માસપેશી અને સ્નાયુઓને મજબૂત બનાવવા અશ્વગંધા તેલની માલિશ

બધાનો એક જ પ્રશ્ન માલીશ માટે ઉત્તમ તેલ કયું? આજ કાલ દરેક મહિલાઓને પ્રસુતિ બાદ કમરના દુખાવા, પગના દુખાવા થવા સામાન્ય થઇ ગયા છે પરંતુ આ તેલની માલીસ જો પ્રસુતિ બાદ કરવામાં આવશે તો શરીરના મસલ્સ અને સ્નાયુઓ મજબુત બનશે અશ્વગંધા તેલની માલિશ મસલ્સને મજબૂત બનાવવામાં મદદ કરે છે  પ્રસૂતિ પછી મહિલાઓમાં વાત સાથે સંબંધિત સમસ્યાઓ શરૂ થાય છે. તેની સાથે જ રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી પડે છે. અને શરીરમાં અશક્તિ આવી જાય છે  બાળકોને સ્તનપાન કરાવી શકાય તે માટે બ્રેસ્ટના શેપમાં ફેરફાર થાય છે . શરૂઆતના સાત દિવસમાં વિશેષ સારસંભાળની જરૂર પડે છે. આ દિવસો દરમિયાન શરીરનું ખાસ ધ્યાન રાખવું જરૂરીછે જો આં સમય દરમિયાન પુરતો આરામ કરવામાં ન આવે તો આગળ જતા કમરના દુખાવાથી પીડાવું પડે છે

તેમાં પોષણ ધોપણ અને રક્ષાકર્મ, સ્નાન પર વિશેષ ધ્યાન આપો જેથી તમારું શરીર હમેંશા તંદુરસ્ત રહે અને તમે સ્વસ્થ રહો. ભૂખ લાગે ત્યારે ઘઉં, જવ અને ચોખાનો પાતળો શીરો બનાવીને આપો. આ શીરો  દિવસમાં ત્રણથી ચાર વખત લઈ શકાય છે. આખા દિવસ દરમિયાન  બેથી ત્રણવાર દૂધ પીવડાવો. મેદો , ચા બિસ્કિટ ન આપશો તે પચવામાં ભારે હોવાથી ગેસની સમસ્યા થાય છે . દશમૂલ અને બલાથી બનેલો 10 થી 20 એમએલ કાઢો આપો. પ્રસૂતાના રૂમમાં ગૂગળનો ધૂપ કરો. તેનાથી સંક્રમણ નહીં થાય. મહિલાને ગરમ પાણીથી સ્નાન કરાવો. 10 થી 12 મા દિવસે માથું ધોઈ શકાય. બલા અને અશ્વગંધા તેલની માલિશ કરો. તેનાથી માંસપેશીઓ અને સ્નાયુ તંત્ર મજબૂત બનશે , તેનાથી વાયુના રોગ નહીં થાય. – ડૉ . સુશીલા શર્મા , આયુર્વેદિક

Leave a Comment