અલગ અલગ પંજાબી શાક બનાવવા માટેની રીસીપી

0

પનીર મસાલા શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર મંચુરિયન માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાજુ કરી શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર ભુરજી શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર ટીક્કા મસાલા શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જાણવા માટે નીચે સૂચી વાંચો અને પસંદ આવે તો મિત્રો સાથે શેર કરો

કાજુ પનીર મસાલા શાક માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)

સામગ્રી:

250 ગ્રામ પનીર ના પીસ, ૨ કપ દહીં , સ્વાદ મુજબ મીઠું , ૧/૨ ચમચી લાલ મરચા ની ભૂકી, ચપટી હળદર , 250 ગ્રામ બાફેલા કાજુ, સ્વાદ અનુસાર મીઠું, ૧ જીની સુધારેલ ડુંગળી, ૨/૩ લસણ ની પેસ્ટ, ૩ ટામેટા ક્રશ કરેલા, ૧ ચમચી જીરૂ, ૧/૨ ચમચી હિંગ, ૧ ચમચી ગરમ મસાલો, ૪ ચમચી ભરેલા શાક નો મસાલો, સ્વાદ મુજબ લીંબુ, ભરેલા શાક નો મસાલો, ૪ ચમચી સેકેલો ચણા નો લોટ, ૧/૨ કપ ક્રશ ડુંગળી અને ટામેટા, ૧ જુડી ઝીણા સુધારેલ ધાણા, ૧ ચમચી લાલ મરચાનો ભૂકી, ૧ ચમચી ધાણા જીરું પાઉડર, ૧/૨ , પ શેકેલા શીંગદાણા નો ભૂકો, ૧ લીંબુ નો રસ, સ્વાદ મુજબ મીઠું, ૧ ચમચી તેલ નું મોણ

કાજુ પનીર મસાલા શાક માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ):

આખા શાકનો નો મસાલો બનાવવો.બાધો મસાલો મિક્સ કરી લેવો. પનીર ને મરિનેટ કરવા માટે પનીર માં દહીં,મરચાની ભૂકી, હળદર રાખી ૧/૨ કલાક રાખવું. એક કડાઈ મા ૨ ચમચા તેલ લેવું.તેમાં જીરૂ ને હિંગ નાખી વઘાર તૈયાર કરવો. એટલે એમાં ડુંગળી ને લસણ રાખી સાંતળી લેવું. સંતળાઈ જાય એટલે ટામેટા નાખી પકવવું. ગ્રેવી જેવું ઘટ્ટ થાય એટલે મેરીનેટ કરેલું પનીર નાખવું. ત્યાર બાદ ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખવું . બાફેલા કાજુ ને બે ભાગ માં વહેંચવા.એક ભાગ આખા શાક મા નાખવા અને બીજા ભાગ ને પેસ્ટ બનાવી શાક માં રાખવું. ધાણા ને કાજુ થી ડેકોરેશન કરી. પીરસવું.

પનીર મંચુરિયન માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)

સામગ્રી:

૧ કપ પનીર ક્યૂબ્સ, ૧ ચપટી મરી પાઉડર , ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર , ૧ ટી સ્પૂન ગરમ મસાલો , ૧ ટી સ્પૂન સોયા સોસ, ૧ કપ મેંદો , ૨ ટી સ્પૂન કોર્ન ફ્લોર , ૩ ટી સ્પૂન તેલ , ૧ ટી સ્પૂન લસણ ની પેસ્ટ , ૧ ટી સ્પૂન આદુ ની પેસ્ટ , ૧ નંગ નાનું કેપ્સીકમ સમારેલું , ૧ નંગ ડુંગળી સ્લાઈસ માં સમારેલી , ૨ ટી સ્પૂન કોબીજ સમારેલું , ૨ ટી સ્પૂન સેઝવાન ચટણી , ૩ ટી સ્પૂન ટોમેટો કેચઅપ , ૨ ટી સ્પૂન સોયા સોસ , ૧ ટી સ્પૂન કોર્ન ફ્લોર , મીઠું સ્વાદાનુસાર , મંચુરિયન તળવા માટે તેલ

પનીર મંચુરિયન માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ) પ્રણાલી:

