મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
-
કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
કંદોઈ જેવા કેસર પેંડા બનાવવાની રીત આજે આપણે મીઠાઈ વાળા(traditional indian mithai) ની દુકાન જેવા કેસર પેંડા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું આ પેંડા ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછી મહેનતમાં બંને તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ કેસરપંડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ સૌથી પહેલા આપણે જાડા તળિયા વાળી કડાઈ લઈને…
-
ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
રાંધણગેસ બચાવવા માટે ખાસ ઘરગથ્થું ટિપ્સ ખૂબ જાડા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરવાનું ટાળો: તમારે શિયાળામાં ધ્યાનમાં રાખવાની પહેલી ટિપ્સ એ છે કે જો તમે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો છો તો શિયાળામાં તેને ગરમ થવામાં વધારે સમય લાગે છે.કેટલીક વાનગીઓ પાતળા તળિયાવાળા વાસણોમાં બનાવી શકાતી નથી પણ જો તમે દરરોજ રાંધતા હોય તો પાતળા તળિયાવાળા…
-
માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
માંડવી પાક તો સિંગ પાક એક એવી ફરાળી મીઠાઈ છે જે લગભગ દરેક ઘરમાં બનતી હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતી હોય છે પણ પરફેક્ટ બનાવવા માટે ચાસણી લેવાની જ ખૂબી છે અહીંયા સીગ પાકની ચાસણી કેવી રીતે લેવી જેનાથી એકદમ સોફ્ટ મોઢામાં મુકતા જ પીગળી જાય એવો સીંગ પાક તૈયાર થાય હવે સૌથી…