ચાલુ વરસાદની મજા માણો આ ચટપટી વાનગી સાથે

0

વરસાદ ચાલુ હોય એટલે ગરમા ગરમ ખાવાનું ખૂન મન થાય છે આપણે સૌ વરસાદ આવે એટલે ભજીયા તો બનાવીએ જ છીએ પર્નાતું આજે અમે તમારી સાથે મકાઈ એકદમ સરળ ટેસ્ટી રેસીપી લઈને આવિયા છીએ જે ખાવાની ખુબ મજા આવી જશે તો ચાલો જાણીએ આ ચટપટી વાનગીની રેસીપી
મકાઇની ભેળ બનાવવા માટે જરૂરી સામગ્રી:

  •  ૧ & ૧/૨ કપ અમેરિકન મકાઈ
  •  ૧ નંગ ઝીણું સમારેલું ટામેટું
  •  ૧ નંગ ઝીણો સમારેલો કાંદો
  •  ૧ નંગ ઝીણું સમારેલું લીલું મરચું
  •  ૩ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  •  ૧ ટેબલ સ્પૂન સેઝવાન સોસ
  •  ૧ ટેબલ સ્પૂન મેગી મસાલો
  •  ૧ ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર
  •  ૧ કયુબ ચીઝ
  •  ૧/૨ નંગ લીંબુ નો રસ
  •  ૧ ટી સ્પૂન ખાંડ
  •  ૧ ટી સ્પૂન ચાટ મસાલો
  •  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧/૨ કપ તીખી સેવ
  •  ચપટી હળદર
  •  મીઠું સ્વાદાનુસાર

મકાઇની ભેળ બનાવવા માટેની રીત: સૌપ્રથમ ગરમ પાણીમાં હળદર અને ખાંડ નાખી મકાઈની બાફી લેવી. અને બધી સામગ્રીની તૈયારી કરી લેવી. હવે એક બાઉલમાં મકાઈ, કાંદા,ટામેટા, કોથમીર અને લીલા મરચા નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો,મેગી મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં મેલ્ટેડ બટર, સેઝવાન સોસ અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. હવે મકાઈની ભેળ સર્વિંગ પ્લેટમાં લઈ તેમાં કોથમીર અને તીખી સેવ નાખવી. પછી તેની ઉપર ચીઝ ખમણી લેવું. છેલ્લે તેની ઉપર ચાટ મસાલો sprinkle કરવો. વરસતા વરસાદમાં મકાઈ ની ભેળ ખાવાની ખૂબ મજા આવે છે.
દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  •  ૧ કપ ચોળા ની દાળ
  • ૧/૨ કપ ચણા ની દાળ
  •  ૧ કપ સમારેલાઇ કોથમીર
  •  ૧ ચમચો આદુ મરચા વાટેલા
  •  ૧ ચમચી લાલ મરચું પાઉડર
  •  ૧/૨ ચમચી હળદર
  •  સ્વાદ પ્રમાણે મીઠું
  •  જરુર મુજબ પાણી
  •  તળવા માટે તેલ

દાળવડા બનાવવા માટેની રીત: ચોળા ની દાળ અને ચણા ની દાળ ને રાત્રે પાણી માં પલાળી બીજે દિવસે મિક્ષી માં વાટી લેવી.થોડા દાણા અધકચરા રહે એમ વાટવું ત્યાર બાદ તેમાં સમારેલી કોથમીર, બધા મસાલા નાખી ખીરું તૈયાર કરવું અને દસ મિનિટ સુધી ઢાંકી રાખવું. ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તેલ ગરમ મૂકી દેવું.હવે ખીરા ને બરાબર ફીણી લેવું ગોળ વડા જેવા બનાવી ને ગરમ તેલ માં ગુલાબી કલર ના તળી લેવા. બધા વડા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. તૈયાર છે દાળવડા
મિત્રો કેવી લાગી અમારી આ રેસીપી જો તમને રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શર કરજો અને જો તમે તમારી મનપસંદ વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો જરૂર કમેન્ટ કરીને જણાવજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here