સોમવારથી શનિવાર સુધીનું બાળકોને પસંદ આવે તેવું લંચબોક્સ મેનુ | lunch box for kids | lunch box recipe |lunch box recipes for adults | school lunch ideas

0

દરરોજ બાળકોને નાસ્તામાં શું નાસ્તો ભરી દેવો તે દરેક માતા ઓને  વિચાર કરવો પડે છે તો આજે આ મેનુ જાણી લો એટલે દરરોજના નાસ્તા કરવામાં સરળતા બની જશે

સોમવારનું મેનુ : પૌવા બટાટા, વઘારેલ ભાત, રોટલી, ઉપમા, આલું પરાઠા

વેજીટેરીયન પુલાવ બનાવો અને બાળકોને ખુશ કરી દો વાંચવા અહી ક્લિક કરો

મંગળવારનું મેનુ: કોઈ પણ ફળ, કાકડી- ટમેટા સલાડ, બાફેલા કઠોળ

ખાંડવી બનાવવાની રીત: વાંચવા અહી ક્લિક કરો

બુધવારનું મેનુ: મનપસંદ નાસ્તો (મમરા અને બહારના પેકેટ સિવાય)

ગુરુવારનું મેનુ: થેપલા, ભાખરી, પરોઠા સાથે અથાણું અથવા મુર્બો મૂકી શકો

શુક્રવારનું મેનુ: ઈડલી, ઢોકળા, તળેલી રોટલી, ચિપ્સ 

ઝટપટ નાયલોન ખમણ બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો 

શનિવારનું મેનુ: વેજીટેબલ હાંડવો 

બાળકોને હમેશા નાસ્તો નાસ્તા બોક્સમાં જ આપવો ઢોળાઈ નહિ તે રીતે બને ત્યાં સુધી બાળકોને પેકેટનો નાસ્તો ન આપવો જોઈએ

મિક્સ વેજીટેબલ હાંડવો બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૧-૧/૨ કપ ઝીણો રવો
  • ૩/૪ કપ ચણાનો લોટ
  • ૧/૨ કપ દહીં અથવા ૧ ગ્લાસ ઘાટી છાશ
  •  પાઉચ ઈનો ફ્રુટસોલ્ટ
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી અડદની દાળ
  • ૧/૨ ચમચી ચણાની દાળ
  • ૧/૨ કપ ડુંગળી ઝીણી સમારેલી
  • ૧/૨ કપ ગાજર ઝીણું સમારેલું
  • ૧/૨ કપ કાકડી ઝીણી સમારેલી
  • ૧/૨ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૨ નંગ લાલ મરચા ઝીણા સમારેલા
  • ૧ કપ દૂધી છીણેલી
  •  ઈચ આદુ નો ટુકડો
  • ૬-૭ લસણની કળી
  •  લીલા મરચાં
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી મરચું પાઉડર
  • ૧ ચમચી ધાણાજીરું પાઉડર
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • વઘાર માટે
  • જરૂર મુજબ તેલ
  • ૧/૪ કપ સફેદ તલ
  • ૧/૪ કપ રાઈ
  •  ડાળી કરી પત્તા

સૌપ્રથમ એક વાસણમાં રવો અને ચણાનો લોટ લઈ તેમાં દહીં અથવા ખાટો છાશ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું પછી તેમાં અડદની અને ચણાની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી 1/2 કલાક ઢાંકી રાખો. હવે મિક્સર જારમા આદુ મરચાં લસણ અચકચરા પીસી લેવા અને બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરી દેવુ બધા શાકભાજી તૈયાર કરી બેટરમાં એડ કરી બરાબર મિક્સ કરવું. હવે મીઠું મરચું ધાણાજીરું પાઉડર હળદર મિક્સ કરી એનો ફ્રુટ સોલ્ટ અને તેલ એડ કરી ઝડપથી હલાવવું. વઘાર માટેની સામગ્રી તૈયાર રાખવી. હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, કરી પત્તા અને સફેદ તલનો વઘાર કરી બેથી ત્રણ ચમચા બેટર પાથરો નીચેનું પડ બ્રાઉન રંગનું થાય એટલે અલગ કાઢી ફરી પાછું તેલ નાખી રાઈ સફેદ તલ અને કરી પત્તા નો વઘાર કરી ઉથલાવી ને નાખો.બીજો ભાગ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મિક્સ વેજ હાંડવો. કટ કરી ચટણી સાથે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે.

જેના ઘરે રોજ શું રાંધવું ? તેના માટે ખાસ આખા મહિનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..

હવે ઘરે બનાવો ટેસ્ટી બ્રેડ પુલાવ વાંચવા અહી ક્લિક કરો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ

lunchbox for kids | kids lunch box ideas | lunch box recipes

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here