એક બાઉલ માં મેંદો અને કોર્ન ફ્લોર લઇ તેમાં મીઠું, મરી પાઉડર, મરચું, સોયા સોસ અને ગરમ મસાલો ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો . 2હવે ગેસ પર કઢાઈ માં તેલ ગરમ કરો અને પનીર ક્યૂબસ ને ખીરા માં ડીપ કરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો અને તેને બાઉલ માં કાઢી લો અને એક બાઉલ માં કોર્ન ફ્લોર લઇ તેમાં પાણી ઉમેરી સ્લરી બનાવી લો . 3હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ અને કોબીજ ને તેલ માં નાખી હાઈ ફલેમ પર થવા દો પછી તેમાં સોયા સોસ, ટોમેટો કેચઅપ અને સેઝવાન ચટણી ઉમેરી દો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો અને તેમાં કોર્ન ફ્લોર સ્લરી ઉમેરી મિક્સ કરો અને તેમાં પનીર મંચુરિયન ઉમેરી હલકા હાથે મિક્સ કરો અને ગેસ બંધ કરી લો . 4પનીર મંચુરિયન બની તૈયાર છે તેને સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરો

કાજુ કરી શાક માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)

સામગ્રી:

1 વાટકી કાજુ , 4-5 નંગ ટામેટાં , 3 ડુંગળી , 1 ચમચી લસણ પેસ્ટ , 1 ચમચી આદુ પેસ્ટ , 4 ચમચા તેલ , 1 ચમચો ઘી , 1 ચમચી વલીયારી , નાની વાટકી મગસતરી , 5-6 નંગ કાજુ , 2 ચમચી ફ્રેશ ક્રીમ , 1 નાની ચમચી મરી પાઉડર , 1 નાની ચમચી ઇલાયચી પાઉડર , 4 ચમચી લાલ કાશ્મીરી મરચું , ચપટી હળદર , 2 ચમચી ધાણા જીરુ , 3 ચમચી ગરમ મસાલો , 1 ચમચી કસૂરી મેથી , મીઠું , વધાર માટે: , 1 તમાલપત્ર , 2 લવીંગ , 1 ચકરી ફૂલ , 3 ઇલાયચી, 1 એલચો ,

કાજુ કરી શાક બનાવવા માટેની રેસીપી:

કાજુ તેલ મા આછા ગુલાબી તળી લેવા.મગસતરી અને 5-6 નંગ કાજુ પલાડી દેવા. એક કળાઈ મા તેલ મૂકી લસણ આદુ ની પેસ્ટ સાતળવી.. બરાબર શેકાઈ જાય એટલે તેમા કટ કરેલી ડુંગળી સાતળવી.. પછી તેમાં ઘી એડ કરવુ. અને કટ કરેલા ટામેટાં સાથે એડ કરી અંદર જ ચઢવા દેવું. વરીયાળી નાખી દેવી. હવે આ બધું જ મિક્ષર મિક્ષી મા નાખી દેવુ સાથે 1/2 કલાક પહેલા પલાળેલી મગસતરી અને કાજુ પણ જોડે નાખી લીસું ક્રશ કરી લેવુ. આ મિક્ષર મા તેલ મા વધાર કરી નાખી દેવો. ને કળાઈ મા થોડુ પાણી નાખી બધા મસાલા નાંખી વધુ શેકાવા દેવુ. ઇલાયચી નો પાઉડર મરી પાઉડર અને કસૂરી મેથી પણ નાખી તેલ -ઘી છૂટું ના પડે ત્યાં સુધી હલાવતાં રહેવું. હવે ક્રીમ નાખવુ . હવે તળેલા કાજુ નાખી દેવા.10 મિનિટ સુધી રાખી ગેસ બંધ કરવો

પનીર ભુરજી શાક માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)

સામગ્રી:

૩૦૦ ગ્રામ પનીર, ૨ કપ કાંદા જીણા કાપેલા , ૨ કપ ટામેટા જીણા કાપેલા , ૨ ચમચી આદું મરચાની પેસ્ટ , ૧ ચમચી વાટેલુ લસણ , ૨ ચમચી લાલ મરચુ (કાશ્મીરી) , ૧ ચમચી કીચનકીગ મસાલો , ૧ ચમચી પંજાબી ગ્રેવી મસાલો , ચપટી હળદર , મીઠું સ્વાદમુજબ , લીલા ધાણા જરૂર મુજબ , ૨ ચમચી મલાઈ , ૧ ચમચી કસૂરી મેથી , બટર,ઘી જરૂર હોય તેમ

પનીર ભુરજી શાક બનાવવાની રીત:

સૌ પ્રથમ કાંદા, ટામેટા,જીણા કાપી લો,પનીર (અમુલ) છીણી લો. હવે એક પેનમા બટર અને ઘી જરૂર હોય તેમ લો.પછી આદુ,મરચા અને લસણની પેસ્ટ નાખો,પછી કાંદા છીણા કિપીને નાખી દો.થોડીવાર સાતળો,ગુલાબી રંગ થાય એટલે બધા સુકા મસાલા નાખી દો. બટર છુટુ પડે એટલે છીણા કાપેલા ટામેટા નાખી દો.પછી છીણેલુ પનીર નાખી દો. છેલ્લે મલાઈ નાખી બરાબર મિક્સ કરો.થોડીવાર થવા દો.પછી લીલા ધાણા નાખી સર્વ કરો..

