શું તમે દૂધ સાથે આ ખોરાક ખાવ છો તો ચેતી જશો તમે જાતે રોગને નોતરી રહ્યા છો

0

દુધ સાથે મૂળા, લસણ, કાંદા (ડુંગળી) વિગેરે કોઇપણ પ્રકારના ફળ કે સલાડ, ખાતી ચટણી કે ખાતો ખોરાક ન ખાઈ શકાઈ.ઘી સાથે મધ ન લઇ શકાઈ. દૂધ સાથે કઠોળ ન લેવા. ખીચડી-દુધ સાથે કાંદા (ડુંગળી) નું સલાડ ન લેવું. બાસુંદી સાથે ચા નું સેવન ન કરવું. દુધ પાક સાથે છાશ, કઢી તેમજ તીખો ખોરાક ન જ લેવાય. કોઇપણ શેઈકમાં દૂધ નાખીને ન લઇ શકાઈ. અળદ સાથે દહીં કે દૂધ ન લેવું. લસણ, કાંદા (ડુંગળી), ટામેટા નાં ટેસ્ટી શાકમાં દુધની મલાઈ હોય તો તે શાક ન લેવા.

ઋતુ તેમજ દેશ મુજબ આહાર ન લેવાય તો, તે વિરુદ્ધ આહાર ગણાય છે. ગરમી માં ખાટા-મીઠાં ફળો, દહીં, છાશ, ઠંડા પદાર્થો લઇ શકાઈ. જ્યારે શિયાળામાં ઉષ્ણ, (ગરમ) સ્નિગ્ધ આહાર લેવા જોઈએ.

વિરુદ્ધ આહારથી થતા અનેક પ્રકારના ચામડીના રોગો મટાડવા અનેક નિષ્ણાંત પાસે જવું પડે છે. ખુબજ ખર્ચાળ લાંબી સારવાર લેવી પડે છે. તેમજ આહાર લેવામાં પરેજ તો જરૂરી જ છે. જો પરેજી નાં રાખીએ તો હેરાન પરેશાન થઈ જઈએ છીએ. વિરુદ્ધ આહારનો પૂરો ખ્યાલ રાખવામાં આવે તો નીરોગી અને સ્વસ્થ રહી જીવનમાં આનંદ મેળવી શકાય છે. આમતો આપણું આરોગ્ય જ એક ઉત્તમ સુખ ગણાય છે. વિરુદ્ધ આહાર ક્યારેય પણ રોજિંદા આહારમાં ન આવી જાય તે માટેનું જ્ઞાન મેળવવું જરૂરી છે. “આહાર ને પોષણ તત્વ બનાવો ઝેર નહીં” માટે જ આહારની ખોટી આદત શા માટે ન છોડીએ ? કોઈ ખોટું અનુકરણ શા માટે ચલાવી લઈએ ?

દૂધની સાથે લીંબૂ ખાવું નુકશાન કારક છે –   દૂધ સાથે લીંબૂ તેમજ લીંબુ જેવી ખાટી વસ્તુઓ લેવાથી સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચે છે. આ બન્નેનું એકસાથે સેવન કરવાથી એસિડિટી અને પેટની ગરબડ જેવી સમસ્યાઓ ઉદભવે છે.

ડુંગળી અને દૂધ સાથે ન ખાવા જોઈએ-   ડુંગળી અને દૂધ ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. ડુંગળીની સાથે દૂધ ખાવાથી અનેક જાતના ત્વચા સંબંધી રોગો થાય છે ખાસ કરીને  દાદર, ખાજ, ખુજલી, એગસિમા, સોરાઈસિસ વગેરે થવાની સંભાવના હોય છે. આ ચામડીના રોગો એકવાર થઈ જાય એટલે શરીરમાંથી દુર કરવા ખુબ મુશ્કેલ થાય છે  જમવા સાથે ફળ-   આયુર્વેદ મુજબ ભોજન સાથે ફળ ન ખાવા જોઈએ જ વિરુદ્ધ આહાર છે. લીંબૂ, નારંગી, અનાનસ વગેરે ખાટા ફળ એસિડિક હોય છે. બન્નેને સાથે ખાવામાં આવે તો કાર્બોહાઈડ્રેટ અથવા સ્ટાર્ચની પાચનક્રિયા ધીમી પડી જાય છે. આનાથી કબજિયાત, ડાયેરિયા અથવા અપચો થઈ શકે છે.

દૂધ સાથે દહીં –   દૂધ સાથે દહીં લેવું પણ સ્વાસ્થ્ય માટે ખુબ  હાનિકારક હોય છે. દૂધ અને દહીં બન્નેની તાસીર અલગ છે. જેથી દૂધ અને દહીં સાથે ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ થાય  છે.

કોલ્ડ્રીન્ક્સ લીધા બાદ પાનમસાલા-   કોલ્ડ્રીન્ક્સ પીધા બાદ અથવા પીધા પહેલા ક્યારેય પીપરમિન્ટવાળા પાનમસાલા અથવા અન્ય કોઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. કોલ્ડ્રીન્ક્સ અને પીપરમિન્ટ ભેગા થવાથી સાઈનાઈડ બને છે. જે સ્વાસ્થ્ય માટે ઝેરનું કામ કરે છે.

બટાકા અને ચોખા સાથે ખાવા નુકશાનકારક –   ઘણા લોકો બટાકા અને ભાતના શોકીન હોય છે પરંતુ બટાકા અને ભાત એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાનકારક નીવડે છે અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે.
અડદની દાળની સાથે દહીં ખાવાથી થતા નુકશાન-   અડદની દાળની સાથે દહીંનું સેવન બહુ નુકસાનકારક હોય છે. એવું માનવામાં આવે છે કે આના સતત સેવનથી હૃદય સંબંધી રોગો થઈ શકે છે.
દહીં સાથે પરાઠા-   દહીં સાથે પરાઠા અથવા તળેલી વસ્તુઓ લેવાથી દહીંના ફેટના કારણે પાચનમાં અવરોધ પેદા થાય છે. આનાથી ફેટથી મળનારી એનર્જી શરીરને મળતી નથી. –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here