આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે વાંચો વધુ માહિતી અને શેર કરો

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..

આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા અહીં આ ઔષધીઓનો પરીચય તેમજ ઉપાય મુકવાનો હેતુ માત્ર માહિતીનો છે

(૧૧૦) લાખાલુણી

કુદરતે પોતાના ખજાનામાંથી આપણને પહેલેથી જ પુષ્કળ આપ્યું છે, બસ આપણે જ તેને ઓળખી નથી શકતા, પહેલા લોકોને જ્ડ્ડી બુટ્ટી ની ઘણી જાણકારી હતી પણ ધીમે ધીમે લુપ્ત થઇ ગઈ.લાખાલુણી ખાલી પડેલ જમીન ઉપર ઉગી નીકળે છે. અને આપણે તેનેનકામી સમજીને ફેંકી દેતા હોઈએ છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને common purslane, Kaun Purslane, Pussley, Pigweed કહેવામાં આવે છે.

તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો. અને વરસાદમાં તે પાણી મળવાથી ફરીવાર લીલી થઈને ફેલાઈ જાય છે. જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમાં Immunity હશે.

તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iroin, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે.

આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલાશાકભાજીમાં જો કોઈમાં omga 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે.

તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે છે. આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.

તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શક્તિના સ્તરને વધારી દેશે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે.

આયુર્વેદમાં તેને માથાના રોગ, આંખોનારોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું, પેટના રોગ, મૂત્રના રોગ, બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે.તેનો સલાડ, શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે

અમારી આ પોસ્ટ તમને પસંદ આવે તો વધુમા વધુ લોકોને શેર કરો આવી માહિતી મેળવવા માટે અમારુ ફેસબૂક પેજ લાઇક જરૂર કરજો

Leave a Comment