ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

0

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અથાણા કેમ બગડે છે | અથાણામાં ફૂગ અને અન્ય સમસ્યાઓ અટકાવવી હોય તો શું કરવું

    અથાણામાં ફૂગ અને અન્ય સમસ્યાઓ અટકાવવી હોય તો શું કરવું | અથાણા કેમ બગડે છે | અથાણા ને તાજું રાખવા શું કરવું અથાણામાં ફૂગ, કાળું પડવું, કોકડા પડવું, પોચાઈ અથવા કઠણ થવું આવી સમસ્યાઓ સામનો કરવા અને તેને નિવારવા માટે નીચે આપેલા નિર્દેશો અનુસરો: ફૂગ અટકાવવા માટે: ખાસ કરીને લીંબુનું અથાણું બનાવતા સમયે લીંબુનો રસ…

  • રસોડાને ચકચકિત અને વ્યવસ્થિત રાખવા માટેની મહિલાઓ માટે ખાસ ટીપ

    જો તમારી સિંક જામ થઈ ગઈ હોય, તો સમાન પ્રમાણમાં મીઠું અને સોડા લો અને તેને સિંકના છિદ્રમાં રેડો. રેડ્યા પછી, 1 ચમચી ડીટરજન્ટ ઉમેરો. 15 મિનિટ પછી, ગરમ પાણીનો મજબૂત પ્રવાહ ચલાવો અને તમારું સિંક સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જશે. અઠવાડિયામાં એકવાર ફ્રીજ સાફ કરો. તમારા પેન્ટ્રી સ્ટોરમાં રાશનની વિવિધ શ્રેણીઓ બનાવો. આમાં, ખાદ્ય પદાર્થોને…

  • દરેક મહિલાઓને રસોડામાં કામમાં આવે તેવી રસોઈ ટીપ્સ

    ઘી વધારે ગરમ થઈ ગયું હોય એટલે કે તળિયે બેસી ગયું હોય તો ઘીમાં ગંધ આવે છે આ બળેલી ગંધ દૂર કરવા માટે ઘીમાં આ એક વસ્તુ ઉમેરી દેવાથી ઘીમાં બળેલી ગંધ આવતી નથીઘી બળી ગયું હોય તો એમા કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે.- ઉનાળા માં ચામડી પર જામેલ મેલ સાફ કરવા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here