ડેન્ગ્યુના તાવથી બચવા અને શરીરમાં પ્લેટલેટ્સ વધારવા ગુણકારી છે આ પાન

 પપૈયાનાં ગુણકારી પાંદડાથી ડેન્ગ્યુના તાવ સામે રક્ષણ મળશે તેમજ બીજી અનેક બીમારી તમારાથી હમેશ માટે દુર રહેશે ચોમાસની ઋતુમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુના તાવનો હોય છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવોથવો  ઊલટી થવી , આંખોમાં દર્દ થવું  અને રેશિસનો સમાવેશ થાય છે. આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં તક્લીફ થાય છે. આવી પરિસ્થિતિમાં દર્દીનું મોત પણ થઈ શકે છે. તેવામાં ડોક્ટરની સારવાર સાથે ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે. પપૈયાના પાંદડાનું જ્યૂસ પીવાથી ડેન્ગ્યુના તાવમાં રાહત મળે છે

પપૈયાના પાંદડામાં વિટામિન C અને એન્ટિ એક્સિડેન્ટ્સનો સ્ત્રોત મોટા પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં લાભદાયક છે. ડેન્ગ્યુના તાવથી દર્દીના શરીરમાં પ્લેટલેટ્સ એટલે કે રક્તકણોની ઉણપ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં પપૈયાના પાંદડા પ્લેટલેટ્સના કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

જો પોપૈયા ના પાન, આમલી તથા નમકને ૧ પ્યાલા પાણી મા ઉમેરી તેનુ સેવન કરવુ. પપૈયાના રસનુ સેવન એ કોઈ મેડિસન કરતા ઓછુ નથી. જો તમારા શરીરમા બ્લડ પ્લેટલેટ ઘટી ગઈ હોય તો પપૈયાના રસનુ સેવન કરવાથી બ્લડ પ્લેટલેટ મા વૃધ્ધિ થશે. આ રસની ફક્ત ૨ ચમચીનુ અંદાજે ૩ માસ સુધી સેવન કરવુ, જેથી રક્તની ઉણપથી મુક્તિ મળે.

કેવી રીતે પીવાથી ફાયદો મળશે પૈયાના પાંદડાને લસોટીને તેનું જ્યૂસ નીકાળી લો. આ પપૈયાના દિવસમાં 2 ચમચી 2થી 3 વાર પીવું જોઈએ, જેથી તેના ગુણોનો અસર થાય. આ જ્યૂસની કડવાશને દૂર કરવા માટે તેમાં મધ અથવા કોઈ ફ્રૂટનો રસ પણ ઉમેરી શકાય છે. તેમજ પપૈયાના પાન જે રોગપ્રતિકારક શક્તિને પણ  મજબૂત બનાવે છે અને સર્વાઇકલ કેન્સર કે પછી  સ્તન કેન્સર જેવા કેન્સરના કોષોના વિકાસને રોકવામા પણ મદદ કરે  છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા સિવાય પપૈયાના પાંદડાનો રસ શરીરમા અનેક રીતે  બેક્ટેરિયાના વિકાસને રોકવામા પણ સહાયરૂપ બને છે આમ ચોમાસાની સીઝન માં તો ખાસ પપૈયાના પાનનું સેવન કરવું જોઈએ આથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને જીવલેણ બીમારીથી બચી શકાશે

Leave a Comment