બીયોના લાકડામાંથી વાદ્યો બને છે | બીયોવૃક્ષની માહિતી આપતા જણાવ્યું હતું કે તે પ્રતિબંધિત વૃક્ષ છે. તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. તેનો ઉપયોગ વાદ્ય બનાવવા તથા દંતશૂળ માટે થાય છે.
નેચરવૉક દરમિયાન પીપર, કાચકા અને મહુડા વિશે જાણકારી અપાઇ હતી. પીપર કફની ઉત્તમ દવા અને તીવ્ર અગ્નિઉદ્દિપક છે. તાજી પીપર ભોજનમાં ઉપયોગી છે. કાચકાના બીજ કૃમિનાશક અને શક્તિવર્ધક છે. મહુડાના ફૂલનું સ્વાદિષ્ટ શાક પણ બનાવી શકાય છે.
વડોદરા | સિટીનાનેચર લવર્સ દ્વારા નેચર વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 85 નેચર લવર્સ જોડાયા હતા. જેમાં વિવિધ વનસ્પતિઓની સમજ અપાઇ હતી. જિતેન્દ્ર ગવળીએ જણાવ્યું હતું કે જળજાંબુડી નામની વનસ્પતિ ડાયાબિટીસ ઘટાડે છે. તેના ફળ નાના જાંબુ જેવા અને ખાટામીઠાં હોય છે. અર્જુન સાદડ નામના વૃક્ષની છાલનો ઉપયોગ હાર્ટ બ્લોકેજ દૂર કરવા માટે થાય છે અને શરીરની નાળીઓમાં રહેલા કફને દૂર કરે છે.
પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળતું મોટા કંદનું વૃક્ષ છે.જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે. થડ કથ્થઈ રંગનું હોય છે.તેમના ફૂલ પીળા અને બીજ ફરતે જલર જોવા મળે છે . =>તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. તેનો ઉપયોગ વાદ્ય બનાવવા માટે થાય છે. =>લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે. =>ગુંદર અતિસાર,પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુ:ખાવામાં વપરાય છે. =>પાન ગુમડાં,ઉઝરડા,ચામડીનાં દર્દમાં લસોટી વપરાય છે.