દરરોજ આનું એક પાન ખાવાથી તાવ, શરદી, આંતરડાના સોજા, વજનમા ઘટાડો બીજા ૩૦ થી વધુ રોગોનો નાશ કરનાર છે

0

નાગરવેલના પાન મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં જાયફળ , કસ્તૂરી , એલચી , સોપારી , કાથો , ચૂનો અને મુખવાસમાં  મૂકીને ખાવાની આપણે ત્યાં હજારો વર્ષથી પરંપરા છે . આં નાગર વેલના પણ જમીને ખાવાથી  ખાવાનું સારી રીતે હજમ થાય એવું મનાય છે આ વાત બિલકુલ સાચી છે . પાન પર લગાવેલો ચૂનો વાતકફ શામક અને કાથો પિત્તશામક છે . ( નાગરવેલના પાનમાં તમાકુ ન ખાવી જોઈએ . ) નાગરવેલ પાનમાં ઘણા આયુર્વેદિક ગુણો છે એટલે તે  ઔષધરૂપે પણ વપરાય છે . વેલના પાન , ફળ અને મૂળ પણ ઔષધ તરીકે  વપરાય છે . ખાવામાં કાચા પાન કરતાં પાકું પાન વધુ સારું . પાકું પાન પીળાશ પડતું હોય છે . પાણીમાં રાખવાથી કાચાં પાન પણ ત્રિદોષકારક અને રુચિકર બની જાય છે . પાનમાં સવારે સોપારી , બપોરે કાથો અને રાતે ચૂનો વધારે નાખીએ તો વધુ ફાયદો થાય છે . આમ નાગર વેલનું પણ પાચન કરનાર, મોના રોગ દુર કરનાર છે નાગરવેલના પાન

બીજા પણ અનેક ગુણ છે નાગરવેલના નાગરવેલ તીખી અને કડવી , ગરમ તીક્ષ્ણ , રુચિ ઉત્પન્ન કરનારું , વાયુ અને કફને હરનારું , પિત્ત વધારનારું , ભૂખ લગાડનારું , શરીરની કાંતિ વધારનારું , વાયુનું અનુલોમન કરનારું , દુર્ગધનાશક , લાળ વધારનારું , ઠંડીનાશક , પૌષ્ટિક , વશીકરણકર્તા , ઘા રુઝવનારું , પીડાશામક , ગઠિયો વા , જૂની શરદી , ચળ , સોજા , તાવ વગેરે મટાડનારું , બળવર્ધક અને અવાજને સુધારનારું છે . નવું કે અડધું પાકેલું પાન ત્રણે દોષનો કોપ કરનારું , બળતરા કરનારું , લોહી બગાડનારું , અરુચિકર અને ઊલટી કરાવનારું છે . પાકું પાન રુચિકર , ત્રિદોષનાશક ( કામોત્તેજક ) , બળપ્રદ , ભૂખ લગાડનારું , પાભક , મુખશુદ્ધિકર , અને હૃદયોત્તેજક છે . તે મોંના રોગો , શરદી , ઉધરસ , દમ , પેટનો દુખાવો , કૃમિ વગેરેને દૂર કરે છે . એમાં રહેલું ઉડનશીલ તેલ શ્વાસનળીના સોજાને મટાડે છે . શરદી , ખાંસી , દમ વગેરેમાં નાગરવેલનાં ત્રણથી ચાર પાનનો રસ કાઢી , એને સહેજ ગરમ કરવો . ઠંડો પડે એ પછી તેમાં થોડું મધ મેળવીને સવાર – સાંજ પીવાથી કફના બધા જ રોગોમાં લાભ થાય છે . નાગરવેલનાં પાનમાં ચવિકલો ( Chavikol – Paraallilfenol ) નામનું ફિનોલિક તત્ત્વ હોય છે જેને કારણે પાન તીખું લાગે છે . પાનની આ તીખાશ જંતુનાશક છે . પાનનો રસ કાર્બોલિક એસિડથી પાંચગણો વધુ કિટાણુનાશક છે. ઉપરાંત પાનમાં રહેલું એરોમેટિક તેલ ( Betel Oil ) મુખશુદ્ધિકર અને દાંતનો સડો અટકાવે છે . પાન ખાવાથી મોં અને દાંતને ઘણો ફાયદો થાય છે . દાંતમાં સડો હોય કે મોંમાંથી દુર્ગધ આવતી હોય તો નાગરવેલનાં પાનમાં એલચી , જાવંત્રી , લવિંગ , કપૂર વગેરે નાખીને ખાવાથી દુર્ગધ દૂર થાય છે અને દાંત સડતા અટકે છે . શ્વાસ ( દમ ) ની તકલીફ હોય તો નાગરવેલનાં પાકા પાનમાં એલચી એક નંગ , કાળામરીના બે દાણા , તુલસીનાં ત્રણ પાન અને લીલી હળદરના થોડા ટુકડા મૂકીને ધીમે – ધીમે ચાવીને એ પાન ખાઇ જવાથી ફાયદો થાય છે.

