કેન્સરની એક જીવંત દવાથી કેન્સરની સારવાર

ગોફણ, નથી સાંભળ્યોને આ શબ્દ? બાજરી કે એવા કોઇ અનાજના ખેતરમાં ડૂંડા પર બેસીને ચણતાં ચકલી જેવાં પક્ષીઓનાં વૃંદને ઉડાડવા માટે ખેડૂતો ગોફણનો ઉપયોગ કરતા. હવે નથી રહી ગોફણ કે નથી રહ્યા ચકલીઓના ચીં….ચીં….કરતા સંગીતમય ગાન કારણ કે ચકલીઓ જ રહી નથી. જ્યારથી જંતુનાશક દવાઓ (પેસ્ટિસાઈડ્ઝ) વપરાતી થઈ ત્યારથી જંતુઓ-કીટકો ન રહ્યાં, ચકલીઓ વગેરે પક્ષીઓનો ખોરાક આ કીટકો હતાં. પક્ષીઓનો ખોરાક ગયો અને તેની વસ્તી ઘટવા માંડી. દુનિયાનાં અનેક દેશોમાં આ પરિસ્થિતિ નિહાળીને રેચેલ-કાર્સન નામની કવયિત્રીએ પુસ્તક લખ્યું, ‘સાયલન્ટ સ્પ્રિંગ’ વસંતઋતુ ચૂપ થઈ ગઈ. જંતુનાશક દવાઓનો દાવાનળ ચકલીઓ સુધી સીમિત નથી રહ્યો. એણે માના દૂધને પણ દૂષિત કર્યું છે ગાય-ભેંસના દૂધને પણ નથી છોડ્યું કારણ કે જંતુનાશક રસાયણોની અસર ફળ, શાકભાજી, પાણી, અનાજ, ઈંડા, મટન, ઘાસચારો વગેરે સુધી પહોંચી છે. આજે નાના બાળકને પણ કેન્સર જોવા મળે છે. તેમણે ભલે બીડી-તમાકુ જોયાં ન હોય પરંતુ તેમને માનું દૂધ તો પીવું જ પડે છે.

કેન્સર :પંજાબના એક ગામડામાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધવા માંડી, તપાસને અંતે જાણવા મળ્યું કે ગામના લોક જ્યાંથી પાણી પીતા હતા એ પાણી જંતુનાશક દવા છંટાયેલ ખેતરોમાંથી પસાર થઈ નીક, ધોરિયા વાટે આવતું હતું. આ ઝેર માણસના શરીરમાં રોજ-રોજ દાખલ થતું રહે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે, પ્રબળ છે. તેઓ આ રસાયણોની ઝેરી અસર સામે લડી લે છે. પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિવાળા શરીરના કોષો હારી જાય છે. આ ઝેર શરીરના કોષોના મૂળકેન્દ્ર સુધી ઊતરે છે. મરેલા કે ઈજા પામેલા કોષોની પૂર્તિ માટે નવા કોષો શરીરમાં પેદા થાય છે, થતા રહે છે. સમગ્ર શરીરના અંકુશમાં અને તાલમેળમાં રહીને આ કોષો વધે છે. પરંતુ એ કોષોના મૂળકેન્દ્રમાં ગળેલું રાસાયણિક ઝેર મૂળકેન્દ્રને એવાં ઉત્તેજિત કરે છે કે કશી જરૂર વગર પણ એ કોષોમાંથી કોઈ કોષો બેફામ રીતે વધવા માંડે છે. એકના બે, બે ના ચાર એમ અસંખ્ય કોષો થઈ જાય છે. આ વધેલા કોષો ગ્રંથિ જેવો વિકાર કરે છે જેને કેન્સર કહે છે. શરીરના કોષોને ઉત્તેજિત કરનારા અનેક કારણોમાં જંતુનાશક દવાઓમાં રસાયણો પ્રબળ કારણ છે.
કેન્સરની સારવાર :

એક કાચના ગ્લાસમાં પાણી ભરી તેમાં ખાંડ નાખતા જઈએ. નાખતા જઈએ તો એક સમય એવો આવે કે ખાંડ પીગળતી બંધ થઈ જાય છે અને ગ્લાસના તળિયે તેની ઢગલી થઈ જાય છે. આ ઢગલીને ચમચી વડે બહાર કાઢી શકાય છે પરંતુ પાણીમાં પીગળેલી બાકીની ખાંડનો ઉપાય શું ?
શસ્ત્રક્રિયા દ્વારા કેન્સરગ્રસ્ત ભાગને દૂર કરી શકાય છે. પરંતુ આખા શરીરમાં ફેલાયેલા કાર્સિનોજનને દૂર કેવી રીતે કરવા ? આ કાર્સિનોજન નિષ્ક્રિય હોય ત્યાં સુધી તેની અસર વ્યક્તિને ખબર પડતી નથી, પરંતુ જ્યારે સક્રિય થાય ત્યારે જે તે ભાગને પણ કેન્સરગ્રસ્ત કરે છે.
આયુર્વેદમાં પણ કેન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા, અગ્નિકર્મ અને ક્ષારકર્મ કરવાનું કહે છે.
જ્યાં શસ્ત્રકર્મ કે અગ્નિકર્મ કામ નથી લાગતા ત્યાં ક્ષારકર્મ વધારે સારી રીતે કામ લાગે છે કારણ કે ક્ષાર એ શરીરના કોષકેન્દ્ર સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

