બપોરના ભોજનમાં બનાવો અલગ અલગ લંચ સેડ્યુલ સાથે

0

સોમવારનું ભોજન lunch): ભરેલાં રીંગણ નું શાક અને રોટલી: 

ભરેલાં રીંગણ નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • 250 ગ્રામ રીંગણ
  • ભરવા નો મસાલો કરવા માટે
  • 1/2 કપ ફાફડી ગાઠીયા (ચણાના લોટ નું કોઈ પણ ફરસાણ ચાલે)
  • 2 ચમચી તલ
  • 3 ચમચી શીંગદાણા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી ધાણજીરૂ
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચી તેલ મસાલા માટે
  • 1 ચમચી ધાણભાજી સમારેલા
  • વઘાર માટે,2 પાવરા તેલ
  • 1/2 ચમચી રાઈ જીરું
  • 1 ચપટી હિંગ
  • 1 નંગ ટામેટું
  • 1 ચમચી લસણ ની પેસ્ટ

ભરેલાં રીંગણ નું શાક બનાવવાની રીત: રીંગણ ને ધોઈ ને ડીતિયા કાઢી નાખી ઊભા કાપ પાડી લેવા.મસાલા માટે ની બધી સામગ્રી ભેગી કરી,તેલ અને ધાણા ભાજી સિવાય બધું ગ્રાઇન્ડ કરી પછી તેલ અને ધાનાભાજી મિક્સ કરી લેવા.  મસાલો કાપા પાડેલા રીંગણ માં ભરી ને વરાળમાં બાફી લેવા.કડાઈ માં તેલ ગરમ કરી રાઇજીરુ તતડે એટલે હિંગ ટામેટું,લસણ ઉમેરી ને વધેલો મસાલો ઉમેરી પા કપ પાણી ઉમેરવું.બધું થોડી વાર ચડે પછી રીંગણ ઉમેરી દેવા. મસ્ત ગ્રેવી વાળા ભરેલાં રીંગણ તૈયાર છે,.રોટલી સાથે સર્વ કરી શકાય.

મંગળવારનું ભોજન lunch):  મગ મસાલા (Mung Masala) : મગ મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી:

  • ૧ કપ મગ
  • ૨-૩ ટેબલ સ્પુન આદુ મરચાં લસણની પેસ્ટ
  • ૧ કપ ખાટ્ટી છાશ
  • ૨ ચમચી લાલ મરચું
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ મોટી ચમચી ધાણાજીરૂ પાઉડર
  • મીઠું
  • ૨-૩ ચમચી ગોળ (નાખવો હોય તો)
  • ઉપરથી વઘાર માટે
  • ૨ ચમચી ઘી
  • ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • ૧ ચમચી સમારેલું લસણ(નાના ટુકડાં)
  • અન્ય સામગ્રી
  • સમારેલા લીલા ધાણા (ઉપરથી નાખવા)
  • ૧ કપ પાણી
  • ♥️વઘાર
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ ચમચી જીરૂ
  •  સુકા મરચાં
  • ૭-૮ મીઠાં લીમડાંના પાંદડાં + ૧/૪ નાની ચમચી હીંગ

મગ મસાલા બનાવવા માટેની રીત: મગને બરાબર ઘોઈ ૩૦ મિનિટ પલાળી લો. કુકરમાં ૪ સીટી વગાડી બાફો. વરાળે પણ બાફી શકાય. પહેલા વઘાર માટે તેલ મુકી વઘારની સામગ્રી નાખી બાફેલા મગ નાખો. બરાબર હલાવો. લાલ મરચું, હળદર અને ધાણાજીરૂ પાઉડર નાખો. ગોળ નાખો.  એક કપ પાણી નાખો. થોડા મગને સ્મેશરથી દબાવો. જેથી રસો ઘટ્ટ થાય. બરાબર ઉકળવા દો.બધાજ મસાલા ભળે અને રસો ઘટ્ટ થાય એટલે ગેલ બંધ કરી છાશ નાખો. (ગરમ મગમાં છાશ નાખશો તો છાશ ફાટી જશે) પીરસતી વખતે ઉપરથી બીજો વઘાર કરો. ઘાણા નાખો. ભાત જોડે કે રોટલી જોડે ગરમ પીરસો.

