લીમડો : ( ૧ ) લીમડાની અંતરછાલનો ઉકાળો તાવ મટાડે છે . ( ૨ ) ચામડીના પ્રકારના રોગો લીમડાના પાનના રસ કે તેની છાલના ઉકાળાથી મટે છે . ( ૩ ) સફેદ કોઢ જેવા જટીલ રોગ પણ લીમડાનું લાંબો સમય સેવન કરવાથી મટે છે . ( ૪ ) ગમે તેવો ન રૂઝાતો ઘા કે પાક લીમડાના પાનની લુગદી મૂકવાથી રૂઝાઈ જાય છે . ]મારી માત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ . બીમારી કોઈપણ દોષની સૂચક છે . મહાત્મા ગાંધી .
( ૫ ) નિયમિત લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો , પેઢાનો સોજો , દુઃખાવો , પેઢાનું પરું મોઢાની દુર્ગંધ , દાંત અને પેઢાના બીજા રોગો મટે છે . મહુડો , કરંજ અને ખેરનું દાતણ પણ કરી શકાય , ( ૬ ) લીમડાના પાનના રસમાં મરી તથા સિંધવું યોગ્ય પ્રમાણમાં મેળવી ૧૫ દિવસ સુધી પીવામાં આવે તો આખા ઉનાળાનો સંતાપ સતાવતો નથી , એનાથી સૂવારોગ પણ થતો નથી
, ( ૭ ) ચામડીના રોગોમાં લીમડાનાં પાન પાણીમાં ઉકાળી નાહવાથી લાભ થાય છે . ( ૮ ) કફ , ઉધરસ , પેટમાં ગરબડ , એસિડિટી , પિત્તવિકાર અને ત્વચાનિખારમાં લીમડાનો રસ અકસીર ઔષધ છે . લીમડાનાં તાજાં કુમળાં પાન વાટી પાણી સાથે ગાળી લેવાં . લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે . રોગ અનુસાર યોગ્ય માત્રામાં લેવાથી અવશ્ય ફાયદો થાય છે . ( ૯ ) ચૈત્ર મહિનામાં લીમડાના રસનું સેવન કરવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે . ( ૧૦ ) લીમડાની આંતરછાલનો ઉકાળો કે પાણીમાં છાલ પલાળી તે પાણી પીવાથી કરોળિયા એકદમ બેસી જાય છે , ( ૧૧ ) લીમડાના રસમાં જૂની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે . ( ૧૨ ) લીમડાના કૂણા પાનની ચટણી મીઠું નાખી ખાવાથી તાવ ઉતરે છે ..