આમ ધીમે ધીમે કફ છૂટો પડતાં દમમાં ઘણી રાહત થાય છે . હૃદયની નબળાઈ હોય એમણે નાગરેલના પાનના ચાર ચમચી જેટલા રસમાં થોડી સાકર ઉમેરી સરબત બનાવીને રોજ સવારે પીવાથી હૃદય સ્વસ્થ બને છે . અવાજ બેસી ગયો હોય તો નાગરવેલના પાનમાં એક નાનો જેઠીમધનો ટુકડો મૂકીને ધીમે – ધીમે ચાવીને એ પાન દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી એક – બે દિવસમાં જ અવાજ ખૂલી જાય છે . વધુ પડતાં પાન ખાવાથી નુકસાન થાય છે એ સાચું ? ‘ હા ‘ સાચું . વધારે લેવાથી શરીર , વાળ , દૃષ્ટિ , દાંત , ભૂખ , શ્રવણશક્તિ , વર્ણ અને બળનો ક્ષય થાય છે . ક્ષય રોગી , આંખના રોગી , વિષની અસર વખતે , બેભાનવસ્થામાં અને રુક્ષ મનુષ્યને પાન અપથ્ય છે . દુર્બળ થયેલા તાવના રોગી , મોં સુકાતું હોય તેને પણ પાન ન ખવાય . જો કે ભાંગ – ગાંજા -અફીણ – દારુના નશાને ઉતારવા માટે પાનનો રસ છાશમાં આપી શકાય . સાત પાન વાળી તેમાં થોડું સિંધાલૂણ ઉમેરી ગરમ પાણી સાથે રોજ ખાવાથી , લાંબાગાળે હાથીપગો મટે છે . પાકું પાન જમ્યા પછી ખાવાથી ખોરાક પચે છે . મુખની દુર્ગધ મટે છે

અજીર્ણ , શૂળ , આફરો અને શરદી જેવાં દર્દો મટે છે . નાગરવેલના પાન પર દિવેલ ચોપડી , તેને વરાળ કે આગ પર ગરમ કરી , તે પાન બાળકની છાતીએ બાંધવાથી અને પાનનો થોડો રસ મધ સાથે પાવાથી બાળકની છાતીમાં કફનો ભરાવો થયો હોય એ દૂર થાય છે . તો હવે રોજ પાન ખાઓ ત્યારે આમાંથી જેટલું યાદ આવે એટલું યાદ કરજો . પાનના રસમાં જરાક ( ભીનો ) ચૂનો મેળવી , છાતી ઉપર લેપ કરવાથી ધાવણના ભરાવાથી થતી પીડા અને ધાવણનું પ્રમાણ ઘટે છે . પાકા પાનમાં ચૂનો કાથો ચોપડી , તેમાં તજ , લવિંગ , કોપરું , જાયફળના ખાખરાના અર્કના કે માલકાંગણીના તેલના પ ટીપા મૂકી , ભોજન પછી અર્ધા કલાક બાદ બપોરે ને રાત ચાવી જવાથી મંદ કામોત્તેમજના દૂર થાય છે , ( ખાસ નોંધ : આ લેખમાં આપેલ પ્રયોગો અજમાવતા પહેલા વૈધકીય સલાહ લેવી ઉચિત છે . )

પાન નો ઉપયોગ પૂજા વિધિમાં પણ થાય છે સાથે સાથે તેના કેટલાય ઔષધીય ગુણો પણ સમાયેલા છે જેમકે તેનો ઉપયોગ આ રીતે પણ કરવામાં આવે છે

નાગરવેલના પાન ના અનેક રોગો માટે ઘરગથ્થું ઉપચારો આ રીતે કરો:- નાગરવેલના પાન ના સહેજ ગરમ રસના ટીપા કાન માં નાખવાથી ઠંડીને કારણે કાન માં થતો દુખાવામાં રાહત થાય છે. નાગરવેલ ના પાનમાં કાથો લગાવી દિવસમા બે થી ત્રણ વાર ખાવાથી મોં ના ચાંદા મટી જાય છે. પાતળા થવા માટે નાગરવેલના પાનમાં કાળા મરી નાખી ખાવ તો આઠ અઠવાડીયામ વજનમા ઘટાડો થાય છે. કાળા મરી શરીરમાથી મુત્ર અને પરસેવો બહાર કાઢે છે. તેના વાટે વધારાનું પાણી અને ગંદકી નિકડી જાય છે પાનનો ઉપયોગ આયુર્વેદમાં બાલ તોડ, ગુમડા ફોલ્લીની સારવાર માટે થાય છે. પાનને ગરમ કરીને તેમા દિવેલનુ તેલ લગાવીને ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે…

નાગરવેલના પાકેલા પાન અને સરગવાની છાલને એકત્ર કરીને રસ કાઢીને લગાતાર ત્રણ દિવસ પીવાથી મોટા આતરડા માં ગેસ ભરાયો હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. નાગરવેલના પાન ના રસ માં મધ ભેળવીને ચાટવાથી વાયુ છૂટ થઇ નાના બાળકોનો આફરો તથા અપચો તરત જ મટી જાય છે. નાગરવેલના પાન ને એરંડિયું તેલ ચોપડી સહેજ ગરમ કરી, નાના બાળકોની છાતીએ મુકીને સેક કરવાથી બાળક ની છાતીમાં ભરાયેલો કફ છૂટો પડી જાય છે.

પોસ્ટ સારી લાગી હોય તો વધુ મા વધુ શેર કરો જેથી લોકો ને ઉપયોગી થાય કોઈ ઉપચાર ‌માટે યોગ્ય આયુર્વેદ સલાહકાર ની સલાહ લઈને વધુ સારુ રિઝલ્ટ મેળવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here