દરેક મહિલાને કિચન કિંગ બનવા માટે વાંચી લો આ ખાસ ટીપ્સ | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ

સુકાઈ ગયેલ ગુંદરને ફરી તાજો કરવા માટે : ઘણી વખત એવું બનતું હોય છે કે ગુંદર સુકાવા લાગે છે વાપરવા માટે યોગ્ય નથી રહેતો તો ગુંદરને વાપરવા માટે યોગ્ય બનાવવા માટે આટલું કરો જો ગુંદર સુકાવા લાગે તો તેમાં થોડાક ટીપાં સરકો નાખી દેવાથી ગુંદર ફરી વાપરવા લાયક બની જશે.

થર્મોસ કે પાણીની બોટલ માંથી આવતી દુગંધ દૂર કરવા આટલું કરો એટલે બોટલ સરસ સાફ થઇ જશે હવે જે થર્મોસ કે બોટલમાં દુર્ગંધ આવે છે તેમાં પાણી ભરી બે ચમચા સોડા ભેળવી થોડી વાર રહેવા દઇ બોટલ ધોઇ નાખવાથી ગમે એવી વાસ જતી રહેશે. અને થર્મોસ ફ્રેસ થઇ જશે

લીંબુ ને વધારે સમય રાખવાથી બગડી જાય છે આમ લીંબુને વધારે સમય સુધી તાજા રાખવા માટે આટલું કરો લીંબુને થોડા દિવસ તાજા રાખવા પાણીમાં રાખવા અને રોજ પાણી બદલવું. આમ કરવાથી લીંબુ તાજા રહે છે અથવા કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મુકવા આમ કરવાથી પણ લીંબુ વધારે સમય સુધી તાજા રહે છે

કોઈ પણ વાનગી તળતી વખતે તેમાં તેલ ચડી જાય છે આટલું કરો વાનગી તળતી વખતે તેમાં તેલ નહિ પીવે તળતા પહેલાં તેલમાં ચપટી મીઠું નાખવાથી તેલ એમાં ચોંટશે નહીં અને વાનગી સહેલાઇથી નીકળી જશે.

ચાંદીને ચકચકિત કરવા માટે એટલું કરો કાળી પડી ગયેલ ચાંદીને સિગારેટની રાખથી ઘસીને સાફ કરી આમ ચાંદી ચકચકિત થાય છે અને નવી જેવી દેખાય છે.

સરગવાની સિંગ રસાવાળું શક બનાવવા માટે સરગવાની શીંગનું ચણાના લોટવાળું શાક કરવું હોય તો ચણાના લોટને તેલમાં શેકવો અને શાક બનાવતી વખતે ઠંડા પાણીના સ્થાને ગરમ પાણી નાખવું. જેથી લોટનો લચકો ન થતાં રસાદાર રહેશે.

તમારા ઘરમાં તાજે તાજો કલર કર્યો હોય અને ઘરમાં કલરની વાસ આવતી હોય તો આ કલરની વાસ દૂર કરવા માટે એક પ્લેટમાં કાંદા સમારી ને રૂમ માં રાખી દો આમ રૂમાંથી આવતી તાજા કલરની થોડીવાર રાખી મુકવાથી કલરની વાસ દૂર થશે. કાબુલી ચણા બાફતી વખતે ખુબ વાર લાગે છે જો તમે કાબુલી ચાના ઝડપથી બાફવા માંગતા હોય તો તેમાં થોડી ચણાની દાળ નાખી ડો પછી ચણા બાફવાથી ચના જલદી બફાઇ જશે.

કપડાં પર સફેદી લાવવા માટે અડધો કપ ચાનું પાણી બનાવી અડધી બાલદીમાં ભેળવવું આમ પંદર મિનિટ કપડાં તેમાં પલાળી રાખી કપડા તડકામાં સુકવી દેવા આમ કરવાથી કપડામાં સફેદી આવી જશે

ચોમાસામાં ફર્નિચરના ખાના જામ થઇ જાય છે અને ડ્રોઅરના ખાના ખુલતા નથી જો ડ્રોઅરના ખાના સરળતાથી ખૂલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું આ કરવાથી જામ થયેલ ખાના આસાનીથી ખુલી જશે

અનાજને જીવાતથી બચાવવા માટે એટલું કરો બોરીક પાવડર અનાજમાં નાખવાથી અનાજમાં જીવાત પડતી નથી. પરંતુ પાવડર નકામો જાય છે. તેથી જો પાવડરની ગોળી બનાવી તેને તડકામાં સુકવી અનાજમાં નાખો તો જીવાત પણ મરશે તેમજ બોરીક પાવડરની ગોળી લાંબો સમય ચાલશે.

ઈંડાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે આટલું કરો ઇંડા પર રિફાઇન્ડ તેલ લગાડીને રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબા સમય સુધી બગડતા નથી.

સુકાઈ ગયેલ ગુંદરને ફરી તાજો કરવા માટે | અનાજને જીવાતથી બચાવવા માટે એટલું કરો | ચોમાસામાં ફર્નિચરના ખાના જામ થઇ જાય છે | કપડાં પર સફેદી લાવવા માટે | કોઈ પણ વાનગી તળતી વખતે તેમાં તેલ ચડી જાય છે આટલું કરો | પાણીની બોટલ માંથી આવતી દુગંધ દૂર કરવા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top