ઉપયોગમાં આવે તેવી 18 કિચન ટીપ્સ વાચો ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે

ઢોસા કરકરા તથા સોનેરી બનાવવા ઢોસાના મિશ્રણમાં એક લીંબુનો રસ અને ત્રણ-ચાર ચમચા ચણાનો લોટ નાખવો.

લાલ ચંદનમાં ખીરાનો રસ ભેળવી ખીલ પર લગાડી અડધો કલાક બાદ ધોઇ નાખવાથી ફાયદો થાય છે.

– કોણીની કાળાશ દૂર કરવા લીંબુ, ટામેટાનો રસ તથા સાકર ભેળવી મિશ્રણ બનાવી કોણી પર ઘસવું.

– બે પાકા કેળા, સફરજન, બદામ, કાજુ અને મગફળી નિયમિત ખાવાથી કૃષ કાયા પર ચરબી જામશે તેમજ શરીર ભરેલું થશે.

– દિવાલ પરના પેન-પેન્સિલના નિશાન ભૂંસવા દૂધમાં ભીંજવેલ કપડાથી લૂછવું.

– જીભ દાઝી જાય તો તરત જ જીભ પર ચપટી સાકર મૂકો રાહત થશે.

– તૈલીય ત્વચા હોય તો ચહેરા પર કોઇક કોઇક વખત છાશ લગાડવી ચહેરા પરનું વધારાનું તેલ શોષાઇ જશે.

– ચોમાસાની ઋતુમાં કોઇ પણ સ્વરૂપે ફૂદીનો ખાવાથી ડાયેરિયા તેમજ પેટની સામાન્ય તકલીફમાં ફાયદો થાય છે.

– એક ચમચો ચોખાના લોટમાં બે ચમચા દહીં ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવું. આ મિશ્રણ ઉત્તમ ઘરગથ્થુ કિલનજિંગ મિલ્કનું કામ કરશે.

– કોઇ પણ વસ્તુ તળતી વખતે તેલમાં ઊભરો આવે તો આમલી નાખવી.

– બાળકના દૂધની શીશી ધોવા માટે બાટલીમાં ઠંડુ પાણી તથા બે ચપટી સોડા નાખી ખૂબ હલાવવું.

– સેક્સ શક્તિ વધારવા નિયમિત ૧૦૦ ગ્રામ ખારેક ખાવી.

– નાના બાળકને તાવને કારણે પરસેવો વળે તથા હાથ-પગ ઠંડા લાગે તો સૂંઠના ચૂરણને શરીરે હળવે હાથે લગાડવાથી સારું લાગશે.

– મોસંબીનો રસ પીવાથી નબળાઇ દૂર થાય છે.

– હાથ પર ટમેટાનો ગર હળવે હાથે રગડવાથી ત્વચા મુલાયમ થાય છે.

– સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટીમાં રાહત થાય છે.

– તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.

– દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

– મીનાક્ષી તિવારી

Leave a Comment