બુધવારનું ભોજન lunch):  સુરતી પાપડી મુઠીયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી:

  • મુઠીયા માટે
  • 1/4 કપ ઘઉંનો લોટ
  • 1/4 કપ જુવાર નો લોટ
  • 1/4 કપ ચણા નો લોટ
  • 2 ટેબલ સ્પૂન રવો
  • 3 નંગ ઝીણી મેથી ની ભાજી
  • 1 ટેબલ સ્પૂન આદુ-મરચાં-લસણની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂન ખાંડ
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  • 1/2 ટી સ્પૂન ધાણાજીરા નો પાઉડર
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • 1/4 ટી સ્પૂન હીંગ
  • ચપટી સોડા
  • 1 ટી સ્પૂન તલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાપડી માટે
  • 250 ગ્રામ સુરતી પાપડી
  • 1/2 ટી સ્પૂન અજમો
  • 1/4 ટી સ્પૂન હીંગ
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 2 ચમચા તેલ
  • 2 નંગ સૂકા લાલ મરચાં
  • મીઠું સ્વાદ મુજબ
  • પેસ્ટ માટે
  • 1 ટેબલ સ્પૂન શીંગદાણા
  • 1 ટેબલ સ્પૂન કોપરાનું ખમણ
  • 7-8 લવિંગિયા મરચાં
  • 1 ટુકડો આદુ
  • 1/2 કપ લીલું લસણ ઝીણું સમારેલું
  • 1/4 કપ સમારેલી કોથમીર
  • 7-8 બ્લાંચ કરેલા પાલકના પાન
  • શાક માટે
  • 2 ચમચા તેલ
  • 1/4 ટી સ્પૂન હીંગ
  • 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
  • 1/4 ટી સ્પૂન હળદર
  • 1/2 ટી સ્પૂન ધાણાજીરા નો પાઉડર
  • 1 ટેબલ સ્પૂન ધાણાજીરા નો પાઉડર
  • 1 ટી સ્પૂન ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગાર્નીશિંગ માટે લીલું લસણ

સુરતી પાપડી મુઠીયા નું શાક બનાવવાની રીત:  સૌપ્રથમ એક બાઉલમાં મુઠીયા માટેનો લોટ લઇ લેવો. પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી મુઠીયા નો કઠણ લોટ બાંધી લેવો. પછી તેલ વાળા હાથ કરી નાની સાઈઝ ના મુઠીયા વાળી લેવા. અને તેને સ્ટીમરમાં મૂકી મુઠીયા 15 મિનિટ માટે સ્ટીમ કરી લેવા. હવે એક કૂકરમાં 2 ચમચા તેલ લઇ તેમાં સૂકા લાલ મરચા,અજમો અને હિંગનો વઘાર કરવો પછી તેમાં ધોઈ ને નીતારેલી પાપડી ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં મીઠું હળદર અને પાણી ઉમેરી કુકર બંધ કરી બે સીટી વગાડી લેવી. હવે એક મિક્સર જારમાં શીંગદાણા, કોપરાનું ખમણ, સમારેલું લીલું લસણ, સમારેલી કોથમીર,બ્લાન્ચ કરેલી પાલક, લવિંગિયા મરચાં અને આદુ ને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવી. હવે એક તપેલીમાં 2 ચમચા તેલ તેમાં હિંગ અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવું. પછી તેમાં લીલી પેસ્ટ ઉમેરી સાંતળો. બે મિનીટ પછી તેમાં હળદર ધાણાજીરૂ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.  પછી તેમાં કુકર ની પાપડી પાણી સાથે ઉમેરી મિક્સ કરી લેવું પછી તેને ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ માટે ચડવા દેવું તેલ છૂટું પડે એટલે તેમાં મુઠીયા ઉમેરી મિક્ષ કરી લેવું મીઠું ઓછું હોય તો તે પણ ઉમેરી દેવું. મુઠીયા ને મિક્સ કરી પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દેવું. પછી ગેસ બંધ કરી લેવો. હવે તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર લીલા લસણ થી ગાર્નીશ કરી સર્વ કરવું.

