ગુજરાતીઓનું ફેમસ ખીચું બનાવવાની રીત આ રીતે બનાવશો તો લોટના ગઠ્ઠા નહિ રહે

દરેક ગુજરાતીઓ ઠંડીની સિઝનમાં એકવાર તો ગરમાગરમ ખીચું ખાવું જ પડે જો તમે પણ બજારમાં મળતું ખીચું ખાવ છો તો હવે તમે આ રીતથી ઘરે ખીચું બનાવો અને મજા માણો. ઘણી મહિલાઓનો પ્રશ્ન હશે કે ઘરે ખીચું બનાવવામાં લોટના ગઠ્ઠા થઇ જાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ રીતથી ખીચું બનાવશો તો લોટના ગઠ્ઠા નહિ પડે પરંતુ એકદમ સોફ્ટ ખીચું બનશે.

  • ગુજરાતીઓનું ફેમસ ખીચું બનાવવા જરૂરી સામગ્રી:
  • ૧ કપ ચોખાનો લોટ ૩ કપ પાણી
  • ૧/૪ ચમચી સોડા
  • ચમચી આખું જીરું
  •  ૧ ચમચી લીલા મરચા સમારેલા
  • મીઠું સ્વાદાનુસાર

ગુજરાતીઓનું ફેમસ ખીચું બનાવવાની રીત:   સૌ પ્રથમ ગેસ પર એક વાસણ લઇ તેમાં પાણી નાખો.તેમાં જીરું,ખાવાનો સોડા,મરચા,મીઠું નાખી ને તેને બરાબર ઉકળવા દેવું.  હવે ઉકળે એટલે તેમાં ધીમે ધીમે કરતા ચોખાનો લોટ નાખતા જવું અને વેલણ વડે હલાવતા જવું. જો તમે ચમચાનો ઉપયોગ કરશો તો લોટના ગઠ્ઠા બનવાની શક્યતા વધી જશે આથી બને ત્યાં સુધી વેલણનો જ ઉપયોગ કરવો હલાવવા માટે તેમજ લોટ નાખતા પહેલા લોટને ચાળી લેવોહવે  બરાબર મિક્સ કરી દેવું.ત્યારબાદ તેને ઢાંકી ને ૪-૫ મિનિટ ધીમા તાપે થવા દેવું.અને પછી એને આચાર મસાલા સાથે અને સીંગતેલ સાથે સર્વ કરો.

ચટણી બનાવવાની રીત: સૌ પ્રથમ એક નાના બાઉલમાં તેલ ગરમ કરો અને હવે તેલમાં લસણ ઉમેરીને ધીમા તાપે તેને સંતળાવા દો. તેમાંથી સરસ ફ્લેવરની સ્મેલ આવે ત્યાં સુધી તેને સંતળાવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં મરચાનો પાવડર ઉમેરી દો અને સાઈડમાં મૂકી દો.

Leave a Comment