એક કડાઈ માં 50 gm જીરું, 50 gm ધાણા, 50 gm અજમો, 50 gm સુવા, 50 gm વરિયાળી લઈ સહેજ શેકી અને ઠંડી કરી લો. હવે એને મિકસી જાર માં પીસી લો અને ચાળી લો. આ મિશ્રણ ને એક બાઉલ માં લઈ તેમાં 250 gm સાકર નો ભૂકો અને 50 gm ઘી રેડી બરોબર મિક્સ કરી ડબ્બા માં ભરી લો….
આપ ઈચ્છો તો એમાં કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ અને કોપરાનું છીણ, ખસખસ, એલચી પાવડર પણ ઉમેરી શકો….
ભારતીય પવિત્ર વ્યંજન પંજરીના ગુણો જાણો • આપડાં ભારતીય તહેવારોમાં ગોકુલાષ્ટમી , રામનવમી તથા દિપાવલીના દિવસે તેમજ અન્ય તહેવારોમાં પણ મંદિરોમાં પંજરી બનાવવામાં આવે છે .• પંજરી બનાવવાનું આપડાં પ્રત્યેક ઘરમાં સમયાંતરે શરૂ રહે તો આપણાં અરધા રોગ આમ જ શાંત થઈ શકે તેમ છે .• પંજરી બનાવવી સાવ સહેલી છે જેને સંસ્કૃતમાં પંચજીરી કહેવામાં આવે છે .•
ધાણો , અજમો , જીરુ , સુવાદાણા તથા વરિયાળી – આ પાંચ અતિ નિરોગી રાખનારા દ્રવ્યોને ૫૦ ગ્રામની પ્રત્યેક માત્રા ગણી લઈ તેને દળી નાખવા .• આ મિશ્રણમાં કુલ ૨૫૦ ગ્રામ જેટલી દળેલી સાકર ભેળવવી તથા શુદ્ધ દેશી ગાયનું ઘી ૫૦ ગ્રામ મેળવીને તેને સારી ભેળવી નાખવું .• વર્ષાઋતુમાં આ વ્યંજન પેટતથા વાયુના તમામ વિકારો શાંત કરનારું છે .• પંજરી ખાવાથી અરૂચિ દૂર થાય છે ઓડકારતથા હેડકી પણ થતાં નથ • પેટની પાચન શક્તિ વધે છે.આપણું લીવર પણ સજગ અને તંદુરસ્ત રહે છે .આ વ્યંજનની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તે આપડાં મનની ડામાડોળ સ્થિતિને સ્થિર કરી ને આપણને શુદ્ધ તથા પ્રભુશરણમાં રાખે છે .