પનીર ટીક્કા મસાલા શાક માટેની રેસીપી (સ્ટેપ બાય સ્ટેપ)

સામગ્રી:

૧ મોટી ચમચી તેલ , ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર , ૧/૪ ચમચી હળદર , ૧/૪ ચમચી ચાટ મસાલો , ૧/૨ ચમચી કિચન કિંગ મસાલો , ૧ ચમચી કસુરી મેથી , ૧૦૦ ગ્રામ પનીરના પીસ , ૧ નંગ મીડિયમ સાઇઝની ડુંગળીના પીસ , ૧ નંગ મીડીયમ સાઈઝનું કેપ્સીકમ ,

ગ્રેવી માટે: ૨ મોટી ચમચી તેલ અને એક ચમચી ઘી , ૨ નંગ મીડિયમ સાઇઝની ડુંગળી , ૨ નંગ મીડીયમ સાઈઝના ટામેટા , ૮ -૧૦ લસણની કળી , ૧૦ નંગ કાજુ , ૧ ચમચી મગજતરી ના બીજ , ૧ મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ , ૧/૨ ચમચી હળદર , ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી ખાંડ, ૧/૨ ચમચી કિચન કિંગ મસાલો , ૧ ચમચી શેકેલો ચણાનો લોટ , ૨ ચમચી ઘરની મલાઈ , ૧ ચમચી કોથમીર , મીઠું સ્વાદ મુજબ , સ્મોકી ફ્લેવર આપવા માટે એકદમ ગરમ કરેલો કોલસો અને ઘી

પનીર ટીક્કા મસાલા શાક બનાવવાની રીત:

સૌપ્રથમ મેરી નેટ કરવા માટે એક બાઉલમાં એક મોટી ચમચી તેલ લઈ તેમાં મેડીનેશનમાં આપેલા મસાલા ઉમેરી તેમાં ડુંગળી કેપ્સીકમ અને પનીરના ચોરસ પીસ કરી મિક્સ કરી દેવા ત્યાર પછી તેને 20થી 25 મિનિટ વેસ્ટ આપવો ત્યારબાદ એક પેનમાં તેને ધીમે તાપે થોડા સાંતળી લેવા . 2ગ્રેવી બનાવવા માટે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી ટામેટા અને લસણની કળી ઉમેરી તેને સાંતળવું થોડું થોડું થોડું ચડે ત્યારબાદ તેમાં 1/2 કલાક ગરમ પાણીમાં પલાળેલા કાજુ અને મગજતરી ના બીજ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવી મીઠું નાખી મિક્સ કરી થોડીવાર ચડવા દેવું ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું ઠંડુ થાય ત્યારબાદ પેસ્ટ કરવી . 3એક પેનમાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી ઉમેરી તેમાં ધાણાજીરૂ હળદર લાલ મરચું પાઉડર કિચન કિંગ મસાલો ઉમેરી તરત જ તેમાં પેસ્ટ કરેલી ગ્રેવી ઉમેરી દેવી થોડી cook કરી લેવી ત્યારબાદ જરૂર પૂરતું મીઠું ઉમેરી તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરવો તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું ત્યારબાદ થોડું પાણી નાખી ફરી થોડુંક કરવું ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી તેમાં બે ચમચી મલાઈ ઉમેરી દેવી સારી રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ શાકની ઉપર ડુંગળીની છાલ અથવા નાળિયેરની કાચલી નો કટકો મૂકી તેના ઉપર એકદમ ગરમ કરેલો કોલસો મૂકી તેના પર પાંચથી છ ટીપા ઘી રેડવું ઉપર ઢાંકણ ઢાંકી દેવું એક મિનિટ સુધી રહેવા દેવું સરસ સ્મોકી ફ્લેવર શાકમાં આવી જશે કોલસો હટાવી શાકને મિક્સ કરી સર્વ કરવું

પનીર મસાલા શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર મંચુરિયન માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને કાજુ કરી શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર ભુરજી શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ અને પનીર ટીક્કા મસાલા શાક માટેની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here