કફ માટેની જાદુઈ દવા.પોતાના અનુભવ મુજબ. ૭ મહિના થી કફ હતો, ગળા માં ગળફો ચોંટી રહેતો હતો જે જોરથી નીકાળવાં નો પ્રયત્ન કરવા છતાં પણ નીકળતો ન હતો . ૪ ડોક્ટર બદલવા છતાં પણ કોઈ ફેર ના પડ્યો.બધા જ રીપોર્ટ નોર્મલ હતા.બધી આયુર્વેદિક ઔષધિઓ અપનાવવા છતાં પણ કોઈ ફરક ના પડ્યો.
છેલ્લે મારા ફોઈ એ કીધું કે ૪-૫ લવિંગને શેકી ને તેનો ભુક્કો બનાવી ને પાણી સાથે ફાકવાથી એક સંબંધી નો ૩ વર્ષ જૂનો કફ મટ્યો.બધું જ કરવા પછી આ એક બાકી રહી ગયું હતું તો મે હમણાં ૨ દિવસ થી લેવાનું ચાલુ કર્યું છે.સાચું કહું છું એક પણ દવા એ અસર નાં કરિ આ એક જ વસ્તુ થી કફ લેવાના ૩-૪ કલ્લાક માં જ ઓછો થઈ ગયો.હવે ચોંટતો પણ નથી ગળા માં. જેને પણ કફ હોય અને દવા થી કંટાળી ગયા હોય તે આ નુસખો અચૂક try કરે
નોંધ: લવિંગ ને શેકવાના છે,બાળવાના નથી.