ઘરની સાફ સફાઈ કરવા માટે આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો

આજે દરેકના ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી દરેક  વસ્તુઓ પર ખરાબ ડાઘા થઇ જતાં હોય છે. આ ડાઘા દૂર  કરવા લોકો હંમેશા ચિંતા કરે છે અને અનેક ઉપાયો અજમાવવામાં આવે છે

બાથરૂમ તથા ટોઇલેટની ટાઇલ્સ સાફ કરવા માટે મહીલાઓએ એસિડનો ઉપયોગ ન કરવો જોઇએ તેના બદલે બ્લિચિંગનો  ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને એસીડથી દાઝવાનો ભય ઓછો રહે છે. તમે પોતું કરવામાં પણ દર ત્રણેક દિવસે બ્લિચિંગનો ઉપયોગ કરી શકો છો

લીંબુ સાફ સફાઇ કરવામાં અગ્રેસર છે : લીંબુમા ખટાશ  હોવાથી તેની મદદથી તેલના ડાઘ અને જમા થયેલી બધી ગંદકી સારી રીતે દૂર થઈ જાયછે. આ ઉપરાતં લીંબુનો રસ  ત્વચાની રંગત પણ નિખારવામા મદદ કરે છે

કોલ્ડડ્રિંક્સ પીવાની સાથે સાફ સફાઇમાં કરવામાં ઉપયોગી છે: કોલ્ડડ્રિંકસ  નામે જાણીતા ઠંડાં પીણાંની મદદથી બાથટબ, સિંક, ટોઇલેટ પોટની સફાઈ કરી શકાય છે. કોલ્ડડ્રિંકની મદદથી સફાઈ કરવી હોય તો તેને સિંક, ટોઇલેટ પોટ કે બાથટબમાં રેડીને 20- 25 મિનિટ માટે રહેવા દેવું. ત્યાર બાદ બ્રશથી સાફ કરવુ જોઇએ.

કાટને દૂર કરવા માટે બટાકા ખુબ ઉપયોગી છે  : બટાકાના શાક ઘણા બધાના પ્રિય છે પરંતુ આ જ બટાકા કાટનો દુશ્મન નંબર એક છે. કોઇ પણ વાસણને કાટ લાગ્યો હોય ત્યારે બટાકો ઘસીને તે કાટ દૂર કરી શકાય છે. બટાકામાં રહેલો ઓક્ઝેલિક એસિડ કાટને દૂર કરે છે. બટાકાની મદદથી કાચ અને સિલ્વરના વાસણોની સાફસફાઈ સરળતાથી થઈ શકે છે.

Leave a Comment