સૂંઠ ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. પછી તેમાં ક્રશ કરેલી લાલ મરચાં ટામેટા ની પ્યુરી તથા લાલ બેલ પેપર બધું બરાબર મિક્સ કરી લો. ચારથી પાંચ મિનિટ માટે ધીમા તાપે સાંતળો. હવે તેમાં સોયા સોસ, લાલ મરચું પાવડર, મીઠું, વિનેગર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરો. તેલ છૂટું પડીને ઉપર આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે:
ચોખાને ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો પછી એક વાસણમાં પાણીનું અંદર મૂકી તેમાં મીઠું, 1 ચમચી તેલ અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરી મત છૂટા રહે તે રીતે તેને રાંધી લો. આ ભાત એકદમ ઠંડા થવા દેવા. એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ સરસ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ફણસી ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો હવે તેમાં ઝીણા સમારેલા ત્રણે કલરના બેલ પેપર, સોયા સોસ, લાલ મરચું પાવડર, મરી પાવડર, સૂંઠ પાઉડર, કોથમીર ની દાંડી, ફુદીના ના પાનઅને તુલસીના પાન ને ઉમેરો પછી આ બધું સરસ રીતે ગરમ થવા દો. હવે તેમાં સેઝવાન સોસ પણ ઉમેરી દો. તેની સાથે સ્વાદ અનુસાર મીઠું અને ચાઈનીઝ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં રાંધીને ઠંડા કરેલા ભાત ઉમેરો અને હળવા હાથે તાવેતા થી બરાબર રીતે મિક્સ કરી લો. હવે ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે તેને કૂક કરો જેથી સેઝવાન સોસ ની ફ્લેવર રાઈસ માં આવી જાય. તૈયાર સેઝવાન ફ્રાઈડ રાઈસ ને સર્વિંગ પ્લેટ મા લઈ લો. ગરમાગરમ ફ્લેવરફૂલ સેઝવાન ફ્રાઈડ રાઈસ ને વેજ. નુડલ્સ સાથે સર્વ કરેલ છે.