ઉધરસથી કંટાળી ગયા છો તો બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યા જડમૂળથી દૂર કરશે

બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યાનો જડમૂળથી દૂર કરશે જો કોઈને સતત ખાંસી આવતી હોય તો તે પણ શરીરને નુક્શાન થાય છે . ઘણી વખત આ સમસ્યા તમારી ઊંઘ પણ પૂરી થવા દેતી નથી . અને સ્વભાવ પણ ચીડિયો કરી દે છે . શરદી થાય એટલે સૂકી ખાંસીની સમસ્યા મોટા ભાગના લોકો માટે સમસ્યા બની જાય છે. જેનાથી ગળામાં દુખાવો થવો , સતત ખાંસી આવવી , કફની આ સમસ્યા બધા લોકોને અણગમતો સ્વભાવ કરી દે છે. શરદીમાં લોકો અનેક ઉપાયો કરે છે ખાંસી આવવાનું શરુ થાય એટલે રોકાવાનું નામ નથી લેતી અને ખાંસી આવતી હોય એટલે કામ કરવાનું મન લાગતું નથી આ નારંગી નો ઉપાય કરશો એટલે ખાંસી જડમૂળમાંથી નીકળી જશે નારંગીમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. જે તમારી ખાંસીને ઠીક કરી દેશે. ઘણીવાર કેટલાક રોગીઓને રાત્રે જ ખાંસી આવે છે જેના કારણે તેમની રાતની ઊંઘ પણ પૂરી નથી આપતી . સતત ખાંસી આવવાથી આંખમાંથી પણ પાણી નીકળે છેનારંગીમાં સારા પ્રમાણમાં પેક્ટિન નામનું એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. જે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ત્યારે બાફેલી નારંગી માટે સૌથી પહેલા એક વાટકીમાં થોડું પાણી લો અને મીઠું લઇ તેને બરાબર મિક્સ કરો અને આ પાણીમાં નારંગીને છોતરા સાથે જ અડધો કલાક સુધી રાખી મુકો અડધા કલાક પછી નારંગીને પાણીમાંથી બહાર નીકાળો. તેના ઉપરનો ભાગ ટોપીની જેમ કાપી લેવો . નારંગીના ઉપરના ભાગમાં અનેક કાંણા પાડો. એટલે તેની પર મીઠું નાંખો અને કાપેલા ભાગને ઢાંકી દો અને તેની સ્ટીમ કરો. આ નારંગીને 10 થી 20 મિનિટ સ્ટીમ કરો અને તેના પ્લપને ગરમ ગરમ જ ખાઇ લો.

નારંગીના આ ઉપચારથી તમારી ખાંસી જડમૂળથી દુર થશે અનેક દવા કરવા છતાં ફેર ન પડતો હોય ત્યારે આ ઉપાય જરૂર કરજો ખાંસી જડમુળથી નીકળશે.

Leave a Comment