ગૌમૂત્ર અર્ક : ગૌમૂત્ર પણ એક ક્ષારોનો સમૂહ છે અને એટલે જ ગૌમૂત્ર એન્ટિનિઓપ્લાસ્ટ-ગ્રંથિવિરોધી તત્વ ધરાવનાર ઔષધ છે. ગૌમૂત્રમાં રહેલું એરમ હાઈડ્રોક્સાઈડ બેફામ વધી રહેલા કોષોનું નિયંત્રણ કરે છે. તેનો એન્ટિટોક્સિક ગુણ શરીરકોષો સુધી પ્રવેશેલી જંતુનાશક દવાઓની વિષાકત અસરોને નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.
વાયવરણો, રગતરોહિડો, સરગવો, કાંચનાર, દારુહળદર, લીમડાની ગળો, કુંવારપાઠુ, વાવડિંગ, ખેર છાલ વગેરે ઔષધિઓ અને ગૌમૂત્રના સમન્વયથી અર્કપદ્ધતિથી ગૌમૂત્ર અર્ક તૈયાર કરવામાં આવે છે. ઉપર્યુક્ત ઔષધિઓ આયુર્વેદ શાસ્ત્રોમાં ગ્રંથિને ઓગાળવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

મહાપંચગવ્યઘૃત : ગાયનું દૂધ, ગાયનું ઘી, ગોમળ, ગોમય, ગૌમૂત્ર, ગાયનું દહીં અને હરડે, બહેડા, આમળાં, દારુહળદર, કડાછાલ, સાતપર્ણીની છાલ, અપામાર્ગ, ગળીનાંપાન, કડુ, ગરમાળાનો ગોળ, ગળીના પાન, કડુ, જવાસો, ભારંગમૂળ, અપામાર્ગ, સૂંઠ, મરી, પીપર કણજીનાં બીજ, ઉંબરાનાં મૂળ વગેરે ઔષધિઓના સમન્વયથી આયુર્વેદની ઘૃતપદ્ધતિથી મહાપંચગવ્યઘૃત તૈયાર કરવામાં આવે છે.
કેન્સર માટે દસ વર્ષના અનુભવના આધારે અમે ચોક્કસપણે કહી શકીએ કે ગૌમૂત્ર અને મહાપંચગવ્યઘૃત કેન્સરના દર્દીઓ માટેની દિવ્યઔષધિઓ છે. કેટલાક દર્દીઓમાં તો એનું પરિણામ અચિન્ત્ય એટલે કે અણધાર્યું પણ આવે છે.

સાવચેતી :

+024ઉકરડા અને ગંદકી ફંફોસતી કે પ્લાસ્ટીકની કોથળીઓ ચાવી જતી ગાયોનું મૂત્ર ઉપયોગમાં ન લેવું. પરંતુ સારી રીતે જેનો ઉછેર થતો હોય, સંભાળ રખાતી હોય તેવી ગીર, કાંકરેજ કે ભારતીયવંશની ગાયોનું મૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગોમય અને ગાયનું ઘી ઉપયોગમાં લેવું. હાયજેનિક અને જરસીકે એચ.એફ.પ્રકારની સંકરગાયોનું પંચગણ્ય ઉપયોગમાં ન લેવું.

ગૌમૂત્રઅર્ક અને મહાપંચગવ્યઘૃત અને બીજી આયુર્વેદિક ઔષધિઓથી કેન્સરના ઘણા દર્દીઓના રિપોર્ટ છેલ્લા આઠ-દસ વર્ષની નોર્મલ આવી રહ્યા છે, કેન્સર વધવાની ગતિ ધીમી પાડી શકાય છે અથવા તો વધતું અટકાવી શકાય છે. કેમો થેરાપી અને રેડિયેશનની આડઅસરોને દૂર કરી શકાય છે. દર્દી તેનું બાકીનું જીવન કોઇપણ પ્રકારની પીડા કે ઓછી પીડાથી વ્યતિત કરી શકે છે. આમ છતાં કેન્સરને સંપૂર્ણ મટાડી દેવાનો કોઈ દાવો નથી. ગૌમૂત્ર અને પંચગણ્ય જેવી દિવ્યઔષધિના ગુણો લોકો સુધી પહોંચાડવાનો એક મા નમ્ર પ્રયાસ છે.

ઉપર્યુક્ત ઔષધિઓ આમ તો નિર્દોષ અને આડઅસર વગરની છે. આમ છતાં તમારી પ્રકૃતિ-તાસીર ને આ ઔષધિઓ અનુક્રમ છે કે કેમ? એ માટે તમારા નજીકના આયુર્વેદિક કન્સલ્ટન્ટના માર્ગદર્શન હેઠળ લેવી.

Leave a Comment