ગુરુવારનું ભોજન lunch):  ચણાનું શાક બનાવવા જરૂરી સામગ્રી:

  • 2 કપ ચણા 6 કલાક પલાળેલા
  • 1 ડુંગળી
  • 1 ટામેટું
  • 1 ચમચી લસણ મરચા ની પેસ્ટ
  • 4 કરી પતા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી લાલ મરચું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1/2 ચમચી રાય જીરું
  • 1/4 ચમચી હિંગ

ચણાનું શાક બનાવવા માટેની રીત: ડુંગળી ટામેટા ઝીણા સમારી લો, ચણા ને રાત્રે પલાળી લેવા,ચણાને મીઠું નાખી બાફી લો. એક પેન માં તેલ મૂકી રાય જીરું હિંગ લીમડાના પાન વઘારી ડુંગળી અને ટામેટા સાતડીલો, પછી તેમાં સુકા મસાલા જરૂર મુજબ મીઠું ગરમ મસાલો નાખી ચણા એડ કરી હલાવી પાણી એડ કરી 3 થી 4 વિસલ વગાડી લો, ચણાનું શાક રેડી છે,રોટલી કે પરોઠા સાથે સર્વ કરો.

શુક્ર વારનું ભોજન lunch): લીલી હળદરનું શાક : જે તમારા  શરીરમાં લોહી વધારે છે સાથે સાથે  રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે શરદી ઉધરસ માટે પણ ગુણકારી છે: લીલી હળદરનું શાક બનાવવા જરૂરી સામગ્રી:

  • ૧ વાટકી પીળી હળદર
  • ૩/૪ વાટકી આંબા હળદર
  • ૧/૨ વાટકી ઘી
  • ૧/૨ વાટકી ઝીણી સમારેલ લીલી ડુંગળી
  • ૧/૨ વાટકી ઝીણું સમારેલું લીલું લસણ
  • ૧/૨ વાટકી વટાણા
  • ૧/૨ વાટકી ટમેટા
  • ૧/૨ વાટકી કેપ્સીકમ
  • ૧/૨ વાટકી દહી
  • જરૂર મુજબ ગોળ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ચમચી મરચું પાવડર
  • ૧/૨ ચમચી આદુની પેસ્ટ
  • ૧/૨ ચમચી મરચાની પેસ્ટ
  • ચમચી ધાણાજીરું પાવડર

લીલી હળદરનું શાક બનાવવા માટેની રીત:  બંને હળદરની છાલ કાઢી ધોઈ છીણી લેવું તેમજ બધી સામગ્રી તૈયાર કરી લેવી.  હવે એક પેનમાં ઘી ગરમ કરી છીણેલી હળદર સાંતળો પાંચ મિનિટ બાદ ડુંગળી અને લસણ આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી સાંતળો. ડુંગળી સોફ્ટ થાય એટલે તેમાં વટાણા કેપ્સિકમ અને ટામેટાના નાખી પાંચ મિનિટ થવા દો થોડા સોફ્ટ થાય પછી મીઠું અને મસાલા નાખી બે મિનિટ શેકો.  જરૂર મુજબ ગોળ નાખી મિક્સ કરો.દહી નાખી બરાબર મિક્સ કરી ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે કે લીલી હળદર નું શાક  તેને રોટલી રોટલા કચુંબર મરચાં ગોળ દહીં સાથે સર્વ કરો અને સ્વાદિષ્ટ પૌષ્ટિક શાકની શિયાળામાં મજા માણો.

શનીવારનું ભોજન lunch): લીલા વટાણા અને ગાજરનું શાક : જરૂરી સામગ્રી:

  • 5-6 ગાજર
  • 1 બાઉલ લીલા વટાણા
  • 2 ઇંચ લીલો કોપરા
  • 4 નંગ મરચાના
  • 7 -8 કળી લસણ
  • ૭ ૮ મરી
  • તેજ પત્તા
  • 6 – 7 લવિંગ
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી લાલ મરચા પાઉડર
  • 1/4 ચમચી હળદર પાઉડર
  • 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 ડુંગળી
  • 1 ટામેટાં
  • ટુકડો દાલચીની નો
  • 1/2 ચમચી આખા ધાણા
  • મીઠું સ્વાદાનુસાર

લીલા વટાણા અને ગાજરનું શાક બનાવવા માટેની રીત:  સૌપ્રથમ એક પેસ્ટ તૈયાર કરો એક બાઉલમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ટામેટાં મરચું આદુ લસણ જીરુ આખા ધાણા દાલચીની લવિંગ મરી નાખી એક પેસ્ટ તૈયાર કરો એક કડાઈમાં તેલ લો તેમાં જીરું નાખો પછી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો પેસ્ટ શેકાઈ જાય ત્યારબાદ તેમાં ગાજર અને વટાણા ઉમેરો તેરે મીઠું નાખીને ચઢવા દો પછી મરચું પાઉડર હળદર પાઉડર ધાણા-જીરુ પાઉડર ગરમ મસાલો ઉમેરી ધાણા નાખી સર્વ કરો

રવિવારનું ભોજન lunch): દાળ-ભાત: દરેક ગુજરાતીઓને દાળ-ભાત ન ખાય તો મજા ન આવે  તો આજે બનાવશું ડાળ-ભાત: ડાળ-ભાત બનાવવા જરૂરી સામગ્રી:

  • ૨ કપ તુવેર ની દાળ
  • ૧ ચમચી રાઈ
  • સ્વાદાનુસાર રોજિંદા મસાલા ને મીઠું
  • ૨ ચપટી હિંગ
  • ‘૨ સમારેલા મરચા
  • ૧/૨ કપ સીંગ
  • ‘૩ ટમેટા
  • ૨ ચમચી તેલ
  • ‘૧ ગોળ નો નાનો ટુકડો, લીમડો

દાળ ભાત બનાવવા જરૂરી સામગ્દારી: દાળ માટે-તુવેર ની દાળ ને ધોઈ ને ૩૦ મિનિટ માટે પલાળી લો. પછી તેને કૂકર માં ૨ ગ્લાસ પાણી, ૧ સમારેલું ટમેટા સાથે ૪ સીટી એ બાફી લો. મસાલા માટે-૨ ચમચા તેલ ગરમ કરી તેમાં રાય, લવિંગ તતડે એટલે તાપ ધીમો કરી ને તેમાં સીંગ ઉમેરી ને સાંતળી લો. ગુલાબી રંગ ની શેકાઈ જાય પછી તેમાં હિંગ, સમારેલા લીલા મરચા, લીમડો, સમારેલા ટમેટા ઉમેરી ને સાંતળી લો, ટમેટા ગળી જાય. તેમાં બધા મસાલા ને મીઠું ઉમેરી ને બધું હળવી ને બરાબર ભેળવી લો.  હવે તેમાં બાફી ને બ્લેન્ડ કરેલી દાળ ને આ મસાલા માં ઉમેરો.૧ ગ્લાસ પાણી ઉમેરો.ગોળ ઉમેરી ને ૨૦ મિનિટ મધ્યમ તાપે ઉકાળી લો.  તૈયાર છે ગુજરાતી સ્વાદિષ્ટ દાળ પીરસવા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here